Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૯
૧૧૪
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ વિવાહકાળ=વિવાહના સમયે બોલાતા ગીતો વગેરેમાં, પ્રાણનાશમાં= પ્રાણનાશનો સમય ઉપસ્થિત થાય ત્યારે, સર્વધનઅપહારમાં સર્વ ધન ચોરાવાનો કે લુંટાવાનો અવસર આવે ત્યારે અસત્ય બોલવામાં દોષ નથી. આ પાંચ અસત્યવચન પાપરૂપ નથી એમ કહે છે.
બીજાઓ અજ્ઞાનતાથી મૃષાવાદનું લક્ષણ અયુક્ત કહે છે. (તે લક્ષણ આ પ્રમાણે છે-) અન્યથાસંજ્ઞીનું વાક્ય અને અર્થને જાણકારમાં (બોલાતું) વચન મૃષા છે.
(૧) અન્યથાસંજ્ઞી– જે વચન જે અર્થને કહે છે તે વચનમાં અન્યથા કરે તે અન્યથાસંજ્ઞી છે. જેમકે ચોર છે એને ચોર નથી એમ કહે. આ રીતે અન્યથાસંજ્ઞીનું વાક્ય=વચન મૃષા છે.
(૨) અથવા જેને આશ્રયીને કહે છે તે જો તેના વાક્યના અર્થને જાણે છે તો તેનું તે વાક્ય મૃષાવાદ છે. અર્થનો જાણકાર જાણવા માટે સમર્થ છે તથા શ્રોત્રવિજ્ઞાન ઉત્પન્ન થયે છતે જેણે શબ્દોના ભાવને જાણી લીધો છે, વાક્યર્થ મનોવિજ્ઞાનનો વિષય છે, અર્થાત્ વાક્યર્થનું જ્ઞાન મનમાં થાય છે, એથી વાક્યને જાણવા માટે સમર્થ શ્રોતામાં આ મૃષાવચન)
સ્વીકારેલું થાય છે. વાક્યર્થના અજાણકારમાં તો ઉચ્ચારાયેલ નિરર્થક વાક્ય મૃષાવાદ નથી.
આ લક્ષણ યુક્ત નથી. કેમકે પ્રમત્તે કહ્યું છે. શ્રોતા અર્થના જાણકાર હોય કે ન હોય બાહ્ય તો શ્રોતાથી શું? માત્ર નિમિત્તરૂપે ઉપયોગમાં આવનાર તે બાહ્યવસ્તુથી શું? અહીં પોતાનો આશય અપરાધી થાય છે. બધાયે પ્રકારે પ્રમત્તજીવ કાય-વચન-મનોયોગોથી જે અસતુ કહે તે અસત્ય છે. કેમકે આશય વિશુદ્ધ નથી. સ્વરુચિથી મૃષાવાદની અન્યપરિભાષા જે નિશ્ચિત કરાઈ છે તે પરમાર્થથી વાચકમુખે રચેલા ઉક્તલક્ષણવાળા અસત્યવચનથી ભિન્ન નથી જ. (૭-૯).
भाष्यावतरणिका- अत्राह- अथ स्तेयं किमिति । अत्रोच्यतेભાષ્યાવતરણિકાર્ય–અહીં કહે છે- હવે ચોરી શું છે? અહીં કહેવાય છે–