Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૧
સેવે છે ત્યારે તેમાં કોઇ ક્રિયા નથી હોતી, ચેતન એકમાં જ ક્રિયા હોય છે. આથી તે બેની ક્રિયા તે “મૈથુન” એવો વિગ્રહ બરોબર નથી. આના પ્રત્યુત્તરમાં વેતનમપિ વગેરે કહ્યું છે. આ કથનના આધારે બેની ક્રિયા છે.
આગમમાં તો મૈથુન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી-રૂપીમાં કે રૂપસહગત દ્રવ્યોમાં મૈથુન તે દ્રવ્યથી છે. અહીં રૂપ એટલે અચેતન એવું માત્ર પ્રતિમાદિ પુદ્ગલ દ્રવ્ય. રૂપ શબ્દનો માત્ર વર્ણ અર્થ નથી. રૂપસહગત-રૂપ એટલે તે જ પુદ્ગલદ્રવ્ય. તેવા રૂપની સાથે એકમેક થઇને રહેલા જીવ દ્રવ્યો. ગત એટલે પરસ્પરના સંબંધવાળા પરિણામથી પરિણત, અર્થાત્ રૂપસહગત એટલે ચેતનાવાળા શરીરો. (ભાવાર્થ- રૂપ એટલે રૂપી પુદ્ગલદ્રવ્યો. રૂપ સહગત એટલે જીવતા જીવના શરીરો.) રૂપ અને રૂપસહગત સંબંધી મૈથુન દ્રવ્યથી છે. ક્ષેત્રથી હમણાં જ કહ્યું તેમ જાણવું, અર્થાત્ ત્રણ લોકમાં મૈથુન સેવવું તે ક્ષેત્રથી મૈથુન છે. કાળ અને ભાવ પૂર્વવત્ જાણવા. ભાવ આત્માના રાગ-દ્વેષરૂપ પરિણામ છે. એથી પ્રમત્તયોર્ એ પદ અહીં ચાલ્યું આવતું હોવા છતાં ઉપયોગી નથી. જ્યાં અપ્રમત્ત બનીને મૈથુન સેવન થાય ત્યાં કર્મબંધ ન થાય. ત્યાં પ્રમત્તયોગનું ગ્રહણ સાર્થક થાય. કર્મબંધ પ્રાણાતિપાતની જેમ પ્રમત્તને થાય, અપ્રમત્તને નહિ. અહીં રાગ-દ્વેષના અનુસરણનો વિચ્છેદ ન થયો હોવાથી સર્વ અવસ્થામાં મૈથુન સેવનારને કર્મબંધ થાય. કહ્યું છે કે- (ામ=) અમને આ અનુમત છે કે (વૈપિ લેવુ=) સઘળા મૂલોત્તરગુણોમાં ઉત્સર્ગ-અપવાદ(=નિષેધ-અનુજ્ઞા) એ બંને યુક્ત છે તો પણ અબ્રહ્મસેવનને છોડીને તેમાં ઉત્સર્ગ જ યુક્ત છે. કારણ કે અબ્રહ્મ સેવન રાગ-દ્વેષ વિના ન થાય.” (બૃહત્કલ્પ ચોથો ઉદ્દેશો ગાથા-૪૯૪૪)
આથી અહીં પ્રમત્ત શબ્દનું ગ્રહણ નિરર્થક જ છે. અથવા મંડૂકપ્લુતિ' ન્યાયથી અધિકારની અનુવૃત્તિ થાય છે. (આથી અહીં પ્રમત્તયોર્ એ પદની અનુવૃત્તિ નથી.)
૧. મંડૂક એટલે દેડકો. પ્લુતિ એટલે કૂદીને જવું. જેમ દેડકો કૂદતો કૂદતો વચલી ભૂમિને સ્પર્શતો નથી તેમ જ્યાં સૂત્રોમાં વચ્ચે વચ્ચે અનુવૃત્તિ ન હોય ત્યાં મંડૂકપ્લુતિ ન્યાય લાગુ પડે.