Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
४८
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭..
સૂત્ર-૫ અલ્પપરુ નીકળી જતા સુખ માનનારની જેમ સુખ માનતો હોવા છતાં પરમાર્થથી દુઃખ છે. તેમાં સુખાભિમાન અજ્ઞાન-મૂઢને હોય.
દષ્ટાંતને કહે છે- તથા રૂતિ આ દષ્ટાંતથી કામસુખ દુઃખરૂપ જ છે એવી પ્રસિદ્ધિ કરવામાં આવે છે. “તીવ્રયા રૂત્યાદ્ધિ, તીવ્ર પરાકાષ્ઠાને પામેલી. ત્વક્ એટલે ચામડી. શોણિત એટલે લોહી. માંસ એટલે પિશિત. ચામડી-લોહી-માંસમાં પ્રવેશેલી તીવ્ર ખુજલીથી વ્યાપ્ત શરીરવાળો.
ખંજવાળવાની ક્રિયાના કાષ્ઠ વગેરે વિવિધ પ્રકારના કારણોને ઉપદેશે છે=બતાવે છે- કાષ્ઠશકલ=કાઇનો ટુકડો, લોઇ=ઈંટ આદિનો ટુકડો. શર્કરા=કાંકરાનો ઉપરનો અણીદાર ભાગ. નખશુક્તિ નખમુખ (નખનો ઉપરનો ભાગ). આ દષ્ટાંતો બતાવવા પૂરતા જ છે.
આ કાષ્ઠના ટુકડા આદિથી છેદાયેલ શરીરવાળો, તેથી ઝરતા લોહીથી આદ્ર શરીરવાળો અને હજી પણ) ખંજવાળતો. આવી અવસ્થાવાળો તે દુઃખને સુખ છે એમ મોહથી માને છે. તેવી રીતે મૈથુનને સેવનારો દુઃખને જ સુખ માને છે. આ વર્ણન દ્વારા ભાષ્યકાર દષ્ટાંતની સાથે મૈથુનની સમાનતાને પ્રકાશિત કરે છે. તેથી દુઃખની ભાવનાથી વાસિત ચિત્તવાળાને મૈથુનથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
જેવી રીતે પ્રાણાતિપાત વગેરે દુઃખરૂપ છે તેવી રીતે પરિગ્રહ પણ દુ:ખરૂપ છે એમ જણાવે છે–
પરિગ્રહના સચિત્ત વગેરે ભેદો છે. પરિગ્રહ મમત્વની સાથે સંબંધવાળો છે. અપ્રાપ્ત વગેરે ત્રણેય પરિગ્રહના વિશેષણો છે. તેમાં કાંક્ષા એટલે અભિલાષ. અભિલાષ થાય એટલે પરિગ્રહને મેળવવાનો=ગ્રહણ કરવાનો પ્રયત્ન થાય. પ્રયત્ન દુઃખરૂપ છે. કેમકે ખેદને કરનાર છે. પ્રાપ્ત થયેલા પરિગ્રહનો- રાજાથી, બળી જવાથી, ચોરથી, ભાગીદારથી, ચોરનારાદિથી નાશ થતાં શોક થાય. શોક દુઃખરૂપ છે. “પ્રાણે રક્ષણમ્' રૂતિ પ્રાપ્ત થયેલાનું(=સ્વીકારેલાનું) રક્ષણ કરવું એટલે કે પરિપાલન કરવું તેમાં પણ ઘણું દુઃખ છે.