Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૯૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૮ પણ સ્પર્શતો અગ્નિ બાળે છે તેમ ઉપયોગ વિના પણ કરાયેલ વધ વધર્તાને પાપની સાથે જોડે છે એમ દષ્ટાંતની ઘટના કરી છે.)
અબુદ્ધિપૂર્વકતા(=ઉપયોગનો અભાવ, પ્રમાદ છે. તેમાં વધ્યનો પાપની સાથે ક્યો પ્રસંગ થાય ? વધકમાં સમવાયસંબંધથી(=વધકથી જુદી ન પડે તે રીતે રહેલી) હનનક્રિયા કર્તાને જ ફળ આપનારી થાય. પ્રમત્તનો (પ્રમાદરૂ૫) અધ્યવસાય બંધ હેતુ છે. વધ્યને આત્મઘાતમાં પ્રમાદરૂપ અધ્યવસાય નથી. દષ્ટાંતરૂપ ધર્મી અનેક ધર્મવાળો હોય, અર્થાત્ દષ્ટાંતરૂપ ધર્મામાં અનેક ધર્મો રહેલા હોય, દૃષ્ટાંતમાં રહેલા કોઈક જ ધર્મને આશ્રયીને દષ્ટાંત મૂકવામાં આવે છે. હવે જો બધા ધર્મોની વિવક્ષાથી દષ્ટાંત લેવામાં આવે તો તે દષ્ટાંત કોઈ ઇબ્દાર્થનું સાધન ન થાય, અર્થાત્ એ દૃષ્ટાંત એક પણ ઈષ્ટાર્થને ન સાધી આપે.
પોતાના આશ્રયને બાળવું એ અગ્નિનો વિશેષ ધર્મ છે. પણ વધક્રિયાથી વધક્રિયાના આશ્રયમાં(=વધ્યમાં) પાપનો સંબંધ ઈષ્ટ નથી. તેથી અગ્નિ દષ્ટાંતથી સાધ્યની સિદ્ધિ થતી નથી.
આનાથી આનો પણ પ્રત્યુત્તર કહી દીધો છે. બીજા વડે (હિંસાદિ) કરાવનારને પાપનો સંબંધ થતો નથી. અગ્નિને અન્ય વડે સ્પર્શાવતો પ્રયોજક બળતો નથી. (આમ પૂર્વે જે કહ્યું હતું તેનો પણ ઉત્તર આપી દીધો છે. બીજા વડે હિંસાદિ પાપ કરાવનારને પણ પાપ લાગે.)
વળી- ઘર પડે ત્યારે થતા પ્રાણવધથી અચેતન કાષ્ઠાદિની સાથે પાપનો સંબંધથાય એમ પણ જે કહ્યું હતું એ ઈષ્ટજછે. કારણ કેકાષ્ઠાદિપૂર્વેકેજીવોનું શરીર હતું ત્યારે તેમણે તે શરીરને ભાવથી વોસિરાવ્યું ન હતું. તે જીવને અવિરતિ નિમિત્તે પાપ ઈષ્ટ જ છે. એથી અમને આમાં કોઈ બાધા નથી.
વળી- માત્ર દૃષ્ટાંતથી સ્વપક્ષની સિદ્ધિ ન થાય એમ જે કહ્યું હતું એ પણ અયુક્ત છે. કેમકે અજાણકાર પણ પ્રમત્તને પ્રાણાતિપાતથી પાપ લાગે એવી પ્રસ્તાવના(=પ્રારંભ) કરીને અગ્નિનું દષ્ટાંત કહ્યું છે. અહીં પ્રયોગ આ પ્રમાણે છે