Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૭
તેનાથી બીજા સ્વરૂપે ગ્રહણ કરાવાયેલા. અવગ્રાહિત એટલે છેતરાયેલા. જે જીવો જીવનપર્યંત પોતાના અસગ્રહને છોડતા નથી, તે જીવો ઉપર માધ્યસ્થ્ય ભાવના ભાવે. તે જીવોમાં તત્ત્વબોધ ન હોવાથી ઉપદેશ નિષ્ફળ થાય.
૫૮
શા માટે માધ્યસ્થ્ય ભાવના ભાવવી જોઇએ ? ‘ન હિ તત્ર’ હત્યાદિ તેવા જીવમાં હિતોપદેશ કરવામાં વક્તાને સફળતા થતી નથી.
મૃüિડ આદિ તુલ્ય અને દુષ્ટાવગ્રાહિત જીવમાં હિતોપદેશ આપવામાં વક્તાને સફળતા થતી નથી=સફળતા મળતી નથી. તીર્થંકરો પણ નિષ્ફળ ઉપદેશનો પ્રારંભ કરતા નથી. કહ્યું છે કે- “સર્વ ૬ વેશવિરતિમિત્યાવિ” જો કોઇ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યગ્દર્શન ધા૨ણ ક૨વાને યોગ્ય ન હોય તો તીર્થંકરો ઉપદેશનો(=દેશનાનો) પ્રારંભ કરતા નથી.
આ પ્રમાણે ભાવના ભાવતા સાધુના વ્રતોની સ્થિરતા થાય છે. (૭-૬) भाष्यावतरणिका- किञ्चान्यत्
ભાષ્યાવતરણિકાર્થ– વળી બીજું
टीकावतरणिका- किञ्चान्यदित्यनेन सम्बन्धयति, अन्यदपीदं भावनीयमित्याह—
ટીકાવતરણિકાર્થ ગ્રિાન્યર્ એવા ઉલ્લેખથી આગળનાં સૂત્રનો સંબંધ કરે છે. બીજું પણ આ ભાવવું જોઇએ—
મહાવ્રતોની સ્થિરતા માટે બીજી રીતે વિચારણા— जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥७-७॥
સૂત્રાર્થ– સંવેગ અને વૈરાગ્ય માટે જગતનું અને કાયાનું સ્વરૂપ ભાવવું=વિચારવું જોઇએ. (૭-૭)
भाष्यं— जगत्कायस्वभावौ च भावयेत् संवेगवैराग्यार्थम् । तत्र जगत्स्वभावो द्रव्याणामनाद्यादिमत्परिणामयुक्ताः प्रादुर्भावतिरोभावस्थित्यन्यत्वानुग्रहविनाशाः । कायस्वभावोऽनित्यता दु:खहेतुत्वं निःसारताऽशुचित्वमिति । एवं ह्यस्य भावयतः संवेगो वैराग्यं च भवति ।