Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૭૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૭
સંલેખનાનો ઉત્કૃષ્ટ કાળ બાર વર્ષ છે. (તનુ=) આટલા કાળ સુધી સંલેખના ન થઈ શકે તો છેવટે સ્વશક્તિની અપેક્ષાએ માસ-અર્ધમાસ જેટલો સંલેખનાકાળ જાણવો.
સમાધિમરણ માટે અંતે સંલેખના સાધુએ અને ગૃહસ્થ અવશ્ય કરવી જોઈએ. ગોષિતા પ્રયોગમાં તેનો સ્વભાવ એ અર્થમાં તૂન પ્રત્યય થયો છે. જોષિતા એટલે સેવનાર=કરનાર.
આ જ અર્થને ભાષ્યથી “સિંહની રૂત્યાદ્રિ થી સ્પષ્ટ કરે છે. કાળદોષ– દુખમા કાળમાં(=પાંચમાં આરામાં) ઘણા વર્ષો સુધી સાધુધર્મના કે ગૃહસ્થ ધર્મના અનુષ્ઠાન કરવાનું દુઃશક્યતઃકઠીન) છે.
સંહાનદુર્બલતાદોષ–સંહનન વજઋષભનારાચ વગેરે છ પ્રકારે છે. સંહનનની દુર્બલતા એટલે હીન થતું સંહનન. ઉપસર્ગદોષ ઉપસર્ગો દેવ-મનુષ્ય-તિર્યંચકૃત અને આત્મસમુત્ય છે. ધર્માવશ્યકપરિહાનિ- ધર્મ (ક્ષમાદિ) દશ પ્રકારે છે. ધર્મ સંબંધી અવશ્ય કર્તવ્યો તે ધર્માવશ્યકો. સાધુના પડિલેહણા વગેરે ધર્માવશ્યકો છે. ગૃહસ્થના પણ ચૈત્યવંદન-વૈયાવૃજ્ય-પૌષધ સ્વીકાર વગેરે ધર્માવશ્યકો છે. તેમની પરિહાનિ=વિનાશ.
કાળાદિના દોષથી ધર્માવશ્યકોની પરિહાનીને જાણીને અથવા કાળાદિ દોષ વિના મરણને નજીકમાં જાણીને આ કરવું જોઇએ. એમ કહે છેનવમૌર્ય રૂત્યાતિ અવમ એટલે ન્યૂન. ન્યૂન ઉદર તે અવમોદર. તેનો ભાવ અવમૌદર્ય(=ઊણોદરી). મુખને વિકૃત કર્યા વિના કુકડીના ઇંડાના માનથી પુરુષનો બત્રીસ કોળિયા અને સ્ત્રીનો અઠ્ઠાવીસ કોળિયા આહાર હોય તેનાથી કંઈક ન્યૂન આહાર વગેરે ભેદથી આગમમાં અવમૌદર્યને(=ઊણોદરીને) અનેક પ્રકારનું કહ્યું છે. ચતુર્થભક્ત વગેરેની ભાવના (પૂર્વે પૌષધોપવાસ વ્રતમાં) કહી છે. આદિ શબ્દના ગ્રહણથી અર્ધમા ખમણ આદિનું ગ્રહણ કરવું.