Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૩૫ પ્રાર્થના- પ્રકર્ષથી અર્થના( યાચના) કરવી તે પ્રાર્થના. યાચનામાં જ શ્રદ્ધા હોવાથી જેની પાસે કંઈ પણ નથી, તૃષ્ણાથી વશ કરાયેલ તે પણ અધિકની જ યાચના કરે છે.
કામ– ઇચ્છવું તે કામ. જે પ્રમાણે ઉત્તમદ્રવ્ય હોય તેની કામના કરવી, અર્થાત જે જે ગુણવાનદ્રવ્ય હોય તેની તેની આશા રાખે છે.
અભિલાષ- અભિલાષ માનસિક જ વ્યાપાર છે. પરની ઋદ્ધિ જોવાથી જેની ચિત્તવૃત્તિ ઋદ્ધિ તરફ ખેંચાણી છે એવો જીવ અભિલાષા રાખે છે કે આ પ્રમાણે મારી પણ સંપત્તિ થાઓ.
કાંક્ષા- ક્ષ ક્ષિા | કાંક્ષા એટલે મેળવવાની મતિના પરિણામનો વિચ્છેદ ન થવો.
ગાÁ– જે ગૃદ્ધિ(=આસક્તિ) કરે તે ગઈ. “વાઘ” એ સૂત્રથી સન્ પ્રત્યય થયો છે. ગઈ અને ગૃધ એ બંને શબ્દોનો એક અર્થ છે. જેવી રીતે માંસનો અર્થી ગીધપક્ષી આંખથી દૂરથી જ જોઇને ત્યાં આવી પડે છે. તેવી રીતે લોભ કષાયને આધીન બનેલા જીવો દ્રવ્યોત્પત્તિના જે જે સ્થાનો હોય તે સ્થાનોમાં આવીને કંઈક મેળવે છે. આથી ગર્ધનો ભાવ કે ક્રિયા તે ગાળું. મૂછ– મૂછનું વ્યાખ્યાન પહેલાં કરેલું જ છે. અર્થથી અન્ય તે અર્થાન્તર. અર્થાન્તર નહિ તે અનર્થાન્તર. સઘળો ય આ આવા પ્રકારનો લોભકષાયરૂપ કલિયુગ વિકાસ પામે છે, કલિયુગ અને લોભકષાયમાં કોઈ ભેદ નથી. (૭-૧૨)
भाष्यावतरणिका- अत्राह- गृह्णीमस्तावद् व्रतानि । अथ व्रती क इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– અહીં કહે છે. વ્રતોને અમે સ્વીકારીએ છીએ= જાણીએ છીએ. હવે વતી કોણ છે? અહીં કહેવાય છે–