Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૩૭
ઘઉં, વિશેષ પ્રકારની ડાંગર વગેરેમાં મૂકવો તે સચિત્તનિક્ષેપ છે. કઇ બુદ્ધિથી મૂકે ? નહિ આપવાની બુદ્ધિથી મૂકે. તે એમ જાણે છે કે સચિત્તમાં નાખેલી વસ્તુને સાધુઓ લેતા નથી. આથી આપવા યોગ્ય વસ્તુને ચિત્તમાં મૂકી દેવી. સાધુઓ ન લે એ મને લાભ થાય.
‘સવિત્તવિધાનમ્’ કૃતિ પિધાન એટલે ઢાંકવું. સચિત્ત સૂરણ-કંદ-કાકડી આદિથી આપવા યોગ્ય વસ્તુને ઢાંકવી તે સચિત્તપિધાન. આમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિથી સચિત્તથી ઢાંકે છે.
‘પરવ્યપરેશ’ વૃત્તિ પૌષધોપવાસના પારણાના કાળે ભિક્ષા માટે ઉપસ્થિત થયેલા અને પ્રત્યક્ષ અન્ન વગેરેને જોતા સાધુને શ્રાવક કહે- આ બીજાનું છે, અમારું નથી, આથી હું આપતો નથી. આ સત્ય નથી, ૫રમાર્થથી તો તે તેનું જ છે અથવા કહે કે આ બીજાનું છે. આથી તમે ત્યાં જઇને માગો.
હોવા છતાં માગેલું ન આપે અથવા મગાયેલા તે ગરીબે આપ્યું તો શું હું તેનાથી પણ ઉતરતો છું? આમ માત્સર્યથી આપે. અન્યની ઉન્નતિના કારણે વૈમનસ્ય થાય એ માત્સર્ય છે. અથવા કષાયથી દૂષિત થયેલા ચિત્તથી આપે તે માત્સર્ય.
‘ાજ્ઞાતિમ:’રૂતિ સાધુઓના યોગ્ય ભિક્ષાકાળને વીતાવીને કે ભિક્ષાકાળ થયા પહેલાં પૌષધોપવાસી ભોજન કરે. તે કાલાતિક્રમ ગ્રહણ કરનારને અપ્રીતિકર છે. અનવસરે આપવું એ અતિચાર છે. આ પ્રમાણે આ પાંચ અતિથિસંવિભાગના અતિચારો છે. (૭-૩૧)
टीकावतरणिका शीलस्य सप्तधाऽतिचारानभिधाय सम्प्रति मारणान्तिकसंलेखनायाः केऽतिचारा भवन्तीत्याह
ટીકાવતરણિકાર્થ– સાત પ્રકારના શીલના અતિચારોને કહીને હવે મારણાંતિકસંલેખનાના અતિચારો કયા છે એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે— સંલેખના વ્રતના અતિચારો—
जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि
૫૦૭-૨૦