Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૩
પિશાચ મારાથી રાતે જોવાયો છે એમ અસત્ય ક્યારેય ન બોલે. આથી આત્મામાં નિર્ભયતાના સંસ્કારોનું ધ્યાન કરવું જોઇએ.
હાસ્ય– હાસ્ય એટલે હાસ્યમોહનીયથી ઉત્પન્ન થયેલો પરિહાસ. હાસ્યથી પરિણત થયેલો અને બીજાની સાથે હસતો આ આત્મા અસત્ય પણ બોલે. હાસ્યનો ત્યાગ કરવાની ઇચ્છાથી હાસ્યનું પ્રત્યાખ્યાન લેવું જોઇએ. આ પાંચેય ભાવનાઓને ભાવતો સત્યવ્રતના રક્ષણ માટે સમર્થ થાય છે. તથા અદત્તાદાન વિરતિની પાંચ જ ભાવનાઓ છે. તેને કહેવાની ઇચ્છાથી કહે છે- અસ્તેયસ્ય 7 ઇત્યાદિથી પ્રારંભ કરે છે.
અનુવીચ્યવગ્રહયાચન–વિચારીને અવગ્રહની(=સ્થાનની કે વસતિની) યાચના કરવી જોઇએ. અવગ્રહ શાસ્ત્રમાં દેવેન્દ્ર-રાજાગૃહપતિ-શય્યાતર-સાધર્મિકના ભેદથી પાંચ પ્રકારનો કહ્યો છે. પૂર્વ પૂર્વનો અવગ્રહ બાધ્ય છે. પછી પછીનો અવગ્રહ બાધક છે. આ પ્રમાણે વિચારીને જ્યાં જે સ્વામી હોય ત્યાં તેની જ પાસે અવગ્રહની યાચના કરવી. જે સ્વામી ન હોય તેની પાસે યાચના કરવામાં ‘ઓચિંતો મારે વગેરે આ લોક સંબંધી અને અદત્તપરિભોગથી ઉત્પન્ન થયેલ પરલોક સંબંધી એમ આગમમાં જ ઘણાં દોષો કહ્યા છે. તેથી વિચારીને અવગ્રહની યાચના કરવી જોઇએ. એમ આત્માને ભાવિત કરે. આ પ્રમાણે આત્માને ભાવિત કરતો સાધુ અદત્તાદાનમાં ન પ્રવર્તે.
અભીક્ષ્ણાવગ્રહયાચન– બીજાએ એકવાર ઘર આપ્યું હોવા છતાં માલિકની પાસે વારંવાર ફરી ફરી અવગ્રહની યાચના કરવી જોઇએ. અભીક્ષ્ણ એટલે નિત્ય-વારંવાર. પૂર્વે મેળવેલ અવગ્રહમાં ગ્લાનાદિ અવસ્થામાં મળ-મૂત્રનો ત્યાગ કરવા માટે તથા પાત્ર-હાથ-પગ ધોવા માટેના સ્થાનો દાતાને ચિત્તપીડા ન થાય એ માટે વારંવાર માગવા જોઇએ – આ પ્રમાણે યાચનાને કરતો સાધુ અદત્તાદાનથી થયેલા પાપથી સ્પર્શતો નથી.
એતાવદિત્યવગ્રહધારણ— આનું આ પરિમાણ=એતાવત્. એતાવત્ એટલે પરિમિત. ચોતરફ પરિમિત ક્ષેત્ર ગ્રહણ કરવું જોઇએ. આ પ્રમાણે