Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૭૧
અષ્ટમી આદિ તિથિઓ પર્વો છે. પૂરણ કરવાના કારણે પર્વ કહેવાય છે. કારણ કે પર્વ ધર્મપુષ્ટિનું કારણ છે. પૌષધમાં=પર્વમાં ઉપવાસ તે પૌષધોપવાસ. ઉપવાસ એટલે ત્રણ પ્રકારના કે ચા૨ પ્રકારના આહારનો ત્યાગ. નામ શબ્દ વાક્યાલંકાર માટે છે. અનર્થાન્તર એટલે એક અર્થ. (પૌષધ અને પર્વનો એક જ અર્થ છે.)
‘સોડષ્ટમીમ્’ હત્યાવિ તે પૌષધોપવાસ ઉભયપક્ષમાં અષ્ટમી આદિ તિથિને બુદ્ધિથી નિશ્ચિત કરીને અથવા એકમ આદિ કોઇ એક તિથિને નિશ્ચિત કરીને, આનાથી અન્ય તિથિઓમાં અનિયમ બતાવે છે. અષ્ટમી આદિમાં નિયમ છે. વતુર્થાંઘપવાપ્તિના રૂતિ, અહીં કર્તા અર્થમાં ત્રીજી વિભક્તિ છે. મુમુક્ષુઓને એકવાર ભોજન હોય, મધ્યમ લોકને બે વાર ભોજન હોય. તેમાં મધ્યમનો સ્વીકાર કરીને ચતુર્થ આદિ તપની ગણના છે. ગતદિવસે ભોજન કરીને પ્રત્યાખ્યાન કરે એ પ્રમાણે એક ભોજન કાળ થાય. બીજા દિવસે બે ભોજનનો છેદ થાય. ત્રીજા દિવસે ભોજનકાળે ભોજન કરે. એ પ્રમાણે ચોથું ભોજન કહેવાય છે. એક ઉપવાસ એટલે ચતુર્થ. જે ચતુર્થ વગેરે ઉપવાસ કરે છે અને તેના(=ચતુર્થ વગેરે ક૨વાના) સ્વભાવવાળો છે તે ચતુર્થાઘુપવાસી. આદિ શબ્દના ગ્રહણથી પૂર્વની ગણનાથી જ છટ્ઠ-અક્રમ વગેરે સઘળા તપભેદોનું ગ્રહણ કરવું.
સ્નાન– પાણીથી સ્નાન કરવું. અનુલેપન- ચંદન આદિથી વિલેપન કરવું. ગન્ધ=વાસ. (સુગંધિ દ્રવ્યવિશેષ.) માલ્ય- માળાને યોગ્ય હોય તે માલ્ય, અર્થાત્ પુષ્પસમૂહ. અલંકાર- વસ્ર-કેશ-કડું વગેરે. સ્નાન વગેરે જેના દૂર થયા છે તે. સર્વસાવઘયોગોનો જેણે ત્યાગ કર્યો છે તે. સર્વ શબ્દ અંગે પૂર્વવત્ (સામાયિકના વર્ણનમાં કહ્યું છે તેમ) જાણવું.
કુશસંસ્તાર– કુશ તૃણની જાતિ છે. પોલાણ વગરના કુશતૃણથી કરાયેલ સંસ્તાર તે કૃશસંસ્તાર. પથરાય છે તેથી સંસ્તાર(=શય્યા) છે.
ફલક– ચંપકાદિ વૃક્ષનું પટ્ટખંડ(=પાટિયું કે પાટ). તે પણ પોલાણ (=કાણા વગેરે)થી રહિત હોવું જોઇએ. આદિ શબ્દના ગ્રહણથી વિદલ (=વાંસમાંથી બનેલ આસન વગેરે વસ્ર અને કામળીનું ગ્રહણ કરવું.)