Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૯ શબ્દનો ગાયમાં અને ગો શબ્દનો અશ્વમાં પ્રયોગ કરે છે. એ પ્રમાણે જે ચોર નથી તેને ચોર કહેવો વગેરે પણ સમજી લેવું.
અસનો જ ત્રીજો ભેદ ગહ છે. તેનું વિવરણ કરવા માટે કહે છે“હિંસા ફત્યાતિ, =. ગઈ એટલે કુત્સા. (કુત્સા એટલે નિંદા.) શાસ્ત્રથી નિષિદ્ધ વાણીનું ઉચ્ચારણ ગહિત છે, અર્થાત્ નિંદિત છે. યુક્ત શબ્દનો પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરાય છે. હિંસાથી યુક્તવચન સત્ય અર્થનો બોધ કરાવનારું હોય તો પણ અસત્ય જ છે. કારણ કે હિંસાનિવૃત્તિનો મૃષાવાદાદિ નિવૃત્તિ પરિવાર છે. હિંસા નિવૃત્તિનું જ બધી તરફથી રક્ષણ કરવા માટે જ મૃષાવાદાદિ નિવૃત્તિઓ ઉપદેશેલી છે. તેમાં હિંસાનું લક્ષણ કહ્યું છે. બોલાતા જે વચનથી જીવોને પીડા થાય કે જીવોનો વિનાશ થાય તે હિંસાયુક્ત વચન સત્ય હોય તો પણ આગમમાં નિંદિત હોવાથી અસત્ય જ છે. કારણ કે મૃષાવાદાદિનિવૃત્તિ પ્રાણીઓની પીડાના રક્ષણ માટે છે. તથા પાધ્યયુક્તમ્ - પરુષ એટલે નિષ્ફર(=કઠોર). પરુષનો ભાવ તે પારુષ્ય. પારુષ્ય નિષ્ફર વચનોથી પ્રગટ થાય છે અને અંતરમાં રહેલા અશુભભાવનું સૂચક છે. તે પણ પરપીડાની ઉત્પત્તિનું કારણ હોવાથી સત્ય હોય તો પણ નિંદિત છે.
તથા પૈણયુક્ત- બીજાઓને મર્મસ્થાનમાં પીડા કરનાર પિશુન કહેવાય છે. ઉચ્ચારાતા જે જે વચનથી પરની પ્રીતિ હણાય તે સર્વ વચન પૈશુન્યયુક્ત છે.
આદિ શબ્દથી વાણીવડે છળ, અર્થાત્ છળવચન, દંભવચન, ગાળવચન, ઉદ્વેગકારિવચન, દુર્વચન, કટુવચન, સંદિગ્ધવચન, અહિતવચન, અમિતવચન, અપ્રશસ્તવચન, વિકથાશ્રિતવચન, પ્રવચનવિરુદ્ધ અને સાવઘવચનનું ગ્રહણ કરવું.
આ વિષે આગમ આ છે- “જે (૧) સત્ય (સાવદ્ય હોવાથી) બોલવા યોગ્ય ન હોય. (૨) સત્યામૃષા (મિશ્ર) (૩) મૃષા(=સર્વથા અસત્ય) અને (૪) (આમંત્રણી વગેરે વ્યવહારભાષામાં પણ જે બોલવા યોગ્ય