Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ કારણે છે. પાપામ્રવથી અનિવૃત્ત જીવ પુણ્યની કે કર્મનિર્જરાની સાથે જોડાતો નથી, અર્થાત્ તેને પુણ્ય કે કર્મનિર્જરા પાપામ્રવથી નિવૃત્તને જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં ન થાય. અનેક ભેદવાળા મોહનો ત્યાગ ન કરતી આ અવિરતિ પણ પ્રમાદરૂપ જ છે.
પ્રમત્તયોગથી પ્રાણાતિપાત આદિ પાપ થાય એમ નિશ્ચિત થયે છતે “વિચાર્યા વિના( મારવાના સંકલ્પ વિના) કે ભ્રાન્તિથી મારવું એ પાપનું કારણ નથી.” એમ બીજા વડે જે કહેવાય છે એ વિષે પ્રતિકાર કરવામાં આવે છે
પૂર્વપક્ષ (બૌદ્ધ) ભાઇ ! હિંસા ત્યારે જ થાય જયારે વ્યક્તિ “આને મારું એવો સંકલ્પ કરે, મારવા માટે તીર ફેંકવાની પ્રવૃત્તિ કરે, તીર છોડે, તીર એ પ્રાણીને જ વાગે અને એ પ્રાણી જ મરે. અથવા પ્રાણી प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते હિંસા || આ પાંચ તત્ત્વ ભેગા થાય ત્યારે જ હિંસા કહેવાય. અર્થાત્ ઉપરોક્ત બધી વસ્તુ ભેગી થાય ત્યારે જ હિંસા થાય. સંકલ્પ કર્યા વિના મારે તો હિંસા ન લાગે. તેવી જ રીતે “આ દોરડું છે' આવા ભ્રમથી સાપને મારે તો પણ હિંસા ન લાગે.
ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી) ના ભાઈ ! તમારી વાત વ્યાજબી નથી. કારણ કે જો વિચાર્યા વિના હિંસા કરી નાખે તો તે હિંસા ન કહેવાય તેમ માનો તો પછી બૌદ્ધશિષ્યોના મતે કોઈ મિથ્યાદષ્ટિ કહેવાશે જ નહીં. કારણ કે “આ ખોટું છે' એમ વિચારીને તો કોઈ બુદ્ધિશાળી ખોટી વાતને સ્વીકારતો જ નથી. હા, આ સાચું છે એવા ભ્રમથી ક્યારેક કોઈક બુદ્ધિશાળી ખોટી વાતને ય સાચી તરીકે સ્વીકારી લે. પણ એવા ભ્રમથી તો પાપ લાગતું જ નથી, માટે મિથ્યાષ્ટિ તેને ન કહેવાય. તમારા મત પ્રમાણે તો આ ખોટું છે એમ વિચારીને જે ખોટી વાત સ્વીકારે તો જ મિથ્યાદષ્ટિ કહેવાય. પણ બૌદ્ધોના આગમ મુજબ પણ આ વાત તો
સ્વીકારી શકાય જ નહીં. ૧. પ્રમાવાસ્ક્રતિ પ્રમાદ તરફ જ કૂદકો મારે છે, પ્રમાદ તરફ જ જાય છે એવો શબ્દાર્થ છે.