Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧ તે બે શબ્દો પિતા-પુત્રાદિની જેમ સંબંધવાળા છે. જેથી કહ્યું છે કે- જ્ઞાનક્રિયાથી મોક્ષ થાય છે. (અહીં ક્રિયા પ્રવૃત્તિ રૂપ છે. આથી જ્ઞાન-ક્રિયાથી મોક્ષ થાય એમ કહીને એ કહેવા માંગે છે કે મોક્ષ કેવળ નિવૃત્તિથી ન થાય, પ્રવૃત્તિ પણ જરૂરી છે.)
જો કે ભાષ્યકારે પ્રધાનતાથી તો સાક્ષાત્ પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિ જ જણાવી છે, તો પણ નિવૃત્તિપૂર્વકની પ્રવૃત્તિ જણાઈ રહી છે. પ્રવૃત્તિ વિના તો નિવૃત્તિ નિષ્ફળ જ થાય.
વિરતિન” ઈત્યાદિથી વિરતિ શબ્દના અર્થનું નિરૂપણ કરે છેવિરમવું તે વિરતિ. હિંસા=પ્રાણોનો વિયોગ. ઇંદ્રિય વગેરે પ્રાણો છે. પ્રાણોના સંબંધથી પ્રાણીઓ કહેવાય છે. એકેંદ્રિય-બેઇંદ્રિય-તે ઇંદ્રિયચઉરિંદ્રિય-પંચેંદ્રિય નામના પ્રાણીઓ છે. (એ પ્રાણીઓને જાણીને) તાત્ત્વિકજ્ઞાનના અનુસાર શ્રદ્ધા કરીને સ્વીકારીને (એ પ્રાણીઓની) ભાવથી હિંસા ન કરવી એ વિરતિ છે, અર્થાત્ જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક ચારિત્ર વિરતિ છે. તે જ અકરણનું પર્યાયવાચી શબ્દોથી વિવરણ કરે છેઅકરણ, નિવૃત્તિ, ઉપરમ અને વિરતિ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. આ શબ્દો ચારિત્રના પર્યાયો છે=પર્યાયવાચી છે. તેમાં અકરણ એટલે નિવૃત્તિ-પ્રવૃત્તિ ક્રિયા રૂપ ચારિત્ર. મન-વચન-કાયા-કૃત-કારિતઅનુમતિના ભેદોથી ઉત્પન્ન થયેલા ૧૪૭ વિકલ્પોની ભાવનાથી ૧. ૧૪૭ ભાંગા આ પ્રમાણે થાય છે– મન-વચન-કાયા) કિત-કારિતો
ત્રણ કાળ અનુમોદિત)
(વર્તમાન-ભૂત અને ભવિષ્યકાળ (૧) મનથી કરવું
વર્તમાન-ભૂત-ભવિષ્ય (૨) વચનથી
કરાવવું (૩) કાયાથી
અનુમોદવું (૪) મન-વચનથી કરવું-કરાવવું (૫) મન-કાયાથી કરવું-અનુમોદવું (૬) વચન-કાયાથી કરાવવું-અનુમોદવું (૭) મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું
ત્રણ કરણ
x ૩ = ૧૪૭