Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૮૫
છે. વાયુનો નાશ કરે છે. વાયુનો નાશ કરે છે એટલે ઉત્પન્ન થયેલા સ્વરસનો(=સ્વભાવનો) નિરોધ કરીને અનાગતને રોકે છે.
અથવા જીવિતેંદ્રિય પ્રાણ છે. ઇંદ્રિયસહિત કાયાનો જ “તે જીવિતેંદ્રિય છે” એવો વ્યવહા૨ કરાય છે, અન્યનો નહિ. કારણ કે આત્મા નથી. આત્માને જણાવનાર કોઇ પ્રમાણ નથી.
અન્ય તો કહે છે- “ગરમી અને વિજ્ઞાન આયુષ્ય છે. આ બે જ્યારે કાયાને છોડી દે છે ત્યારે ત્યજાયેલો તે અચેતન કાષ્ઠની જેમ સૂવે છે.”
જૈનો તો પ્રતિજ્ઞા કરે છે=માને છે કે અબુદ્ધિપૂર્વક વિચાર્યા વિના પણ કરેલું પ્રાણાતિપાત (હિંસા) છે. અબુદ્ધિપૂર્વક પણ પ્રાણવધથી કર્તાને અધર્મ થાય છે. જેમકે (અબુદ્ધિપૂર્વક પણ) અગ્નિને સ્પર્શવાથી દાહ થાય છે. આ પ્રમાણે સ્વીકારનારા જૈનોને પરસ્ત્રીના દર્શનમાં અને સ્પર્શનમાં સાધુને કામીપુરુષની જેમ પાપનો પ્રસંગ આવે. સાધુઓને મસ્તક લોચનો અને કષ્ટકારી તપનો ઉપદેશ આપવામાં આપનારને ગુસ્સે થયેલા પુરુષની જેમ અધર્મનો પ્રસંગ આવે. વિચિકાથી (સાધુના) મરણમાં અન્નના દાતાને પ્રાણવધ થાય=પ્રાણવધનો દોષ થાય. માતા અને ગર્ભસ્થ જીવ એ બંને પરસ્પર દુઃખનું નિમિત્ત હોવાથી બંનેને પાપનો યોગ થાય. વધ્યને પણ વધક્રિયાના સંબંધથી જેવી રીતે અગ્નિને પોતાના આશ્રયે રહેલો દાહ લાગે છે તેમ અધર્મનો પ્રસંગ આવે. બીજા દ્વારા વધ કરાવનારને અધર્મનો પ્રસંગ ન આવે. બીજા દ્વારા અગ્નિનો સ્પર્શ કરાવનાર પ્રયોજક બળતો નથી. ઘર પડી જાય ત્યારે પ્રાણવધથી અચેતન કાષ્ઠ વગેરેને પાપનો પ્રસંગ આવે. માત્ર દૃષ્ટાંતથી સ્વપક્ષની સિદ્ધિ ન થાય. આ પ્રમાણે અનેક દોષોનો સંભવ હોવાથી અબુદ્ધિપૂર્વક(=મારવાની બુદ્ધિ વિના) થતો પ્રાણાતિપાત પાપ નથી.
અહીં પ્રત્યુત્તર કહેવાય છે— જૈનો પ્રાણાતિપાતાદિ (સર્વ) પાપની સાથે પ્રમત્તને જ જોડે છે. પ્રમત્તજીવ નિયમા રાગ-દ્વેષ-મોહવૃત્તિવાળો હોય. પાંચ પ્રમાદોમાં કષાયપ્રમાદની પ્રધાનતા છે. કષાયના ગ્રહણથી