Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૨૫ स्थूलभेदाः, तत्र ये बादराकारपरिणता लोष्टेष्टकाष्ठशलाकादयः तेषां क्षेपः-प्रेरणं, कार्यार्थी हि विशिष्टदेशाभिग्रहे सति परतो गमनाभावात् लोष्टादीन् परेषां प्रतिबोधनाय क्षिपति, लोष्टादिपातसमनन्तरमेव च ते तत्समीपमनुधावन्तीत्येते पञ्च देशव्रतस्यातिचारा भवन्ति, यस्माद्गमनागमनजनितप्राणव्यपरोपणपरिजिहीर्षया देशावकाशिकव्रतमभिगृह्णतेऽगारिणः, तत्र च स्वयमुपमईः कृतोऽन्येन वा कारित इति न कश्चित् फले विशेषः, प्रत्युत स्वयंगमने कियानपि गुणो लक्ष्यते, ईर्यापथविशुद्धौ स्वयं निपुणत्वात्, परस्य च प्रमादवतो गमने भूतोपमईसम्भवादिति II૭-રદ્દા
ટીકાર્થ– દિવ્રતવિશેષ જ દેશવ્રત છે. આટલી વિશેષતા છે. એક વ્રતા–દિવ્રત) માવજીવ, વર્ષ કે ચાતુર્માસ સુધીના પરિમાણવાળું છે. (બીજું=)દેશવ્રત તો દરરોજ, દરેક પ્રહર, દરેક મુહૂર્ત આદિના પરિમાણવાળું છે. આના અતિચાર પાંચ છે.
આનયન- ‘દ્રવ્યસ્થાનયન' રૂત્યાદિ વિશિષ્ટ અવધિવાળા ભૂભાગથી આગળ ન જવાનો અભિગ્રહ કર્યા પછી આગળ જવાનો સંભવ ન હોવાથી પોતાનાથી બીજો અવધિ કરાયેલા ભૂભાગથી બહાર રહેલા સચિત્તાદિ દ્રવ્યને લાવવા માટે “આ તારે લાવવું” એમ સંદેશાદિથી પ્રેરણા કરાય તે આનયન પ્રયોગ છે. અહીં બીજાઓ નાનપ્રયોગ એવો પાઠ કહે છે.
પ્રેગ્યપ્રયોગ– બળાત્કારથી (કાર્યમાં) જોડવા=પ્રેરણા કરવી તે પ્રખ્યપ્રયોગ છે. જેમકે અભિગ્રહ કરેલા ભાગને ઓળંગવાના ભયથી મોકલવા યોગ્યને મોકલે. તારે અવશ્ય જઇને મારી ગાય આદિ લાવવું અથવા ત્યાં આ કાર્ય કરવું એ પ્રેધ્યપ્રયોગ છે.
શબ્દાનુપાત – પોતાના ઘરની વાડ કે કોટ આદિથી નિયત કરેલા ભૂમિપ્રદેશ સુધીનો અભિગ્રહ કર્યા પછી બહાર પ્રયોજન ઉત્પન્ન થતાં પોતે ન જઈ શકવાથી વાડ કે કોટ આદિની પાસે રહીને છીંક કે ઉધરસ