Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 277
________________ સૂત્ર-૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૨૫૩ દષ્ટફલાનપેક્ષિતા– રાજ્ય, ઐશ્વર્ય અને સુખ વગેરે દષ્ટફળ છે અથવા સાંસારિક સુખ વગેરે) બધું દષ્ટફળ છે. સ્વર્ગાદિ પણ દષ્ટ જ છે, કેમકે બહુવાર અનુભવ્યું છે. જે તેની અપેક્ષા ન રાખે=પ્રાર્થના ના કરે તે દષ્ટફલાનપેક્ષી. તેનો ભાવ તે દષ્ટફલાનપેક્ષિતા. ઉપધાનો અભાવ ઉપધા માયાકષાયથી કરાયેલ ભાવદોષ છે. જેમ કે ટોપલી(ત્રછાબડી) વગેરે ઉપકરણમાં આપવા યોગ્ય અન્ન વગેરે વર્ણગંધ આદિથી ઉત્તમ હોય તે નીચે રાખે અને નિસાર વગેરે ઉપર રાખે. નિદાનનો અભાવ– નિદાનનું લક્ષણ પૂર્વે (અ.૭ સૂ.૩ માં) કહ્યું છે. સ્વર્ગ અને મનુષ્ય જન્મની પ્રાપ્તિનો અભિપ્રાય ન હોવાથી કેવળ નિર્જરા માટે જ દાન કરે. આથી નિદાનનો અભાવ છે. જે દાતાનું સંસારથી અને પોતાનું દુર્ગતિભયના પ્રપાતથી( દુર્ગતિમાં પડવાના ભયથી) રક્ષણ કરે તે પાત્ર. તેનો વિશેષ એટલે પ્રકર્ષવૃત્તિતા(=ઉત્કૃષ્ટ સ્થિતિ). પ્રકર્ષવૃત્તિતા કેવી છે તેને કહે છે“ સ ર્જન-જ્ઞાન-વારિત્રસમ્પન્નતા રૂતિ તેમાં સમ્યત્વ નૈસર્ગિકઅધિગમિક, ક્ષાયિકાદિના ભેદથી પ્રકર્ષ-અપકર્ષ સ્થિતિવાળું છે. જ્ઞાન પણ જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમ આદિથી થતો આત્મપરિણામ છે. ચારિત્ર પણ સામાયિક આદિના ભેદથી ઘણા પ્રકારનું છે. એમનાથી સંપન્નતા=યુક્તતા, અર્થાત્ સમ્યકતાદિના પરિણામનો અનુભવ. આ પ્રમાણે વિધિ આદિના વિશેષથી દાનફળ વિશિષ્ટ, વિશેષ વિશિષ્ટ અને અતિશય વિશિષ્ટ છે અને તેનાથી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવાનુવાદકારની પ્રશસ્તિ આ પ્રમાણે પ.પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે શરૂ કરાયેલી (અને છઠ્ઠા અધ્યાયના ૨૩મા સૂત્રમાં વિનયસન્નતા પદ સુધી પૂર્ણ કરાયેલી) પછી છઠ્ઠી અધ્યાય સુધી આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ વડે પૂર્ણ કરાયેલી અને ત્યાર પછી(=સાતમા અધ્યાયથી બાકી રહેલી ટીકા) તેમના શિષ્ય વડે પૂર્ણ કરાયેલી તત્ત્વાર્થાધિગમ સૂત્રની સાતમા

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280