Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૨૩
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ મૃત્યન્તર્ધાન આ બધા શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે. આ પાંચ દિકપરિમાણના અતિચારો છે. ઊર્ધ્વ– પર્વત-વૃક્ષ-શિખર ઉપર ચઢવા આદિનું પરિમાણ. અધો– અધોલૌકિકગ્રામ-ભોંયરું-કૂવો આદિનું પરિમાણ. તિર્ય– તિર્યગૂ પણ યોજનાની મર્યાદાના અભિગ્રહનો વ્યતિક્રમ.
ક્ષેત્રવૃદ્ધિ- એક તરફ સો યોજન પરિમાણનો અભિગ્રહ કર્યો, બીજી તરફ દસ યોજનના પરિમાણનો અભિગ્રહ કર્યો. તે (દશ યોજનવાળી) દિશામાં દશ યોજનથી અધિક સુધી જવાનું પ્રયોજન ઉત્પન્ન થયું. સો યોજનમાંથી દશ યોજન લઈને તેમાં નાખીને એક તરફ વધારે. આ ક્ષેત્રવૃદ્ધિ છે.
ઋત્યન્તર્ધાન- મૃત્યન્તનના સ્વરૂપને કહે છે- સ્મૃતિનો નાશ =ભૂલી જવું) એ નૃત્યન્તધન છે. નિયમનું મૂળ સ્મરણ છે. (જો ભૂલી જાય તો નિયમનું પાલન ન થાય માટે સ્મૃતિનાશ અતિચાર છે.)
પ્રશ્ન- જો નિયમને ભૂલી જવું એ અતિચાર છે તો મૃત્યન્તર્ધાન અતિચાર સર્વવ્રતોને લાગુ પડે છે. તો પછી એની ગણતરી સર્વવ્રતોમાં ન કરતા અહીં જ કેમ કરી?
ઉત્તર– દરેક વ્રતના પાંચ અતિચાર ગણાવવાના હોવાથી પાંચની સંખ્યા પૂરી કરવા અહીં તેની ગણતરી કરવામાં આવી છે. બાકી આ અતિચાર સર્વવ્રતો માટે છે. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકામાં કહ્યું છે કે- મયં વાતિવાર: સર્વવ્રતધારોfપ પસંધ્યાપૂરાર્થમત્રોપાત્તા] (૭-૨૫).
टीकावतरणिका- देशविरतेरतिचाराभिधानायाहટીકાવતરણિતાર્થ– દેશવિરતિના અતિચારોને જણાવવા માટે કહે છે– સાતમા વ્રતના અતિચારોआनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलप्रक्षेपाः॥७-२६॥