Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૮૮
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા અહીં એકની આશાતના પણ વાસ્તવિક રીતે બધાની આશાતના છે. કારણકે તેમનામાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા
२९/१० नूनमल्पश्रुतस्यापि, गुरोराचारशालिनः ।
हीलना भस्मसात् कुर्याद्, गुणं वह्निरिवेन्धनम् ॥९८॥
ઓછું ભણેલા એવા પણ આચારસંપન્ન ગુરુની હીલના પણ ગુણને બાળી નાખે છે, જેમાં અગ્નિ ઇંધણને બાળે તેમ. २९/११ शक्त्यग्रज्वलनव्याल-सिंहक्रोधातिशायिनी ।
अनन्तदुःखजननी, कीर्तिता गुरुहीलना ॥१९॥
ભાલાની અણી, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ ગુરુની હીલના અધિક-અનંત દુઃખની જનક કહી છે. २९/१२ पठेद् यस्यान्तिके धर्म-पदान्यस्यापि सन्ततम् ।
कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥१००॥
જેની પાસે ધર્મશાસ્ત્રો ભણીએ, તેમનો પણ સતત મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક વિનય કરવો. २९/१३ पर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः ।
ज्ञानप्रदानसामर्थ्याद, अतो रत्नाधिकः स्मृतः ॥१०१॥
એટલે જ પર્યાયમાં નાના એવા પણ શુદ્ધજ્ઞાનરૂપી ગુણમાં જે અધિક છે, તેમને જ્ઞાન આપવાની શક્તિના કારણે રત્નાધિક
કહ્યા છે.