Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 264
________________ ૨૪૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૩૨ હું ન મરું (એમ વિચારે.) તેવી અવસ્થામાં સર્વસંગનો ત્યાગ કરવો જોઇએ એવો (જ્ઞાનીઓનો) ઉપદેશ છે. સુવાનુવતિઅનુભવેલ પ્રીતિવિશેષનું ચિત્તમાં વારંવાર સ્મરણ કરવું. નિદાનરમ્ તિનિદાન એટલે તપને કે ચારિત્રને કાપવું. જો મારા આ તપનું ફળ હોય તો હું અન્ય જન્મમાં ચક્રવર્તી, વાસુદેવ, મહામાંડલિક રાજા, ઐશ્વર્યવાળો કે રૂપવાન થાઉં ઈત્યાદિ નિદાનકરણ તુચ્છ છે, અનંતસંસારનો અનુબંધ કરનારું હોવાથી ત્યાજ્ય છે. આ ૬૫ અતિચારો જાણવા યોગ્ય છે અને જાણીને ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ આવા પ્રકારનો છે. પ્રશ્ન- સમ્યકત્વના પાંચ અતિચારોનો સંભવ હોવાથી સિત્તેર અતિચારો થાય. ઉત્તર- મુખ્ય પ્રાસાદની પીઠરચનાની જેમ સમ્યકત્વ અણુવ્રત આદિના આધારરૂપ છે. આથી સમ્યકત્વ વ્રત-શીલોનો આધાર હોવાથી વ્રત-શીલોના અતિચારોમાં સમ્યકત્વના અતિચારોનું ગ્રહણ કર્યું નથી. તતેડુ ઈત્યાદિથી ઉપસંહાર કરે છે. તેથી=અનર્થો જોવામાં આવતા હોવાથી આ પાંસઠ અતિચારોમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદ યોગ્ય છે. (૭-૩૨) भाष्यावतरणिका- अत्राह- उक्तानि व्रतानि वतिनश्च । अथ दानं किमिति । अत्रोच्यते ભાષ્યાવતરણિકાર્થ– અહીં કહે છે- વ્રતો અને વતીઓ કહ્યાં. હવે દાન શું છે? અહીં કહેવામાં આવે છે– टीकावतरणिका- अत्राहोक्तमित्यादिना सम्बन्धमाचष्टे, अत्र व्रतेषु व्रतिषु च व्याख्यातेषु तदनुवादद्वारेण दानं प्राप्नोति, उक्तानि अभिहितानि लक्षणतो व्रतानि वतिनश्च, तदनन्तरमुद्दिष्टमथ दानं किमिति, ૧. બાર વ્રતના પાંચ પાંચ અને સંલેખનાના પાંચ એમ ૬૫ અતિચારો.

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280