Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૩૫
વ” ફત્યાદ્રિ આ જ ભવમાં અભિઘાત, વધ, બંધન, હાથ-પગકાન-નાક ઉપરના હોઠનું છેદન, ભેદન, સર્વધનહરણ, વધ્યપાન, મારણ વગેરેને પામે છે.
છેદન=હાથ વગેરે અવયવોને શરીરથી જુદા કરવા. ભેદન શરીરમાં રહેલા જ અવયવોને વીંધવા, ચીરવા વગેરે.
વધ્યાનમ્' તિ, વિધ્ય એટલે મારવા યોગ્ય, પાન એટલે મદ્યપાન. વધ્યનું મદ્યપાન (ચોરી કરનારને મદ્યપાન કરાવીને મારે.) અહીં મદ્યપાનની પ્રધાનતા હોવાથી વધ્યમદ્યપાન એમ જણાવ્યું છે. મદ્યપાનપૂર્વક કણેરના પુષ્પોની માળા પહેરાવવી, આભૂષણો પહેરાવવા, ગધેડા ઉપર બેસાડવું, એક ઘડી સુધી લટકાવવું વગેરે બીજું પણ જાણવું.
મારણ એટલે મારી નાખવું. આદિ શબ્દના ગ્રહણથી પોતાનું માંસ ખવડાવવું વગેરે સમજવું. ત્ય વગેરેનો અર્થ સમજાઈ ગયેલો છે. આથી ચોરીથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
(તથા=)જેવી રીતે હિંસા-અસત્ય-ચોરીમાં પ્રવૃત્ત જીવો દુઃખને સ્પર્શ છે તેવી રીતે વિભ્રમથી(=વિલાસવિશેષથી) અનવસ્થિત ચિત્તવાળો તુચ્છ કે વિશિષ્ટ વિષયમાં ઇંદ્રિયવૃત્તિને પ્રવર્તાવનાર, મનોજ્ઞ અને રાગનું કારણ એવા શબ્દાદિ વિષયોમાં અત્યંત રાગી અમનોજ્ઞ અને અપ્રીતિકર શબ્દાદિ વિષયોમાં અત્યંત વૈષી મદાન્ય હાથીની જેમ નિરંકુશ અબ્રહ્મચારી સુખને પામતો નથી.
મદાંધ હાથીની જેમ” ઇત્યાદિથી મૂર્ખ હાથીની સાથે સમાનપણું જણાવે છે. બીજી રીતે પણ તિર્યંચજાતિ પણ હિતાહિતમાં પ્રવૃત્તિનિવૃત્તિની વિચારણામાં અસમર્થ હોય છે, કેમકે તેમાં જ્ઞાનનો ક્ષયોપશમ અત્યંત અલ્પ હોય છે.
ગુંજારવ કરતા મનોહરધ્વનિવાળા ભમરાઓએ હાથીના મદનલને ચાખ્યો હોય, મદજલે હાથીના ગંડસ્થળરૂપ ભીંતને સંપૂર્ણ નવડાવી દીધી ૧. અભિઘાત=પ્રહાર, મારપીટ, વધ=ચાબુકાદિથી મારવું.