Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૬ यानामन्नपानादीनां द्रव्याणां देशकालश्रद्धासत्कारक्रमोपेतं परयात्मानुપ્રહવૃધ્યા સંયો તામિતિ //૭-૨દ્દા
ભાષ્યાર્થ– આ દિવ્રત વગેરે ઉત્તરગુણોથી યુક્ત અમારી વ્રતી થાય છે. તેમાં દિવ્રત એટલે તિર્ય-ઊર્ધ્વ-અધો અથવા દશેય દિશાઓમાં યથાશક્તિ ગમન પરિમાણનો અભિગ્રહ કરવો.
તેનાથી પછી સર્વ જીવોમાં અર્થથી અને અનર્થથી સર્વસાવદ્યયોગનો અભાવ થાય છે.
દેશવ્રત એટલે ઓરડો, ઘર, ગામ અને સીમા વગેરેમાં યથાશક્તિ પ્રવિચાર માટે પરિમાણનો અભિગ્રહ કરવો. તેની પછી સર્વસાવદ્યયોગનો અભાવ થાય.
આ અગારી વ્રતીના ઉપભોગ અને પરિભોગ અર્થ છે. તેનાથી અન્ય અનર્થ છે. અનર્થ માટે દંડ અનર્થદંડ છે. અનર્થદંડની વિરતિ એ અનર્થદંડવ્રત છે. કાળનું નિયમન કરીને સર્વસાવઘયોગનો ત્યાગ એ સામાયિક છે.
પૌષધમાં ઉપવાસ તે પૌષધોપવાસ. પૌષધ અને પર્વ અનર્થાતર છે. તે આઠમ, ચૌદશ, પૂનમ (કે અમાસ)ને અથવા બીજી કોઈ એક તિથિને નિશ્ચિત કરીને ચતુર્થ વગેરે ઉપવાસી સ્નાન-અનુલેખન-ગંધ-માલ્યઅલંકારના ત્યાગી અને સર્વસાવદ્યયોગના ત્યાગી ગૃહસ્થ કુશસસ્તાર અને ફલક વગેરેમાંથી કોઈપણ સંથારાને પાથરીને અથવા વીરાસન અને નિષદ્યા (આદિ)માંથી કોઈ એક આસન કરીને ધર્મજાગરિકામાં તત્પર બનીને પૌષધોપવાસ કરવો જોઈએ.
અશન-પાન-ખાદિમ-સ્વાદિમ-ગંધ-માલ્ય વગેરેનો, પ્રાવરણઅલંકાર-શયન-આસન-ગૃહ-યાન-વાહન વગેરેનો અને બહુ સાવદ્યનો ત્યાગ કરવો તથા અલ્પસાવધોનું પણ પરિમાણ કરવું તે ઉપભોગપરિભોગપરિમાણ વ્રત છે.