Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૬૨
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ भ्यञ्जनोद्वर्तनस्नानाङ्गरागधूपपुष्पमालालङ्कारविचित्रनिवसनेष्टाऽऽहारादिलक्षणः संसारश्चातुर्गतिकस्ताभ्यां शरीरभोगसंसाराभ्यां निर्वेदो-निविण्णता शरीरभोगसंसारविषयवैमुख्यमुद्वेगः, तस्मानिर्वेदात् लब्धोपशमस्य प्रतनुकषायस्य बहिर्भवो बाह्यः वास्तुक्षेत्रादिर्दशविधः पञ्चमव्रते वक्ष्यमाणो रागद्वेषादिराभ्यन्तरश्चतुर्दशभेदस्तत्रैव वक्ष्यते, तेषूपधिष्वन-भिष्वङ्गो वैराग्यं, अभिष्वङ्गः मूर्छा लोभो गायं तदाकारः परिणाम आत्मनः, नाभिष्वङ्गोऽनभिष्वङ्गः निरपेक्षता तेष्वगाय॑मिति ॥७-७॥
ટીકાર્થ– આને કહે છે- તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકના પર્યાયોને પામે છે તેથી પ્રાણીસમૂહ જગત કહેવાય છે અથવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સ્થિતિ(=રહેવું) તે જગત. જે વધે તે કાય. કાય એટલે શરીર. સંવેગ અને વૈરાગ્ય માટે જગત અને કાયાના સ્વરૂપને વિચારે. અહીં યથાસંખ્ય સંબંધ છે. સંવેગ માટે જગતના સ્વરૂપને વિચારે. વૈરાગ્ય માટે કાયાના સ્વરૂપને વિચારે. સંવેગ એટલે સંસારભય વગેરે. વૈરાગ્ય એટલે શરીરને સંસ્કારિત ન કરવું વગેરે. સૂત્રમાં કહેલા જ અર્થને ભાષ્ય દ્વારા સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે–
“સંસારમાં એક જ જીવ એક ભવમાં માતા થઈને બીજા ભવમાં પુત્રી થાય છે, ફરી બહેન થાય છે. ફરી પત્ની થાય છે. એક જ જીવ એક ભવમાં પુત્ર થઈને બીજા ભવમાં પિતા થાય છે, ફરી ભાઈ થાય છે અને ફરી શત્રુ થાય છે.” (પ્રશમરતિ ગાથા-૧૫૬)
જગત એટલે જીવ-અજીવ દ્રવ્યો. તેમનો સ્વભાવ એટલે પરિણામ. જગતશબ્દથી વાચ્ય તે જ જીવ-પુદ્ગલ વગેરે દ્રવ્યોનો પરિણામ અનાદિમાન અને આદિમાન એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે- જીવનો અસંખ્યપ્રદેશવત્વ, ચેતનત્વ, જ્ઞાનત્વ વગેરે અનાદિમાન પરિણામ છે. કોઈ દેવત્વ વગેરે આદિમાન પરિણામ છે. પુદ્ગલદ્રવ્યનો પણ મૂર્તિમત્ત્વ રૂપાદિમત્ત્વ વગેરે અનાદિમાન પરિણામ છે. ઘટ-પટ વગેરે ૧. મૂર્તિ એટલે આકાર.