Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૬૫
વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર પુરુષ દુઃખથી ઉદ્વેગને પામે છે, સંસારભીરુ ક્યારેય પણ સંસારમાં આસક્ત બનતો નથી.
આરંભપરિગ્રહમાં અપ્રીતિ– પ્રાણીના નાશ કરનારા હિંસાના સ્થાનો તથા મારી નાખવાનો સંકલ્પ, પીડા ઉપજાવવી, મારી નાખવો એ બધાય આરંભો છે. ચેતન-અચેતન વસ્તુ સંબંધી મૂર્છાવિશેષ પરિગ્રહ છે. તે આરંભ પરિગ્રહોમાં આ લોક અને પરલોક સંબંધી અનર્થારૂપ દોષોને જોવાથી-જાણવાથી દુ:ખ, ઉદ્વેગ અને અપ્રીતિ=અતિ થાય છે.
ધર્મ-ધાર્મિકો ઉપર બહુમાન– આરંભ-પરિગ્રહોમાં અપ્રીતિવાળાને ધર્મ અને ધાર્મિકો ઉપર બહુમાન થાય છે. ધર્મ ક્ષમાદિ દશ પ્રકારરૂપ છે. ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું આસેવન કરનાર ધાર્મિક છે.
બહુમાન શબ્દના અર્થનું નિરૂપણ કરવા માટે કહે છે- ‘ધર્મપ્રવ’ ફત્યાદિ, પહેલા (ધર્મની) જિજ્ઞાસા થાય. પછી ધર્મના જાણકા૨ોને પૃચ્છા થાય. પછી આદરથી ધર્મશ્રવણ થાય. પછી સાંભળેલાનું સ્મરણ કરેયાદ રાખે અને (શક્યને) આચરે. આ ધર્મના વિષયમાં બહુમાન છે, ચિત્તપ્રસાદ એટલે આદ૨.
‘ધામિવર્ગને વ' કૃતિ, સમ્યક્ત્વ અને જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા સાધુઓ અને ગૃહસ્થો ધાર્મિક છે. તેમના દર્શનમાં ચિત્તની પ્રસન્નતાપૂર્વક અભ્યુત્થાન-વંદન-આસનદાન-ભક્ત-પાન-વસ્ત્ર-પાત્ર-ઉપકરણ પ્રદાનઅનુવ્રજન રૂપ ભક્તિવિશેષ બહુમાન છે. ચિત્તપ્રસાદ અંતરમાં રહેલા સંવેગને બહાર પ્રગટ કરે છે.
‘ઉત્તરોત્તરJળપ્રતિપત્તૌ ચ શ્રદ્ધા' કૃતિ, સાધુ-ગૃહસ્થોને સમ્યક્ત્વ વગેરે મૂલગુણો અવશ્ય હોય છે. પિંડ-ઉપધિ-શય્યા આદિની શુદ્ધિરૂપ અને સમિતિ-ભાવના-તપ-પ્રતિમા-અભિગ્રહ વગેરે ઉત્તરોત્તર ગુણો છે. આ ગુણોના પ્રકારો–ભેદો છે. આ ગુણો ક્રમથી રહેલા છે. મૂલગુણો હોતે છતે ઉત્તરોત્તર ગુણોનો સ્વશક્તિ પ્રમાણે સ્વીકાર અને આચરણ એ