Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૦
तु
अपरे त मोहादभिदधते - यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते छलेन वा तथापि तस्य नादत्तादानं, यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तं ब्राह्मणानां तु दौर्बल्याद् वृषलाः परिभुञ्जते, तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददादीति, सर्वमिदमसम्बद्धत्वात् प्रलापमात्रं, श्रोत्रियप्रायदुर्विदग्धजनप्रहत एष पन्था उपेक्षणीयः, सप्रत्यवायत्वादिति, सर्वं चेदं रागद्वेषमोहमूलं, उक्तं मोहजं, रागजं तु यस्य येनार्थित्वं स तस्यापहारमाचरति, लाभसत्कारयश:समावर्जनार्थं वा, द्वेषजं वैरप्रतियातनार्थमिति ॥ ७-१० ॥
૧૧૮
ટીકાર્થ– પ્રમાદના યોગથી એ પ્રમાણે ઉપરથી ચાલ્યું આવે છે. ત્તે =તાં. અહીં કર્મમાં ક્ત પ્રત્યય છે. કર્તાએ જેને મેળવવાને અધિક ઇચ્છેલું હોય તે ચેતન-અચેતન વસ્તુ કર્મ છે. ગ્રહણ કરનારા દેવેંદ્ર આદિ પાંચ વડે આ મારું છે એમ ગ્રહણ કરાયેલું કોઇને અપાયેલું હોય તે દત્ત કહેવાય. જે તેમણે માત્ર ગ્રહણ કરેલું હોય, કોઇને ન આપ્યું હોય તેને સ્વેચ્છાથી, હઠથી=બલાત્કારથી માલિકની સમક્ષ જ લેવું કે ચોરી લેવું તે સ્તેય કહેવાય છે. દેવેંદ્રાદિ વડે પરિગ્રહ કરાયેલું કંઇક અપાતું હોવા છતાં ભગવાને આગમમાં શય્યા-આહાર-ઉપધિમાં અનેષણીયાદિ જેની અનુજ્ઞા આપી નથી તે લેવું તે પણ સ્તેય જ છે. (કેમ કે તીર્થંકરઅદત્ત છે.)
પૂર્વપક્ષ–સૂત્ર આવા પ્રકારનું જ કરવું જોઇએ. “શાસ્ત્ર વડે જે ન અપાયું હોય=જે લેવાની રજા ન અપાઇ હોય તેનું ગ્રહણ કરવું તે સ્ટેય છે.”
ઉત્તરપક્ષ— તમારું કહેવું સાચું છે. આ પ્રમાણે સૂત્ર ક૨વાથી સઘળું લક્ષ્ય ગ્રહણ કરાય છે. તો પણ સંક્ષેપવાળું સૂત્ર બનાવવાના આશયવાળા આચાર્યે સૂત્રરચના એ પ્રમાણે ન કરી.
આ લક્ષણથી હજામના ઘરમાં રહેલા મનુષ્યકેશ વગેરે કે જે ભાવથી ત્યાગ કરાયેલ છે, પ્રયોજન થતા તેનું ગ્રહણ કરવું અથવા કચરા વગેરેના સ્થાનમાં ત્યાગ કરેલા કપડાના ટુકડા વગેરેનું ગ્રહણ કરવું તે સ્ટેય નથી.