Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
લોક સંબંધી અને
સંબંધીતસિક દુઃખ, તે
૫૬ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૬ વિવિધ દુઃખોથી પીડિત અનેક પ્રકારનું આ લોક સંબંધી અને પરલોક સંબંધી જે શારીરિક માનસિક દુઃખ, તે દુઃખથી દુઃખી થઈ રહેલા.
દીન- દીનતાના સંબંધથી( દીનતા કરવાથી) દીન છે, અર્થાત્ અતિશય હીન યાચનાથી યુક્ત હોય=અતિશય હીન યાચના કરનારા હોય તે દીન કહેવાય છે.
કૃપણ– જેના વંશનો ઉચ્છેદ થઈ ગયો છે(=જેનું ભરણ-પોષણ કરનાર કોઈ રહ્યું નથી) તે કૃપણ છે.
અનાથ– બંધુઓથી રહિત, કોઇથી નહિ સ્વીકારાયેલા અને સ્વયં અસમર્થ હોય તેવા. બાલ=બાળક. મોમુહ– અસ્પષ્ટ બોલનાર. વૃદ્ધ– સીત્તેર વર્ષથી અધિક વયવાળા. આ જીવો ઉપર સતત કરુણા ભાવના ભાવવી.
તથાદિ રૂત્યાદિ ઉક્ત રીતે ભાવના ભાવતો જીવ હિતોપદેશ આદિ વડે તેમના ઉપર અનુગ્રહ કરે છે.
હિતોપદેશ એટલે મુક્તિના સાધનોનો સંબંધ. આદિ શબ્દથી દેશકાળની અપેક્ષાએ અન્ન, પાણી, આશ્રય, વસ્ત્ર અને ઔષધથી પણ તેમના ઉપર અનુગ્રહ કરે છે.
માધ્યથ્ય “મધ્યશ્ચમવિયેષુ' ઇત્યાદિ કહે છે- અવિનીત જીવો ઉપર માધ્યચ્ય ભાવના ભાવવી જોઈએ. માધ્યસ્થ, ઔદાસીન્ય અને ઉપેક્ષા આ શબ્દો એક અર્થને કહેનારા છે..
માધ્યશ્ય– રાગ અને દ્વેષની મધ્યમાં રહે તે મધ્યસ્થ, અર્થાત્ રાગષમાં ન રહેનાર. તેનો ભાવ તે માધ્યચ્ય.
ઔદાસીન્સ- ઉદાસીન એટલે રાગ-દ્વેષથી રહિત. ઉદાસીનતાનો ભાવ તે ઔદાસીન્ય. ૧. અહીં સિદ્ધસેનગણિકૃત ટીકામાં પાઠ આ પ્રમાણે છે- પ્રણિપાતઃ કાવ્યમ્ તવસ્તાર પર
अनाथास्तूत्सन्नान्वया अबान्धवाः केनचिदपरिगृहीता, स्वयं वाऽसमर्थाः