Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૪ | (એકસંયોગી ૩૦, દ્વિસંયોગી ૩૬૦, ત્રિસંયોગી ૨૧૬૦, ચતુઃસંયોગી ૬૪૮૦, પંચસંયોગી ૭૭૭૬ ભાંગા થાય. કુલ ૧૬૮૦૬ ભાંગા થાય, તેમાં ઉત્તરગુણ અને અવિરતસમ્યગ્દષ્ટિને મેળવતાં ૧૬૮૦૮ ભાંગા થાય.)
અણગારના ગચ્છવાસી અને ગચ્છનિર્ગત એમ બે ભેદો છે. ગચ્છવાસી પુરુષો આચાર્યાદિના ભેદથી પાંચ પ્રકારે છે. સાધ્વીઓ પણ પ્રવર્તિની આદિ ભેદથી પાંચ પ્રકારે જ છે. સાધ્વીઓ સદા ગચ્છમાં રહેનારી જ હોય. જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિ, પ્રતિમાને સ્વીકારનારા વગેરે ગચ્છનિર્ગત છે. અહીં ગચ્છવાસી આદિમાં વ્રતભેદ નથી. સામાચારીથી કરાયેલી ઘણી વિશેષતા છે. સામાચારીને આશ્રયીને રહેલા ભેદની સૂત્રકારે વિવક્ષા કરી નથી.
હવે ભાષ્યથી સૂત્રના અર્થને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે- “ પણ વ્રતી ફત્યાદિ, અનંતર સૂત્રાર્થમાં આ સૂત્રનું અનુસંધાન કરે છે. અનંતર સૂત્રમાં સામાન્યથી જે નિઃશલ્ય વતી કહ્યો છે તે આ વ્રતી મૂલભેદથી બે પ્રકારનો જ છે. મૂળ બે ભેદનો નિર્દેશ કરવાની ઇચ્છાથી કહે છે- અગારી અને અણગાર. જેને અગાર છે તે અગારી પરિગ્રહ-આરંભવાળો, અર્થાત ગૃહસ્થ. જેને અગાર નથી તે અણગાર, અર્થાત્ જેણે આરંભપરિગ્રહનો ત્યાગ કર્યો છે તે. આ બેનું જ પર્યાયશબ્દ કહેવા દ્વારા વ્યાખ્યાન કરે છે. શ્રાવક અને શ્રમણ. સમ્યકત્વનો અને પાંચ અણુવ્રતોનો સ્વીકાર કરનાર જે સાધુઓની પાસે દરરોજ સાધુઓની અને અગારીઓની સામાચારીને સાંભળે તે શ્રાવક. જે તપ કરે તે શ્રમણ.
ત્યજ્યુરો વહુનં (પા.અ.૩ પા.૩ સૂ.૧૧૧) એ સૂત્રથી કર્તા અર્થમાં મન પ્રત્યય થયો છે. શ્રમણ પ્રવ્રયાદિવસથી આરંભી તપ કરે છે, સકળ સાવદ્યયોગોથી વિરત છે. ગુરુના ઉપદેશથી યથાશક્તિ સ્વાધ્યાય વગેરે જીવનપર્યત સમ્યફ આચરે છે કરે છે. આ પ્રમાણે શ્રાવક અને અગારી તથા શ્રમણ અને અનગાર એ પ્રમાણે અત્યંત પ્રસિદ્ધ-પર્યાયવાચી બે ૧. પ્રવર્તિની, અભિષેકા(=પ્રવર્તિની પદને યોગ્ય હોય તેવી), ગણાવચ્છેદિકા, સ્થવિરા અને રત્નાધિકા એ પાંચ પ્રકાર હોય તેમ જણાય છે.