Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ रात्रिभोजन इति चेत्, एवं मन्यतेउद्गमादिदोषरहितस्य वासरपरिगृहीतस्याभ्यवहारेणान्धसो नक्तं न किल दोष इति, एतदयुक्तं, कालातिक्रान्तस्य प्रतिषिद्धत्वात्, गृहीतस्यानीतालोचितक्षणविश्रान्तिसमनन्तरमेव च भुजेरभ्यनुज्ञानात्, निशाहिण्डने चेर्यापथविशुद्धरसम्भवात्, दायकगमनागमनसस्नेहपाणिभाजनाद्यदर्शनात्, आलोकितपानभोजनासम्भवात्, ज्योत्स्नामणिप्रदीपप्रकाशसाध्यमालोकनमिति चेत्तदप्यसद्, अग्निशस्त्रारम्भनिषेधात् रत्नपरिग्रहाभावात् ज्योत्स्नायाः कादाचित्कत्वात् आगमे निषिद्धत्वात् हिंसादिवदनासेवनीयमेव विभावरीभक्तमिति ॥७-२॥
ટીકાર્થ– વિરામ અર્થની અપેક્ષાએ પંચમી વિભક્તિ થયેલ છે. પ્રશ્ન- સામાન્યથી વિરતિ એક હોવા છતાં તેના બે ભેદ કેવી રીતે થાય છે?
ઉત્તર–વિવેક્ષાથી બે ભેદ થાય છે અથવા દેશ-સર્વ એમ કહ્યું હોવાથી બે ભેદ થાય છે. એકત્વાદિની વિવક્ષામાં એક વચન આદિની જેમ. (જેમકે- ધર્મ કરવો જોઈએ. અહીં ધર્મ અનેક પ્રકારનો છે પણ સામાન્યથી વિવેક્ષા હોવાથી ધર્મ એક વચનમાં બોલાય છે.)
હિંસાદિ વિરતિરૂપ વ્રતનો અવસર હોવાથી દેશાદિ શબ્દોનો ક્રમ પ્રમાણે સંબંધ છે, અર્થાત્ દેશ શબ્દનો અણુશબ્દની સાથે અને સર્વ શબ્દનો મહત્ શબ્દની સાથે સંબંધ છે. દેશ-સર્વ શબ્દોનો વિરતિની સાથે અને અણુ મહત્ શબ્દોનો વ્રતની સાથે સંબંધ છે. તેથી અર્થ આ પ્રમાણે થાય- દેશથી વિરતિ એ અણુવ્રત છે અને સર્વથી વિરતિ એ મહાવ્રત છે. આ જ સૂત્રાર્થને ઉચ્ચ ઇત્યાદિ ભાષ્યથી સ્પષ્ટ કરે છે.
Tગ્ય તિ, પુષ્ય એ પ્રમાણે પ્રસ્તુત હિંસાદિનો સંબંધ કરીને સર્વથી વિરતિનો વ્યવચ્છેદ કરતા ભાષ્યકાર કહે છે- એક દેશથી વિરતિ અણુવ્રત છે. સકળ પ્રાણીગણ સંબંધી હિંસા થઈ રહી છે. તે સર્વ હિંસાની વિરતિ નથી, કિંતુ દેશથી છે. આને ભાષ્યકાર પણ શબ્દનું ગ્રહણ કરીને જ