Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૦ અહીં કોઇક ભાષ્યના પરિપૃહીતર્યા એવા પાઠના સ્થાને પરિણીતાગૃહીતર્થ એવો પાઠ કહે છે તે યુક્ત નથી. નહિ ગ્રહણ કરાયેલ અને શાસ્ત્રથી અનુજ્ઞા અપાયેલનું ગ્રહણ ચોરી તરીકે ઈષ્ટ નથી. તેથી અપરિગૃહીત એવો પાઠ પ્રસાદના કારણે થયેલો જાણવો. તથા તે જ ભાષ્યકારના શૌચ પ્રકરણમાં પાઠ આ પ્રમાણે છે
બીજાઓ વડે ગ્રહણ કરાયેલ પણ લેવાની રજા ન અપાયેલ તૃણાદિનું પણ ગ્રહણ ચોરી છે તથા બીજાઓએ નહિ આપેલ એવું જે જે શાસ્ત્રમાં વિશેષથી નિંદિત છે તે સઘળું ન લેવું, યાવતુ દાંતખોતરણી વગેરે પણ ન લેવું (1) પ્રકરણકારે અહીં પરિહીતર્થ એમ કહ્યું નથી.
તૃદ્ધિ એ સ્થળે આદિ શબ્દના ગ્રહણથી અનેક પ્રકારના સારઅસાર-ચેતન-અચેતન-મિશ્ર દ્રવ્યપ્રકારોનું ગ્રહણ કરવું. નાત શબ્દ એકવચન વાળો છે, એથી દ્રવ્યજાત એટલે દ્રવ્યપ્રકાર, ગુણ-પર્યાય દ્રવ્યના પરિણામવિશેષ જ હોવાથી તે બેનું અલગથી ગ્રહણ કર્યું નથી.
પૂર્વપક્ષ- આવા પ્રકારના ભાષ્યાર્થમાં બીજાઓ વડે સ્વીકારાયેલ અને નહિ આપેલનું ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવું તે અદત્તાદાન છે. અદત્તાદાનના આવા લક્ષણથી તો અનેષણીય આહારાદિના ગ્રહણનો પ્રસંગ આવે. જેના વડે અનેષણીય વગેરે ગ્રહણ કરાયું છે તે આપે જ છે. તેથી તેના ગ્રહણમાં ચોરી કેવી રીતે ગણાય?
ઉત્તરપક્ષ– ઉત્તર કહેવાય છે. તમે કહ્યું તે સત્ય છે. તે ગૃહસ્થ વડે અપાય છે, પણ શાસ્ત્ર વડે તો નિષેધ કરાય છે. શાસ્ત્રપ્રતિષેધ મહાન છે.
પ્રશ્ન- શાસ્ત્રપ્રતિષેધ હો, નિષેધ કરનારું શાસ્ત્ર પર શબ્દથી વાચ્ય કેવી રીતે છે? પર તો ચેતનાલક્ષણવાળો આત્મા છે.
ઉત્તર– શાસ્ત્રપણ આત્માનું જ્ઞાન છે. જ્ઞાન આત્માનો પરિણામવિશેષ છે. પરિણામી આત્મામાં અભેદથી વર્તતો તે પરિણામવિશેષ પર શબ્દથી વાચ્ય છે. જેમના ઘાતિકર્મોનો સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો છે તે ભગવાનના ઉપદેશથી ઉત્પન્ન થયેલા ભાવકૃતના પરિણામવાળા ગણધર-પ્રત્યેકબુદ્ધ