Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૯૯ મનોયોગ-મન મનોવર્ગણાને યોગ્ય પુદ્ગલસમૂહથી ઉત્પન્ન થયેલ છે. સઘળા આત્મપ્રદેશોમાં રહેનારું છે, દ્રવ્યરૂપ છે, મનન કરવામાં અત્યંત સાધક હોવાથી આત્માનું કારણ છે. પ્રમત્તજીવ કાય-વચનમનોયોગોથી સમુદિતથી, બેથી કે એકથી તથા દ્રવ્ય-ભાવથી કે ભાવથી સંભવિત ઇંદ્રિયાદિ પ્રાણોનું વ્યપરોપણ કરે=આત્માથી અલગ કરે તે હિંસા છે.
કોને કેટલા યોગથી હિંસા પ્રશ્ન- સમુદિત યોગો પ્રાણાતિપાત પાપને ઉત્પન્ન કરનાર છે એ પ્રતીત જ છે પણ પ્રત્યેક યોગો પ્રાણાતિપાત પાપને ઉત્પન્ન કરનારા કેવી રીતે છે?
ઉત્તર– અહીં તે વિચારવામાં આવે છે– પૃથ્વી-પાણી-તેલ-વાયુ-વનસ્પતિઓને એક કાયયોગ જ હોય છે, સ્પર્શન નામની ઇંદ્રિય એક જ હોય છે. વચન-મનોયોગ ન હોય. તેમને કાયાના વ્યાપારથી જ ઉત્પન્ન કરાયેલ પ્રાણાતિપાત હોય.
બે ઇંદ્રિય-તે ઇંદ્રિય-ચઉરિંદ્રિય-અસંક્ષિપંચેંદ્રિય જીવોને કાય-વચનયોગ હોય, બે ઇંદ્રિય જીવોને સ્પર્શન-રસના નામની બે ઇંદ્રિયો હોય, તેઇંદ્રિય જીવોને સ્પર્શન-જીભ-નાક એ ત્રણ ઇંદ્રિયો હોય, ચઉરિંદ્રિય જીવોને સ્પર્શન-જીભ-નાક-આંખ એ ચાર ઇંદ્રિયો હોય, અસંજ્ઞિ પંચેદ્રિયોને પાંચેય ઇંદ્રિયો હોય.
એકેંદ્રિયાદિ બધા જીવોને દ્રવ્ય અંતઃકરણ(મન) ન હોય. ભાવ મન તો હોય છે જ. કેમકે ભાવમન આત્મસ્વરૂપ છે. ભાવમન દ્રવ્યઅંતઃકરણ(મન) વિના પટલથી આવરાયેલી આંખની જેમ અસ્પષ્ટ અને મંદ હોય છે.
સંક્ષિપંચેંદ્રિય જીવોને મનસહિત પાંચ ઇંદ્રિયો હોય છે, એમની પ્રજ્ઞા તીવ્ર હોય છે. કાયા-વચન-મનોયોગ એ ત્રણ યોગવાળા હોય છે. ઉત્કૃષ્ટથી સાતમી નરકમાં જવાને યોગ્ય પ્રાણાતિપાતાદિ પાપને આચરે