Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૨૧ સ્થવિરો અનેષણીયાદિનો પ્રતિષેધ કરે છે. વર્ણ-પદ-વાક્યનો સમૂહ દ્રવ્યદ્ભુત છે. પુસ્તકાદિમાં લખાયેલ એ દ્રવ્યશ્રુત ઉપચારથી શાસ્ત્ર કહેવાય છે. આથી સઘળું ય અદત્તાદાન સૂત્ર વડે સંગ્રહ કરાયું છે. આગમમાં અદત્તાદાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદથી ચાર પ્રકારનું કહ્યું છે.
દ્રવ્યથી– જે લેવા યોગ્ય હોય કે પાસે રાખવા યોગ્ય હોય તેવું નહિ આપેલું દ્રવ્ય લેવું તે દ્રવ્યથી અદત્તાદાન છે.
ક્ષેત્રથી– ત્રણ લોકમાં રહેલા તે જ દ્રવ્યોનું ગ્રહણ કરવું તે ક્ષેત્રથી અદત્તાદાન છે.
કાળથી– દિવસે કે રાતે તે જ દ્રવ્યોનું ગ્રહણ કરવું તે કાળથી અદત્તાદાન છે.
ભાવથી- રાગ-દ્વેષથી તે જ દ્રવ્યોનું ગ્રહણ કરવું તે ભાવથી અદત્તાદાન છે.
ગ્રહણ કરાતા અને ધારણ કરાતા દ્રવ્ય સંબંધી હોવાથી ગ્રહણદ્રવ્યના એક દેશમાં રહેનારું છે. સમસ્ત દ્રવ્યસંબંધી ગ્રહણ નથી. ગ્રહણ અને ધારણ તો સાક્ષાત્ પુદ્ગલદ્રવ્યના જ થાય અને શરીરધારી જીવો તે ગ્રહણ અને ધારણ પુદ્ગલદ્રવ્ય દ્વારા જ કરી શકે, સાક્ષાત્ ન કરી શકે.
પૂર્વપક્ષ– પરના ભૂમિખંડને ચોરવામાં તેટલા ભાગમાં રહેલા ધર્મઅધર્મ-આકાશ-કાળની પણ ચોરી કરી ગણાય. તેથી ગ્રહણ પણ સઘળા દ્રવ્યો સંબંધી જ હોય. દ્રવ્યના એક દેશમાં રહેનારું ન હોય.
ઉત્તરપક્ષ– હાથ વગેરે કરણથી જે દ્રવ્ય પૂર્વના આધારપ્રદેશથી અન્ય દેશમાં લઈ જઈ શકાય તે દ્રવ્ય ગ્રહણ-ધારણીય શબ્દોથી ઋષિઓથી રચિત શાસ્ત્રમાં વિવક્ષિત છે. આવા પ્રકારનું ગ્રહણ-ધારણ આકાશાદિમાં ન સંભવે. તેથી ગ્રહણ દ્રવ્યના એક દેશમાં રહેવાનું જ માનવું એ યોગ્ય છે.
બીજાઓ તો મોહથી કહે છે. બ્રાહ્મણો બળાત્કારથી કે છળથી બીજાઓનું લે તો પણ તેને અદત્તાદાન ન થાય. કારણ કે આ બધું બ્રાહ્મણોને આપેલું છે. બ્રાહ્મણોની નબળાઈથી શૂદ્રો પરિભોગ કરે છે.