Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 268
________________ ૨૪૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૩૩ અતિસર્ગ એટલે ત્યાગ. અહીં ત્યાગ શબ્દથી માત્ર “છોડી દેવું એમ કહેવાતું નથી, તો શું કહેવાય છે? દાન(=આપવું) કહેવાય છે, અર્થાત્ ત્યાગ એટલે વિશિષ્ટ સંપ્રદાન. તે સંપ્રદાન અરિહંત ભગવંતો અને સાધર્મિકો છે. તેમાં અરિહંતોને પુષ્પ-નૈવેદ્ય-ધૂપ-ચામર-છત્ર-કળશધ્વજા-ચંદરવો-મુગટ-આભરણ વગેરે અપાય છે. સાધર્મિકો સાધુઓ અને શ્રાવકો એમ બે પ્રકારના છે. યથોક્ત જ્ઞાન-દર્શન-ક્રિયાના આચરણથી યુક્ત હોય તે સાધુઓ છે. સમ્યકત્વ અને અણુવ્રતાદિ બાર પ્રકારના ધર્મને સેવનારા હોય તે શ્રાવકો છે. તેમને દેશ-કાળને અનુરૂપ દાન કરવું. આવા પ્રકારના સૂત્રાર્થનું પ્રતિપાદન કરવા માટે માત્માનુપ્રદાર્થ ઇત્યાદિ ભાષ્ય છે.. આ ભાષ્યથી દાતાની “વિશેષ બુદ્ધિ જણાવવામાં આવે છે. શ્રદ્ધાદિગુણોનો યોગ દાનનો ઉપાય છે. ગ્રહણ કરનાર પાત્રવિશેષ છે. આપવા યોગ્ય સંપત્તિ છે. (માત્મપરાનુહાઈ~) આત્મ-પરનો અનુગ્રહ જેનો અર્થ =પ્રયોજન) છે તે આત્મપરાનુગ્રહાર્થ. તે અનુગ્રહ વિશુદ્ધબુદ્ધિથી આપનારને કર્મનિર્જરા આદિ ફળવાળો થાય છે. આથી અનુગ્રહનું ગ્રહણ કરવાથી દાતા વિશુદ્ધ બુદ્ધિવાળો હોય એવો અર્થ પ્રાપ્ત થાય છે. અન્યથા અનુગ્રહનો આભાસ જ થાય. નિર્જરા ફળ ઉપાય વિના પ્રાપ્ત ન થાય માટે અહીં ઉપાયનું ગ્રહણ કર્યું છે. દેશ-કાળ-પુરુષ અવસ્થાને જોઇને, આગમને અનુસરનારા બનીને, પ્રમોદથી પૂર્ણ ચિત્તથી, રોમાંચરૂપ વસ્ત્રથી આચ્છાદિત શરીરવાળા બનીને, અભુત્થાન-આસનપ્રદાનવંદન-ચરણપ્રમાર્જન-સત્કારપૂર્વક એકાગ્રતા કરીને ઇત્યાદિ ઉપાય છે. માત્મા’ તિ આત્મા એટલે દાતા. દાતા શ્રદ્ધા-શક્તિ-સત્ત્વ-ક્ષમાવિનય-તૃષ્ણાનો અભાવ વગેરે) ગુણોથી યુક્ત અને “હું આપું એમ આપવાના પરિણામવાળો હોવો જોઈએ. ૧. લેનારને પણ ઉપચારથી સંપ્રદાન કહેવાય, અથવા મffબpય: સમ્રતાનમ (સિ.લે. ૨-૨ ૨૫) એ સૂત્રથી જેને આપવાનું હોય તેને સંપ્રદાન કહેવાય. ૨. અનુગ્રહ ન હોય છતાં અનુગ્રહ જણાય તે અનુગ્રહનો આભાસ છે.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280