Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા ९/७ न्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत् प्रकीर्तितम् ।
सज्ज्ञानावरणापायं, महोदयनिबन्धनम् ॥२७॥
તે (તત્ત્વસંવેદન) સજ્ઞાનાવરણ(મોહનીયના ક્ષયોપશમ યુક્ત જ્ઞાનાવરણ)ના ક્ષયોપશમથી જન્ય છે. ન્યાયી માર્ગના શુદ્ધ આચરણથી જણાનારું અને મહાન્ ઉદયનું કારણ છે. २४/७ चित्तरत्नमसक्लिष्ट, आन्तरं धनमुच्यते ।
यस्य तन्मुषितं दोषैः, तस्य शिष्टा विपत्तयः ॥२८॥
અસંક્લિષ્ટ ચિત્તરૂપી રત્ન એ આંતરિક સંપત્તિ છે. જેની તે સંપત્તિ દોષોએ ચોરી લીધી છે, તેને તો વિપત્તિઓ જ બાકી રહી છે.
- વૈરાગ્ય - १०/२ इष्टेतरवियोगादि-निमित्तं प्रायशो हि यत् ।
यथाशक्त्यपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ॥२९॥
જે પ્રાયઃ ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિના કારણે ઉત્પન્ન થયેલું, શક્તિ અનુસાર હેયનિવૃત્તિ કે ઉપાદેયપ્રવૃત્તિથી રહિત છે.. १०/३ उद्वेगकृद्विषादाढ्यं, आत्मघातादिकारणम् ।
आर्त्तध्यानं ह्यदो मुख्यं, वैराग्यं लोकतो मतम् ॥३०॥
ઉગ કરાવનારું, વિષાદ ભરપૂર, આત્મહત્યા વગેરેનું કારણ છે, તે મુખ્યરૂપે તો આર્તધ્યાન છે, પણ લોકવ્યવહારથી વૈરાગ્ય મનાય છે.