________________
श्री त्रिपष्टि शलाका पुरुष चरित्र
पर्व दसमु
સ ૧ લા
શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન
દુઃખે વારી શકાય તેવા રાગાદિ શત્રુઓને નિવારવામાં વીર જેવા, પૂજનિક અને ચેાગીનાથ શ્રી મહાવીર સ્વામીને મા। નમસ્કાર છે. સુર અસુરાએ પૂજેલુ' અને પુણ્ય-જલના સરોવરરૂપ એ દેવાધિદેવ પ્રભુના ચરિત્રનુ હવે અમે વર્ણન કરીશું.
આ જશ્રૃદ્વીપને વિષે પશ્ચિમ વિદેહક્ષેત્રના આભૂષણુરૂપ મહાવપ્ર નામના વિજચમાં જયતી નામે નગરી છે. તે નગરીમાં ભુજાના વીર્ય થી જાણે નવીન વાસુદેવ ઉત્પન્ન થયેલ હોય તેવા મહાસમૃદ્ધિમાન્ શત્રુમન નામે રાજા હતા. તેના પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામીભક્ત ગ્રામચિ ંતક (ગામેતી) હતા. તે સાધુજનના સંબધ વિનાના હતા, તથાપિ અપકૃત્યથી પરા·મુખ, બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણગ્રહણમાં તત્પર હતા. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાષ્ઠો લેવા માટે પાથેય (ભાત') લઈ કેટલાક ગાડાં સાથે એક મહાટવીમાં ગયા. ત્યાં વૃક્ષેા છેદતાં તેને મધ્યાહ્ન સમય થયે, એટલે ઉત્તરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યા. તે વખતે તે નયસારના સમય જાણનારા સેવકે મ`ડપાકાર વૃક્ષની નીચે તેને માટે ઉત્તમ રસવતી લાવ્યા. પોતે ક્ષુધા તૃષાથી આતુર હતા છતાં પણ ‘કોઈ અતિથિ આવે તે હું તેને ભેજન કરાવીને પછી જમુ’ એમ ધારી નયસાર આમતેમ જોવા લાગ્યા. તેવામાં ક્ષુધાતુર, તૃષાતુર, શ્રાંત, પેાતાના સાને શેાધવામાં તત્પર અને પસીનાથી જેમના સર્વ અગ વ્યાપ્ત થઈ ગયા છે. એવા કેટલાક મુનિએ તે તરફ આવી ચડયા. ‘આ સાધુએ મારા અતિથિ થયા તે બહુ સારુ થયુ'' એમ ચિ'તવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, ‘ હે ભગવંત ! આવી માટી અટવીમાં તમે કયાંથી આવી ચડા ? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ અટવીમાં ફરી શકે તેમ નથી.’ તેઓ મેલ્યા--‘અમે પૂર્વે અમારા સ્થાનથી સાની સાથે ચાલ્યા હતા પણ મા માં કોઇ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાથ ચાર્લ્સે ગયા; અમને ભિક્ષા કઈ મળી નહીં, તેથી અમે તે સાથની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાથે તેા મળ્યા નહી' અને આ અટવીમાં આવી ચડયા.' નયસાર આલ્યા-અહા ! એ સાથ કેવા નિ ય ! કેવા પાપથી પણ અભીરૂ ! કેવા વિશ્વાસઘાતી ! કે તેની આશાએ સાધુઓ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પોતાના સ્વામાંજ નિહૂર બનીને ચાલ્યા ગયા; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યા તે બહુ ઠીક થયું.' આ
૧