Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૧૧ ના રૂતિ આત્મા સર્વગત(=સર્વ સ્થળે રહેલો) છે. તેથી મનવચન-કાયાથી થનારી ગમનાગમન-નિરીક્ષણ-ભોજન વગેરે ક્રિયા ન હોય. ક્રિયાઓના અભાવથી આત્મા નિષ્ક્રિય છે એમ કહે છે. તે દર્શન પણ સંગત નથી. આત્મા સર્વગત છે એમાં પ્રમાણ નથી. પાસે જઈને કહેવાય છે કે, સર્વગત આત્માને બધા સ્થળે સર્વની પ્રાપ્તિનો (કે સર્વના જ્ઞાનનો) પ્રસંગ આવે.
પૂર્વપક્ષ– જ્યાં ઉપભોગની પ્રાપ્તિનો આધાર એવું શરીર છે ત્યાં જ પ્રાપ્તિ થાય. બીજા સ્થળે શરીર ન હોવાથી ઉપભોગની પ્રાપ્તિ ન થાય. ઉત્તરપક્ષ– તે યુક્ત નથી. કેમકે બીજા સ્થળે પણ શરીરો છે. પૂર્વપક્ષ– પોતાના પુણ્ય-પાપથી જે શરીર ઉત્પન્ન કરાયું છે ત્યાં પ્રાપ્તિ થાય. (બીજા સ્થળે નહિ.).
ઉત્તરપક્ષ– તે યથાર્થ નથી. આત્મા નિષ્ક્રિય હોવાથી આત્માના પોતાના તે પુણ્ય-પાપ જ ક્યાંથી હોય ? નિષ્ક્રિય આત્માને સંસાર છોડવાના અને મુક્તિ મેળવવાના ઉપાયોનું આચરણ ન હોવાથી નિષ્ક્રિયપણાનો પક્ષ અનુચિત જ છે.
આદિ શબ્દના ગ્રહણથી આત્મા ક્ષણવિનશ્વર છે, માત્ર વિજ્ઞાનરૂપ છે, માત્ર સ્કંધરૂપ છે અથવા અવક્તવ્યરૂપ છે એમ ઉત્પન્ન કરવું=પ્રકાશિત કરવું તે સઘળું ય અસત્ય છે.
અસના જ બીજા ભેદનું વ્યાખ્યાન કરવા માટે કહે છે- “શ્વ વ જ તિ યા” એવા પ્રયોગથી પ્રમત્તકર્તાનો નિર્દેશ કર્યો છે. ગૌશબ્દ લોક વડે ગળે લટકતી ગોદડીવાળા શરીરમાં વ્યવહાર માટે પ્રયોજાય છે એમ રૂઢ છે. અશ્વ શબ્દ પણ પગની એકખરી વગેરે અવયવોની રચના વિશેષમાં પ્રસિદ્ધ છે. વક્તા તો મૂઢતાના કારણે અથવા કપટથી અશ્વ ૧. સિદ્ધાંતપક્ષમાં આત્મા સર્વગત નથી. એથી કોઈને કહેવું હોય તો “પાસે જઈને” કહેવાય તો
જ સંભળાય. સર્વગતપક્ષમાં આત્મા બધા સ્થળે હોવાથી ગમે ત્યાંથી બોલે તો પણ આત્માને જ્ઞાન થાય માટે અહીં આત્મા સર્વગત નથી એ જણાવવા “પાસે જઈને એમ કહ્યું છે.