Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮૧
સૂત્ર-૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ सूत्रार्थ-i.st, sial, वियित्सा , अन्यहरिप्रशंसामने अन्यष्टिसंस्तव में पांय सभ्यशनना मतियारी छे. (७-१८)
भाष्यं– शङ्का काङ्क्षा विचिकित्सा अन्यदृष्टिप्रशंसा संस्तवः इत्येते पञ्च सम्यग्दृष्टेरतिचारा भवन्ति । अतिचारो व्यतिक्रमः स्खलनमित्यनर्थान्तरम् । अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमतेः सम्यग्दृष्टेरर्हत्प्रोक्तेषु अत्यन्तसूक्ष्मेष्वतीन्द्रियेषु केवलागमग्राह्येष्वर्थेषु यः सन्देहो भवति, एवं स्यादेवं न स्यादिति सा शङ्का । ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा काङ्क्षा । सोऽतिचारः सम्यग्दृष्टेः । कुतः । काङ्क्षिता ह्यविचारितगुणदोषः समयमतिकामति । विचिकित्सा नाम इदमप्यस्तीदमपीति मतिविप्लुतिः । अन्यदृष्टिरित्यहेच्छासनव्यतिरिक्तां दृष्टिमाह । सा द्विविधा । अभिगृहीता अनभिगृहीता च । तद्युक्तानां क्रियावादिनामक्रियावादिनामज्ञानिकानां वैनयिकानां च प्रशंसासंस्तवौ सम्यग्दृष्टेरतिचार इति । अत्राह- प्रशंसासंस्तवयोः कः प्रतिविशेष इति । अत्रोच्यते- ज्ञानदर्शनगुणप्रकर्षोद्भावनं भावतः प्रशंसा। संस्तवस्तु सोपधं निरुपधं भूताभूतगुणवचनमिति ॥७-१८॥
ભાષ્યાર્થ– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિપ્રશંસા અને સંસ્તવ એ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. અતિચાર, વ્યતિક્રમ, અલિત આ શબ્દોનો એક અર્થ છે. જેણે જીવ-અજીવાદિ તત્ત્વોને જાણ્યા છે, જેણે ભગવાનના શાસનને ભાવથી સ્વીકાર્યું છે, જેની મતિ (શ્રદ્ધાથી) ચલિત ન કરી શકાય તેવી છે તેવા પણ સમ્યગ્દષ્ટિને અરિહંતે કહેલા, અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય અને કેવળજ્ઞાનથી અને આગમથી જાણી શકાય તેવા અર્થોમાં “આ પદાર્થ આ પ્રમાણે હોય કે આ પ્રમાણે ન હોય એવો સંદેહને શંકા છે.
આ લોક સંબંધી અને પરલોક સંબંધી વિષયોમાં આશંસા તે કાંક્ષા. તે અતિચાર સમ્યગ્દષ્ટિને છે. શાથી? જેણે ગુણ-દોષનો વિચાર નથી કર્યો એવો કાંક્ષા કરનાર જીવ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.