Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૫૫ તથા ઈચ્છાપરિમાણનું પ્રત્યાખ્યાન કરે છે. અન્ય સચિત્તાદિ પૂલપરિગ્રહથી વિરમે છે. પરિમાણ ન કરવું એ સ્થૂલ છે. ક્ષેત્ર-વાસ્તુ વગેરે સર્વના ઈચ્છેલા પરિમાણથી અધિકનું પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત-વસ્ત્રનોકર-સ્ત્રી વગેરેમાંથી મારે આટલાનું પ્રયોજન છે તે સિવાયની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરું છું. પ્રત્યાખ્યાનનો વિધિ પૂર્વવત્ જાણવો.
આ પ્રમાણે આ પાંચ વ્રતો અત્યંત અલ્પવિષયવાળા છે, યથોક્ત સર્વવિષયવાળા નથી. જેને વ્રતો છે તે અણુવ્રતવાળો અગારી વ્રતી છે.
પૂર્વપક્ષ– સોડનુવ્રત: એવું સૂત્ર બનાવવું જોઈએ.
ઉત્તરપક્ષ– તમારું કથન સાચું છે. પણ એમ કરવામાં અનગારીના વ્રતનો પરામર્શ થાય. કેમકે તત્ શબ્દથી વિધિ કે પ્રતિષેધ અનંતરનો થાય એવું વચન છે. એથી અગારીને મહાવ્રત ધારણ કરવાનો પ્રસંગ આવે તે યોગ્ય નથી. હવે જો અગારી અને અનગાર એ બેનો સંબંધ કરવામાં આવે તો તે અગારી અને અનગાર અણુવ્રતી છે એવો અર્થ થાય.તેથી મહાવ્રતો સુતરાં નિરાધાર થાય. (કારણ કે બંને અણુવ્રતી છે.) તેથી અગારી શબ્દનું ગ્રહણ કરવું જોઇએ.
પૂર્વપક્ષ– અગારી શબ્દનું ગ્રહણ કરવાની જરૂર નથી. કારણ કે પૂર્વે મહત્ શબ્દથી વિશેષ કરાયેલા વ્રતો, અર્થાત્ મહાવ્રતો જેને છે તે અનગાર મહાવ્રતી છે એ પ્રમાણે કહ્યું છે. આથી સોડનુવ્રત: એ સૂત્રમાં તલ્ શબ્દથી બાકી રહેલા અગારી શબ્દનો જ સંબંધ થશે.
ઉત્તરપક્ષ– જો એમ છે તો અધિકાર માટે “અગારી' શબ્દનું ગ્રહણ કર્યું છે. હવેથી અધ્યાય પૂર્ણ થાય ત્યાં સુધી જે કહેવાશે તે બધું અમારી સંબંધી=અગારીને આશ્રયીને કહેવાશે.
હવે ઉક્ત અર્થના અનુસાર ભાષ્યનો આશ્રય કરવામાં આવે છે– આને અણુવ્રતો છે તેથી અણુવ્રત છે ઈત્યાદિ વૃત્તિ(=ભાષ્ય) દ્વારા આ બહુવ્રીહિ વાક્યથી અર્થને જણાવે છે. મજૂનિ એવા પ્રયોગથી વ્રતો