Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૫ દેશ સંબંધી છે, સર્વ સંબંધી નથી એમ જણાવે છે. કચ્છ એ પદ અન્ય પદાર્થની પ્રધાનતાને જણાવે છે. (બહુવ્રીહિ સમાસમાં અન્ય પદાર્થની પ્રધાનતા હોય છે.) વ્રત શબ્દનું વ્યાખ્યાન પૂર્વે કર્યું છે. વ્રત શબ્દનો પર્યાયવાચી શબ્દ નિવૃત્તિ છે. અનેક ભેદોનો સંગ્રહ કરનાર અને સામાન્ય અર્થવાળા તવેવમ્ ઈત્યાદિ શબ્દોથી ઉપસંહાર કરે છે. અત્ અને તત્ શબ્દોનો નિત્ય સંબંધ હોવાથી જે કારણથી આને અણુવ્રતો છે તેથી આ પ્રમાણે=ઉક્ત રીતે અણુવ્રતધર છે=અણુવ્રતોને સ્વીકાર્યા છે. ધરણ એટલે વ્રતો જે રીતે લીધા છે તે રીતે ભૂલવા નહિ અને હવે કહેવાશે તે અતિચારોના ત્યાગથી વ્રતોનું પાલન કરવું. આથી આવા પ્રકારનો જીવ શ્રાવક, અગારી અને વ્રતી છે. પર્યાયવાચી શબ્દોનું કથન ઘણા ભેદોનું પ્રતિપાદન કરવા માટે છે. સમ્યગ્દર્શન વગેરે અગિયાર ઉપાસક ભેદો સર્વશ્રાવક ભેદોના આધારરૂપ છે. આગમ આ પ્રમાણે છે- દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમાન કાયોત્સર્ગ), અબ્રહ્મત્યાગ, સચિત્તત્યાગ, આરંભત્યાગ, પ્રેષ્યત્યાગ, ઉદિષ્ટત્યાગ અને શ્રમણભૂત એમ અગિયાર પ્રતિમાઓ છે.
અતિશય વધતી શ્રદ્ધાવાળો જીવ સ્વશક્તિ પ્રમાણે દર્શન સ્વીકારથી પ્રારંભી શ્રમણભૂત સુધીના સ્થાનોમાં શુભાધ્યવસાયવાળી વિશેષ પ્રકારની વ્રતધારણાદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે છે. આ પ્રમાણે અણુવ્રતધારી અગારી વ્રતી છે. (૭-૧૫).
भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિતાર્થ– વળી બીજું– टीकावतरणिका- किञ्चान्यदित्यनेन प्रस्तुतस्यार्थस्य सम्बन्धं कथयति, गृहीतमिदमुक्तलक्षणान्यणुव्रतानि धारयति गृहीति, किञ्चान्यत् प्रतिपाद्यते, आह
૧. આ પ્રતિમાઓનું વિસ્તૃત વર્ણન પંચાશક ગ્રંથમાં દશમા પંચાશકમાં અને દશાશ્રુત સ્કંધ વગેરે
ગ્રંથોમાં છે, સંક્ષિપ્ત વર્ણન ધર્મસંગ્રહ ભાગ પહેલામાં છે.