Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૨૦
તે ત્રસ-સ્થાવર જીવોના બંધ અને વધ. તેમાં બંધ શંખ-કીડી-તીડ આદિનો પણ સંભવે છે અને તે પ્રાયઃ નિષ્કારણ છે. તેથી અણુવ્રતીએ તે ન કરવો જોઇએ. ગૃહસ્થે ઉત્સર્ગથી દ્વિપદ-ચતુષ્પદ વગેરે પ્રાણીઓ તેવા જ રાખવા કે જે બાંધ્યા વિના છૂટા રહેતા હોય. તેવા પ્રાણીઓનો સંભવ ન હોય તો સકારણ બંધ કરવો. તે પણ સાપેક્ષ ક૨વો. દયાળુ ગૃહસ્થે દુર્વિનીત પુત્ર-દાસી-દાસ-સેવક વગેરેને કે ગાય-ભેંસ-અશ્વ વગેરેને અતિગાઢ અને અતિગૂઢ ગાંઠથી ન બાંધવા જોઇએ.
વધ પણ એ પ્રમાણે જ છે. કારણ ઉત્પન્ન થાય તો સાપેક્ષપણે મારે. સોટી, ચાબુક આદિથી નિર્દયપણે પ્રહાર ન કરે, કિંતુ ઉંમર પ્રમાણે કાન મોડવા, થપાટ મારવી આદિથી કામ સાધી લે.
તથા કારણ વગર છવિચ્છેદનો પણ ત્યાગ જ કરવો. તેને કહે છેત્વoવ: ‘વાછાવીનામ્’ કૃતિ કાષ્ઠ શબ્દથી વૃક્ષનું ગ્રહણ કરવું. આદિ શબ્દના ગ્રહણથી ભૂમિ, તેઉ, કરા, દ્વિપદ અને ચતુષ્પદનું ગ્રહણ કરવું. કારણ ઉપસ્થિત થાય તો સાપેક્ષ રીતે કરે. ચોર વગેરેને ભય ઉત્પન્ન કરવા માટે અલ્પ કાન કાપવા વગેરે કે આંગળી-કાન-નાસિકાનો અલ્પ છેદ કરવો.
‘પુરુષ’ ફત્યાતિ પુરુષ વગેરે શબ્દોનો દ્વન્દ્વ સમાસ છે. આદિ શબ્દના ગ્રહણથી ગધેડો-ઊંટ-ઘેટો-બકરો વગેરેનું ગ્રહણ કરવું. આ પ્રાણીઓ ઉપર યથાસંભવ અધિકભાર મૂકવો તે અતિચાર છે. શ્રાવકે મુખ્યપણે ભાડા આદિથી આજીવિકાનો ત્યાગ જ કરવો જોઇએ. આજીવિકાનો બીજો ઉપાય ન હોય તો બળદ આદિ ઉપર યથોચિત ભારથી પણ કંઇક ઓછો ભાર મૂકવો જોઇએ. (સમયસ૨) ઘાસ ખવડાવવું અને પાણી પીવડાવવું. અતિશય ગરમીના સમયે છોડી દેવા. દ્વિપદો અંગે પણ એ પ્રમાણે જાણવું.
તેમને જ અન્ન-પાણીનો નિરોધ કરવો એ પાંચમો અતિચાર છે. ‘તેષામ્’ ફત્યાદ્રિ દ્વિપદ-ચતુષ્પદ પ્રાણીઓના અન્ન-પાનના નિરોધનો નિષ્કારણ ત્યાગ જ કરવો જોઇએ. કારણ હોય તો સાપેક્ષપણે કરે.