Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૬૬.
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
સૂત્ર-૭
ઉત્તરોત્તર ગુણ સંબંધી શ્રદ્ધા છે. શ્રદ્ધા, અભિલાષ, ઇચ્છા આ શબ્દોનો એક જ અર્થ છે. આ પ્રમાણે સંવેગ છે, અર્થાત્ સંવેગનું આવું સ્વરૂપ છે.
વૈરાણં નામ” કૃત્યાતિ વિરાગનો(=રાગથી રહિત જીવનો) ભાવ તે વૈરાગ્ય. અત્યંજન-ઉદ્વર્તન-સ્નાન-અંગરાગ-ધૂપ-પુષ્પમાળા-અલંકારવિચિત્રવસ્ત્ર-ઈષ્ટાહાર આદિ શરીરનો ભોગ છે. (અત્યંજન શરીરે તેલ વગેરેનું મર્દન. ઉદ્વર્તન શરીરને સાફ કરનારા પદાર્થો. શરીરે ઘસીને શરીરને સાફ કરવું. અંગરાગ=શરીરે વિલેપન વગેરે ચોપડવું.) ચારગતિવાળો સંસાર. શરીરભોગથી અને સંસારથી કંટાળો થવો તે નિર્વેદ, અર્થાત્ શરીરભોગથી અને સંસારથી વિમુખ થવું એ ઉદ્વેગનિર્વેદ છે. તે નિર્વેદના કારણે ઉપશમને પામેલા પાતળા કષાયવાળા જીવનો બાહ્ય-અત્યંતર ઉપધિમાં અનભિન્કંગ તે વૈરાગ્ય છે.
બહાર થયેલો તે બાહ્ય. બાહ્ય ઉપધિ-વાસ્ત-ક્ષેત્ર વગેરે દશ પ્રકારનો છે. તે પાંચમા વ્રતમાં કહેવાશે. રાગ-દ્વેષ વગેરે અત્યંતર ઉપધિ ચૌદ પ્રકારનો છે. તે પાંચમા વ્રતમાં જ કહેવાશે. અભિવૃંગ, મૂછ, લોભ, ગાર્મ એ આત્માના અભિવૃંગરૂપ પરિણામ છે.અભિન્ડંગ નહીં તે અનભિન્કંગ. અનભિવંગ એટલે ઉપધિમાં નિરપેક્ષપણું, અર્થાત ગૃદ્ધિનો અભાવ. (૭-૭)
भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता हिंसादिभ्यो विरतिव्रतमिति । तत्र का हिंसा नामेति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– અહીં શિષ્ય કહે છે- આપે “હિંસાથી વિરતિ એ વ્રત છે.” (અ.૭ સૂ.૧) એમ કહ્યું છે. તેમાં હિંસા શું છે? અહીં કહેવાય છે–
टीकावतरणिका- अत्राहेत्यादिना सम्बन्धमाचष्टे, अनवधारितहिंसादिलक्षणस्य निवृत्तिव्रतमित्यभिहितं भवताऽध्यायादौ तत्र नावगच्छामः किंलक्षणा हिंसादयो येभ्यो विरतिव्रतमित्यजानानस्य प्रश्नः, 'तत्र का