________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૩
કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. એ સુખ-દુ:ખમાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી. એ શાતાઅશાતાનો અનુભવ એ આત્મા નથી. આત્મા તો સુખ-દુઃખથી ભિન્ન ચૈતન્યસ્વભાવમય વસ્તુ
એક ધર્મી સિવાય, આખું જગત પાગલ છે, ઘેલું છે-કારણ કે તે દુઃખને સુખ માને છે, જે સુખ નથી તેને સુખ માને છે. રંકથી માંડીને મોટો રાજા અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સૌ જીવો સુખદુ:ખની કલ્પનામાં રાચી રહ્યા છે. એ સઘળી પાગલોની નાત છે. પરંતુ સુખ-દુ:ખની કલ્પનાથી ભિન્ન પડી અનંત સુખનું ધામ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે એમાં દષ્ટિ કરે તો સ્વયં અર્થાત્ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થાય છે. અહાહા ! સુખ-દુઃખથી જાદો અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કેવળીને જ પ્રત્યક્ષ થાય એમ નહિ. ચોથા ગુણસ્થાને પણ સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનીઓને મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે.
પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા જોઈએ. આત્મા વસ્તુ સ્વસંવેદનપ્રત્યક્ષ થઈ ન હોય અને વ્રત, નિયમ અને સંયમમાં લાગી જાય તો એ સઘળી ક્રિયા એકડા વિનાનાં મીંડાં જેવી છે. એવા જીવો ક્રિયાના અભિમાનમાં ચઢી જાય છે. વળી કહે કે-અશુભ કરતાં તો શુભ સારું છે. પણ ભાઈ ! એ તો વ્યવહારથી એમ કહેવાય, નિશ્ચયથી તો શુભભાવ પણ ઝેર છે. જે સંસારમાં દાખલ કરે તેને સારો કેમ કહેવાય ?
- હવે સાતમો બોલ કહે છે:-શીખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી. જેમ દહીં અને સાકર બે મળીને શીખંડ છે તેમ આત્મા અને કર્મ એ બે થઈને જીવ છે એમ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ પ્રભુ છે અને રાગ અને કર્મ વગેરે તો જડ અચેતનસ્વરૂપ છે. તેથી જીવ અને કર્મ બન્ને ભિન્નભિન્ન છે. પરંતુ જેમ હાથી ચૂરમુ અને ઘાસ બન્નેને ભેગા કરીને ખાય છે તેમ અજ્ઞાની કર્મ અને આત્માને એક કરીને અનુભવે છે.
કોઈ પુરુષ સ્ત્રી સાથે વિષય ભોગ કરે છે ત્યાં ખરેખર એ સ્ત્રીના શરીરને ભોગવતોઅનુભવતો નથી. શરીર તો જડ, અજીવ છે; માંસ, હાડ અને ચામડાંની થેલી છે. જ્યારે ભગવાન આત્મા તો અંદર સ્પર્ધાદિ રહિત શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. ભોગકાળે એને આ ઠીક છે એવો જે રાગ થાય તે રાગને એ અનુભવે છે. ત્યાં આત્મા અને રાગ ભેગા છે એમ નથી. પણ અજ્ઞાનવશ એમ માને છે કે આને (રાગને) હું ભોગવું છું. જેમ કૂતરું હાડકું ચાવે ત્યારે હાડકાની કણી દાઢમાં વાગે ત્યારે ત્યાંથી લોહી નીકળે છે. એ લોહીનો સ્વાદ આવતાં તે હાડકાનો સ્વાદ આવે છે તેમ તે માને છે. તેમ શરીર તો હાડ, માંસ, ચામડું અને વિષ્ટાથી ભરેલું છે. એનો સ્પર્શ થતાં એ ઠીક છે એવો એને રાગ થાય છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com