Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૨૨ ત્રીજા વ્રતના અતિચારોस्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रममानोन्मानप्रति
પર્વવ્યવહાર: ૭-૨૨ સૂત્રાર્થ– સ્તનપ્રયોગ, તદાઢતાદાન, વિરુદ્ધરાજયાતિક્રમ, હિનાધિકમાનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ સ્થૂલ અદત્તાદાન વિરતિના અતિચારો છે. (૭-૨૨)
भाष्यं- एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति । तत्र स्तेनेषु हिरण्यादिप्रयोगः । स्तेनैराहृतस्य द्रव्यस्य मुधा क्रयेण वा ग्रहणं तदाहृतादानम् । विरुद्धराज्यातिक्रमश्चास्तेयव्रतस्यातिचारः । विरुद्धे हि राज्ये सर्वमेव स्तेययुक्तमादानं भवति । हीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहारः । कूटतुलाकूटमानवञ्चनादियुक्तः क्रयो विक्रयो वृद्धिप्रयोगश्च । प्रतिरूपकव्यवहारो नाम सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रिया व्याजीकरणानि चेत्येते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति ॥७-२२॥
ભાષ્યાર્થ– આ પાંચ અતિચારો અસ્તેયવ્રતના છે. પાંચ અતિચારોમાં ચોરોમાં હિરણ્યાદિપ્રયોગ એ સ્તનપ્રયોગ અતિચાર છે. ચોરોથી લવાયેલ દ્રવ્ય મફતમાં કે કિંમતથી લેવું તે તદાઢતાદાન છે.
વિરુદ્ધરાજ્યાતિક્રમ અસ્તેયવ્રતનો અતિચાર છે. વિરુદ્ધ રાજ્યમાં સઘળું ગ્રહણ તેયથી યુક્ત હોય છે. હીનાધિક માનોન્માન વ્યવહાર અને પ્રતિરૂપકવ્યવહાર અતિચાર છે.
કૂટતુલા-કૂટમાનથી વંચન આદિથી યુક્ત ક્રય-વિક્રય અને વૃદ્ધિપ્રયોગ એ હીનાધિકમાનોન્માન અતિચાર છે.
પ્રતિરૂપક વ્યવહાર એટલે સુવર્ણ, રૂપ્ય આદિ દ્રવ્યોની પ્રતિરૂપક ક્રિયા અને વ્યાજીકરણ આ પ્રમાણે આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો છે. (૭-૨૨)
टीका- स्तेनाः-चौरास्तान् प्रयुङ्क्ते-हरत यूयं हरणक्रियायां प्रेरणमभ्यनुज्ञानं वा प्रयोगः तदाहृतादानमिति तच्छब्देन स्तेनपरामर्शः