Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૨૨ પ્રસિદ્ધ સિક્કા( છાપ) આદિથી યુક્ત હોય તે અકૂટ(=સાચી) તુલા છે, તેનાથી વિપરીત કૂટતુલા છે. માન અંગે પણ એ પ્રમાણે જાણવું. આ બંનેથી વચન=છેતરવું. આદિ શબ્દથી વચન અને કાયાની ક્રિયાનું ગ્રહણ કરવું. તેમનાથી યુક્ત=સંબંધવાળું ક્રય ગ્રહણ અને વિક્રયા મૂલ્યથી આપવું. આ બધું ન કરવું જોઈએ. સાર- ખોટા માપ-તોલાથી ક્રય-વિક્રય કરીને બીજાને છેતરવા નહિ.
વૃદ્ધિયો શ રૂતિ સામાન્યથી વ્યાજનો ઓછો-વધારે જે વ્યવહાર ચાલતો હોય તેનાથી વધારે વ્યાજથી રૂપિયા મૂકવા=આપવા તે વૃદ્ધિપ્રયોગ છે. પોતાના રૂપિયા વગેરે વ્યાજથી બીજાને આપે તે વ્યાજ અન્યાયયુક્ત અને ન્યાયયુક્ત હોય. તેમાં દશ-અગિયાર વગેરે અન્યાયયુક્ત વ્યાજનો ત્યાગ કરવો. જો કે વ્યાજ ઉભયની રુચિથી નક્કી કરાય છે તો પણ વધારે વ્યાજ લેવામાં લોકમાં આ અતિશયતૃષ્ણાથી પરાજય પામેલો છે, અર્થાત્ અતિશય લોભી છે એવો અપવાદ થાય. તેની પાસેથી ન્યાયયુક્ત વ્યાજ તો લઈ શકાય.
તિરૂપ વ્યવહારો નાથ' ત્યવિ, નામ શબ્દ સ્વરૂપના અર્થમાં છે. તેથી પ્રતિરૂપhવ્યવહારસ્વરૂપમ્ એવું પદ થાય. સુવર્ણની પ્રતિરૂપકક્રિયા એટલે સુવર્ણ જેવું હોય છે તેવું જ વર્ણ અને ભારેપણું વગેરે ગુણોથી યુક્ત સોના જેવું અન્ય દ્રવ્ય પ્રયોગવિશેષથી બનાવે. રૂપ્ય એટલે પરિમિત દિવસો સુધી રહેનારી ચાંદી. આદિ શબ્દના ગ્રહણથી ઘી-દૂધ-દહીં-તક્રતાંબુ-કાંસુ વગેરેનું ગ્રહણ કરવું. “વ્યાનીરાન ર’ તિ, વ્યાજીકરણ એટલે બીજાઓથી અપહરણ કરાયેલા શિંગડાવાળા(=સંપૂર્ણ શિંગડાવાળા) ગાયો વગેરે પ્રાણીઓના શિંગડાઓને અગ્નિથી પકાવેલા કાલિંગી(=એક જાતની કાકડી કે તરબૂચ) ફળના રસવાળા(=ગરમ કરવાથી તેમાંથી ટપકતા જલબિંદુવાળા) કરવામાં આવે તેથી તે શિંગડાં ઇચ્છા પ્રમાણે નીચે મુખવાળા, સરળ તે તિચ્છ વળેલા કરી શકાય, તેથી ગાય વગેરે પ્રાણીઓ જાણે બીજા હોય તેવા બની જાય છે.શિંગડાઓને