Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૯૨
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૮ રીતે પદાર્થોને બતાવવાના કારણે અન્યદૃષ્ટિ છે. તે પ્રમાણે કહે છેજૈનશાસનથી ભિન્નદૃષ્ટિ તે અન્યદૃષ્ટિ. અસર્વજ્ઞોએ રચેલા વચન આદિના કારણે અન્યદષ્ટિ છે.
તે અભિગૃહીત અને અનભિગૃહીત એમ બે પ્રકારે છે. તેમાં અભિમુખ એટલે સંમુખ, અર્થાત્ આગ્રહ. આ જ તત્ત્વ છે એમ આગ્રહથી ગ્રહણ કરાયેલી દષ્ટિ અભિગૃહીતદષ્ટિ. બુદ્ધવચન કે સાંખ્ય અને કણાદ આદિનું વચન અભિગૃહીત દૃષ્ટિ છે. કોઈ એકના આગ્રહ વિના ગ્રહણ કરાયેલી દષ્ટિ અનભિગૃહીત દષ્ટિ છે. અનભિગૃહીત દૃષ્ટિવાળો જીવ બધાય પ્રવચનોમાં(=દર્શનોમાં) “આ સારા છે” એવી દૃષ્ટિવાળો હોય. યુક્તિથી ઘટેલું કે યુક્તિથી નહિ ઘટેલું એ બધું ય મૂઢતાના કારણે સમાન રૂપે માને છે.
બે પ્રકારના અન્યદૃષ્ટિઓમાં “તર્ યુવત્તાનામ્ ઇત્યાદિથી અભિગૃહીત અન્યદષ્ટિના પરિમાણનું નિરૂપણ કરે છે. “તદ્ યુવત’ એટલે અભિગૃહતમિથ્યાદષ્ટિથી યુક્ત, અર્થાતુ મિથ્યાદર્શનને ભજનારા મિથ્યાદર્શનો મોહની વિચિત્રતાના કારણે અનેક પ્રકારના ઉત્પન્ન થાય છે. કારણ કે નયો અનંત છે. આથી કેટલાક સ્થૂલ ભેદો બતાવવામાં આવે છે.
(૧) ક્રિયાવાદી- વિદ્રિના રૂતિ ક્રિયા કર્તાને અધીન છે. કર્તા વિના ક્રિયાનો સંભવ નથી. આત્મામાં સમવાયસંબંધથી રહેલી તે ક્રિયાને કહે ક્રિયાને કહેવાના સ્વભાવવાળા હોય તે ક્રિયાવાદી. ક્રિયાવાદીઓ આત્માનું અસ્તિત્વ આદિનો સ્વીકાર કરે છે. તે ૧૮૦ છે. ૧૮૦ ભેદો આ ઉપાયથી જાણવા- જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-પુણ્યપાપ-મોક્ષ એ નવ પદાર્થોને ક્રમશઃ ગોઠવીને જીવ પદાર્થની નીચે સ્વ અને પર એ બે ભેદો મૂકવા. તે બેની નીચે નિત્ય અને અનિત્ય એ બે ભેદો મૂકવા. તે બેની નીચે કાળ-ઈશ્વર-આત્મા-નિયતિ-સ્વભાવ એ પાંચ ભેદો મૂકવા. તે આ પ્રમાણે–