Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૨૯ भाष्यावतरणिका- अत्राह- अथ परिग्रहः क इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– અહીં કહે છે- હવે પરિગ્રહ શો છે? અહીં કહેવાય છે.
टीकावतरणिका- अत्राहेत्यादिना सम्बन्धकथनं, अवधृतहिंसादिलक्षणचतुष्टयोऽपरलक्षणाभिधानप्रस्तावे प्रश्नयति, अथ परिग्रहः क इति, अथाब्रह्मानन्तरं परिग्रह उपदिष्टः स किं ?, लक्षणविषयः प्रश्नः, आचार्य आह-अत्रोच्यते, अत्र लक्षणप्रश्नेऽभिधीयते, बाह्याध्यात्मिकोपधिविशेषसंरक्षणसमुपार्जनसंयोगपर्येषणा या सैव हि શબ્દાન્તરનિર્વિ
ટીકાવતરણિતાર્થ– સત્રદ ઇત્યાદિથી સંબંધનું કથન છે. હિંસાદિ ચારના લક્ષણોનું અવધારણ કરનાર શિષ્ય અન્ય લક્ષણને કહેવાના અવસરે પ્રશ્ન કરે છે. હવે પરિગ્રહ શું છે? અબ્રહ્મ પછી પરિગ્રહનો ઉપદેશ આપ્યો છે. તે પરિગ્રહનું લક્ષણ શું છે? એવો પ્રશ્ન છે. આચાર્ય કહે છે કે, લક્ષણના પ્રશ્નમાં ઉત્તર કહેવાય છે–
બાહ્ય-અભ્યતર ઉપકરણવિશેષનું સંરક્ષણ, સમુપાર્જન અને સંયોગ થાય એ માટે જે શોધ કરવી તે જ અન્યશબ્દથી(=મૂછશબ્દથી) નિર્દિષ્ટ છે.
પરિગ્રહની વ્યાખ્યામૂછ પરિપૂર I૭-૨રા સૂત્રાર્થ મૂછ પરિગ્રહ છે. (૭-૧૨)
भाष्यं- चेतनावत्स्वचेतनेषु च ब्राह्याभ्यन्तरेषु द्रव्येषु मूर्छा परिग्रहः । इच्छा प्रार्थना कामोऽभिलाषः काङ्क्षा गाय मूर्छत्यनर्थान्तरम् ॥७-१२॥
ભાષ્યાર્થ– ચેતનાવાળા અને ચેતના રહિત બાહ્ય-અત્યંતર દ્રવ્યોમાં મૂછ એ પરિગ્રહ છે.
ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષા, કાંક્ષા, ગાર્બ, મૂછ આ બધા શબ્દોનો એક જ અર્થ છે. (૭-૧૨)