Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૪૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૩ કહ્યું છે કે- “તીર્થકર વડે લોકમાં શલ્યરહિતને જ સર્વવ્રત ઇચ્છાય છે, અર્થાત્ શલ્યરહિતને જ વ્રત હોય એમ તીર્થકર કહે છે. નિદાનમિથ્યાત્વ-માયાથી વ્રત હણાય છે.”
વ્રતિપણે નિઃશલ્યતાપૂર્વક હોય એમ બતાવતા ભાષ્યકાર કહે છે- વ્રતો એને છે જેથી વ્રતી છે. વ્રતો તે હિસાવિરમણ આદિ છે. વ્રતિપણું પામનારને નિઃશલ્યતા આધાર છે. પૂર્વે કહ્યું છે કે ભૂમ-પ્રશંસાઅતિશાયનમાં મત્વર્થના પ્રત્યયોનું વિધાન હોવાથી વ્રતી છે.
તહેવ ઈત્યાદિ ભાષ્યથી પ્રસ્તુત અર્થનો ઉપસંહાર કરે છેશલ્યરહિતનું જ વ્રતિપણું છે, શલ્યસહિતનું નહિ. કહેલા પણ અર્થને આદર કહેવા(=બતાવવા) માટે કહે છે. માન્ અને રૂનું પ્રત્યાયનો સમાવેશ કરવા માટે વ્રતવાન વ્રત એમ કહ્યું છે. બંનેનો અર્થ એક છે. (૭-૧૩).
टीकावतरणिका- सूत्रसम्बन्धो मुक्तक एव, किमेष व्रती व्यपगतशल्यत्रयो हिंसाद्यभावात् यथोक्तक्रियासमूहविजृम्भितपरिणामः परित्यक्तगृहस्थव्यापारः सर्वान्यागारसम्बन्धेष्वतिनिवृत्तौत्सुक्यः प्रतिज्ञायते उताविरतोऽपि सर्वतः कश्चिद् गृही निश्चीयत इति, अत्रोच्यते- सामान्येन व्रतिनो लक्षणमभिधायामीषामेवा हिंसादीनां सकलदेशविरतिविशेषादधिकृतो થા મવતિ | ટીકાવતરણિતાર્થ સૂત્રનો સંબંધ સ્પષ્ટ જ છે. પ્રશ્ન- જેના ત્રણ શલ્ય દૂર થયા છે તેવો હિંસા વગેરે ન હોવાથી યથોક્ત ક્રિયાસમૂહથી વિકાસને પામેલા પરિણામવાળો, ગૃહસ્થના વ્યાપારો જેણે છોડી દીધા છે તેવો, સર્વ અન્ય ઘરના સંબંધોમાં જેની ઉત્સુકતા અત્યંત નિવૃત્ત થઈ ગઈ છે તેવો આ વ્રતી પ્રતિજ્ઞા કરાય છે? કે સર્વથી અવિરત પણ કોઈ કોઈ ગૃહસ્થ પ્રતિજ્ઞા કરાય છે?
ઉત્તર-વ્રતીનું સામાન્યથી લક્ષણ કરીને આ અહિંસાદિના સર્વવિરતિ અને દેશવિરતિ એવા ભેદથી પ્રસ્તુત વતી બે પ્રકારે છે–