________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૩-૧૪-૧૫ શ્લોકાર્ચ -
દુષ્ટ એવો તે=વૈશ્વાનર મને પોતાના વશ જોઈને ક્યારેય પણ પડખાને મૂકતો નથી. સ્વવેરી એવા સંસર્ગને જોઈને સાક્ષાત્ એવો પુણ્યોદય મિત્ર રોષ પામ્યો.
વૈશ્વાનર નંદીવર્ધનનો સાક્ષાત્ મિત્ર નથી. પરંતુ મિત્ર જેવો ભાસે છે છતાં નંદીવર્ધન તેને વશ છે તેને જોઈને જીવના સાક્ષાત્ મિત્રરૂપ પુણ્યોદય સતત ક્ષીણ થાય છે. આથી જ ક્રોધ કષાયને વશ જીવનું પુણ્ય ક્રમસર ક્ષીણ ક્ષીણતર થઈને અંતે તે ભવમાં કે અન્ય ભવમાં નાશ પામે છે. ૧૩ શ્લોક :
दध्यौ च नासावुपदेशयोग्यो, हिताभिधानादहिते विमूढः । करालमद्यापि न कालकण्ठो,
व्यालावलीनां वलयं जहाति ।।१४।। શ્લોકાર્ચ -
અને વિચાર કર્યો=પુણ્યોદય મિત્રે વિચાર કર્યો. અહિતમાં વિમૂઢ એવો આ=નંદીવર્ધન, હિતના અભિધાનથી ઉપદેશને યોગ્ય નથી. કાલકંઠ=મહાદેવ, વ્યાલ આવલીઓના=સાપની આવલીઓના, વલયરૂપ કરાલને સાપના સમૂહને, હજી પણ છોડતો નથી.
જેમ મહાદેવ સાપના સમૂહને છોડે નહીં તેવી પ્રકૃતિવાળો છે તેમ નંદીવર્ધનના પુણ્યોદયે વિચાર કર્યો કે વિમૂઢ એવો નંદીવર્ધન પણ પોતાની ક્રોધની પ્રકૃતિ છોડે તેમ નથી માટે ઉપદેશને અયોગ્ય છે. આથી જ મેઘકુમારના જીવ જેવું કાર્ય નંદીવર્ધનનું પુણ્ય કરતું નથી. II૧૪ શ્લોક :
न चाश्रितोऽसौ मम हातुम), विनैव वेलां गुणवर्जितोऽपि ।