Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 263
________________ સૂત્ર-૩૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૨૩૯ निदानकरणमिति निदानमवखण्डनं तपसः चारित्रस्य वा, यद्यस्य तपसो ममास्ति फलं ततो जन्मान्तरे चक्रवर्ती स्यामर्द्धभरताधिपतिर्महामाण्डलिकः सुभगो रूपवानित्यादि, एतच्चाधममनन्तसंसारानुब्धित्वात् परित्याज्यमिति ॥ एते पञ्चषष्टिरतिचारा ज्ञेयाः परिहार्याश्च ज्ञात्वा, इत्थमगारिधर्म एवंप्रकारः । ननु सम्यक्त्वातिचारपञ्चकसम्भवात् सप्ततिरतीचाराः स्युरिति, उच्यते , सम्यक्त्वं हि मूलप्रासादपीठरचनावदाधारभूतमणुव्रतादीनाम् अतस्तस्याधारत्वान्न व्रतशीलेष्वतिचारग्रहणं, तदेतेष्वित्यादिना उपसंहरति, तस्मादपायदर्शनादेतेषु पञ्चषष्टिष्वतिचारेषु प्रमादो न कार्यः, अप्रमादस्तु न्याय्य इति ॥७-३२॥ ટીકાર્થ– આશંસા શબ્દનો જીવિત-મરણ શબ્દોની સાથે સંબંધ કરતા ભાષ્યકાર કહે છે. ગીવિત શંસા રૂલ્યતિ, સંલેખનાના અંતે જેણે પ્રત્યાખ્યાન સ્વીકાર્યું છે તેને આ અતિચારો થાય છે. જીવિત એટલે પ્રાણધારણ કરવા. તેમાં હું બહુકાળ સુધી જીવું એવી આશંસા=અભિલાષા તે જીવિતાશંસા. વસ્ત્ર-માલ્ય-પુસ્તકવાંચન આદિ પૂજાને જોવાથી અને લોકપ્રશંસાને સાંભળવાથી તે એમ માને છે કે હું જીવું એ જ હિતકર છે, કારણ કે અનશનનું પ્રત્યાખ્યાન કરનારા પણ મારા નિમિત્તે આવા પ્રકારની આ વિભૂતિ વર્તે છે. મરણાશંસા આનાથી વિપરીત છે. અનશન સ્વીકારનારા તેને કોઈ શોધતું નથી, તેની પૂજા થતી નથી. તેનો આદર થતો નથી. કોઈ તેની પ્રશંસા કરતો નથી. તેથી તેના ચિત્તમાં આવા પ્રકારનો પરિણામ થાય છે- પુણ્યહીન હું જલદી મરું. આ પ્રમાણે મરણાશંસા છે. મિત્રાનુરી તિ જેઓ સ્નેહ કરે તે મિત્રો. જેમના જીવન-મરણ સાથે થયા છે તે મિત્રોમાં અનુરાગ=સ્નેહ, જે સ્નેહ મિત્રને તેવી પણ અવસ્થામાં છોડતો નથી. આ પ્રમાણે મિત્રાનુરાગ અતિચાર છે. (મિત્રના ઉપલક્ષણથી) પુત્રાદિ વિષે પણ તે રીતે યોજવું. મિત્રને ઉપકાર કર્યા વિના અથવા પુત્રાદિને સ્થાનમાં સ્થાપ્યા વિના ઠેકાણે પાડ્યા વિના)

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280