Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૮ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૮૯ છે. તેથી અત્યંત લિંગથી અને આગમથી જાણી શકાય તેવા છે. કારણ કે પરમાણુઓ સૂક્ષ્મ અને અતીન્દ્રિય છે તો પણ લિંગથી કાર્યથી અથવા આગમથી જાણી શકાય છે.
વિતામાપુ' કૃતિ કેવળ એટલે એક, સહાયરહિત, મતિ આદિથી રહિત, જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું આત્મસ્વરૂપ અને સકળ શેયપદાર્થોને ગ્રહણ કરનારું જ્ઞાન, અર્થાત્ કેવળજ્ઞાન. તેનાથી ગ્રહણ કરાય છે=જણાય છે. આગમ એટલે ગણિપિટક એવા બાર અંગો. તેનાથી જણાય છે. આથી આગમથી જાણી શકાય તેવા પ્રજ્ઞાપનીય પદાર્થોમાં “આત્મા અસંખ્ય પ્રદેશવાળો હોય કે ન હોય” આવા પ્રકારની શંકા થાય. આ વિષે આગમપાઠ આ પ્રમાણે છે- સંશય કરવો તે શંકા. સંશય મિથ્યાત્વ જ છે. કહ્યું છે કે- સૂત્રમાં કહેલ એક પણ પદની કે એક અક્ષરની પણ જે રુચિ કરતો નથી તે બીજાની રુચિ કરતો હોય તો પણ તેને મિથ્યાદષ્ટિ જાણવો.
કાંક્ષા કાંક્ષાના સ્વરૂપને જણાવવાની ઇચ્છાવાળા કહે છે–
“પેહવિક–પરંતૌષિ ” ત્યાદિ, આ લોકમાં થનારા શબ્દાદિ વિષયો ઐહલૌકિક છે. બુદ્ધ ભિક્ષુઓને ક્લેશરહિત ધર્મનો ઉપદેશ આપ્યો છે. આ ધર્મ પણ ઘટે જ છે. તથા પરિવ્રાજક, ભૌત(=શરીરે રાખ લગાડે તેવા સાધુઓનો) અને બ્રાહ્મણોનો પણ ધર્મ ઘટે જ છે. સ્વર્ગમાં અને મનુષ્યજન્મમાં થનારા શબ્દાદિ વિષયો પારલૌકિક છે. ઐહલૌકિક-પારલૌકિક વિષયોમાં અભિલાષ, અર્થાત્ ઐહલૌકિકપારલૌકિક વિષયોની આશંસા. આશંસા, પ્રીતિ, અભિલાષા, કાંક્ષા આ શબ્દોનો એક અર્થ છે.
અથવા (અન્ય) દર્શનોમાં કાંક્ષા અતિચાર છે. આ વિષે આગમપાઠ આ પ્રમાણે છે- અન્ય-અન્ય દર્શનનો સ્વીકાર કરવો=ઈચ્છા કરવી તે કાંક્ષા છે.