Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૯૫
અજાણકારની પાપવધક્રિયા પાપનું કારણ છે. કેમકે પ્રમત્તના વ્યાપારથી થયેલ છે. ત્રીજા વિકલ્પમાં પ્રાણવધક્રિયાની જેમ. જે પાપનું કારણ ન થાય તે પ્રમત્તના વ્યાપારથી થયેલ પણ ન હોય. પ્રથમ વિકલ્પની જેમ.
સૂત્ર-૮
વળી- આશંકા કરીને જે કહ્યું હતું કે સ્વભાવથી જ વિનાશ પામનારા (એથી જ) વિનાશમાં બીજાના પ્રયત્નની અપેક્ષાથી રહિત એવા ક્ષણિક પદાર્થોમાં વાયુરૂપ પ્રાણ સ્વયં જ દેહમાંથી નીકળી જાય છે. પરના પ્રયત્નથી વાયુરૂપ પ્રાણ વિનાશ કરાતો નથી. કેમકે નાશહેતુથી રહિત છે. પ્રશ્ન— તો પછી વિનાશ કરવાનો પ્રયત્ન શું કાર્ય કરે છે ? ઉત્તર– અનાગતક્ષણની ઉત્પત્તિને રોકે છે.
આ પણ અત્યંત અયુક્ત છે. જ્યાં સુધી ક્ષણ(=વસ્તુ) આત્મલાભ ન મેળવે(=સ્વસ્વરૂપની પ્રાપ્તિ ન કરે) ત્યાં સુધી ઉત્પન્ન ન થાય. તે (અનાગત વસ્તુ) અભાવરૂપ છે. અભાવનો પ્રતિબંધ ક્યાંથી થાય ? કેમ કે તે ખરવિષાણની જેમ અસત્ત્વરૂપ છે. આથી અભાવ કંઇ પણ કરવાને શક્ય નથી, અર્થાત્ અભાવનું કંઇપણ ન કરી શકાય. પ્રતિબંધ અને અપ્રતિબંધ ભાવના વિષય છે, અર્થાત્ ભાવનો જ પ્રતિબંધ કે અપ્રતિબંધ કરી શકાય. બૌદ્ધે પોતાના પ્રાણાતિપાતલક્ષણનું સ્મરણ કરવું જોઇએ. (તે આ પ્રમાણે-) જો પ્રાણી હોય, હણનારને આ પ્રાણી છે એમ પ્રાણીનું જ્ઞાન ઉત્પન્ન થાય. અભાવ પ્રાણી નથી તથા હણનારને તેમાં પ્રાણીનો સંકલ્પ નથી. વિનાશના વૈગ્નસિક અને પ્રાયોગિક એવા બે ભેદ હોવાથી બધો ય વિનાશ નિષ્કારણ નથી. જેવી રીતે જેનો આત્મલાભ થયો નથી(=જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઇ નથી.) તેમાંથી અંકુર વગેરેની ઉત્પત્તિ થતી નથી. કેમકે અંકુર વગેરે હેતુવાળા છે. એટલે કોઇ હેતુ હોય તો અંકુરાદિની ઉત્પત્તિ થાય, અન્યથા ન થાય. તેવી રીતે હેતુથી થનારો નાશ હેતુ વિના ન થાય. જો બધો જ નાશ હેતુ વિના થતો હોય તો કિશલય આદિની જેમ વિનાશનો પણ વિનાશ થાય એમ અનિષ્ટ પ્રસંગ