Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
Catalog link: https://jainqq.org/explore/034011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રુત - રત્ન -નિધિ ગ્રંથમાળા પુષ્પ - ૮ ષોડશકાદિ યોગબિંદુ આદિ હાત્રિશત્ દ્વામિંશિકા સૂતરત્ન-મંજૂષા (સાર્થ) Page #2 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા અને આશીર્વાદ : સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. રાજપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. સંપાદક : મુનિ ભવ્યસુંદરવિજય પ્રકાશક : શ્રમણોપાસક પરિવાર A/301, હેરિટેજ હોલી એપાર્ટમેન્ટ, જવાહરલાલ નેહરુ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૮૦. કિશોરભાઈ Mo. 98691 48094 shraman.parivar@gmail.com આવૃત્તિ : પ્રથમ વર્ષ : વિ. સં. ૨૦૭૨ © શ્રમણપ્રધાન થે. મૂ. પૂ. (તપા.) જૈન સંઘ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિત્રાતા સંયમદાતા ગ્રહણ-આસેવનશિક્ષાપ્રદાતા ગુરુદેવ પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય ૨નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના સંયમજીવનની સુવર્ણજયંતિ (૫૦ વર્ષ) પ્રસંગે તેઓશ્રીના પાવન ચરણકમલમાં સાદર સમર્પણ મુનિ ભવ્યસુંદરવિ.. Page #4 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ અમદાવાદ સુરત પ્રકાશક પ્રાપ્તિસ્થાન શ્રી બાબુલાલ સરેમજી શાહ સિંહાચલ' બંગલો, હીરા જૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ - 380005. ફોન. 079-2750 5720. (મો.) 94265 85904. શ્રી પરેશભાઈ કાંતિલાલ શાહ E-1/403, નીલકંઠ રેસિડેન્સી, ન્યુ કોસ રોડ, અમરોલી, સુરત - 394107, ફોન. (મો.) 93235 59466. અન્ય સ્થળો | કુરિયરથી મંગાવવા માટે) ભાવેશભાઈ (મો.) 94288 32660 વિશાલભાઈ (મો.) 98985 08480 Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયનો સ્વાદિષ્ટ નાથ સાળ ત્રાણવાયુ ચિ) શરને જીવંત રાખવું અાકય, પ્રાણ વિના મનપાને હો હમ શખવે, શકય. (૨જી અને મજબૂત વિના વૃક્ષ ધરી પર કાવી. ાવું ન શકય. ને મૈં ન યાયે સ્વાધ્યાય ના કર્મ થવા જ નને જીર્ણત રાખવું, થાકતું રામ. રકતાન ય શું થામાં તે । ન ાર નાના સ્લાયાચના નો તપ સમાવેશ કરી હોઇ કે અને ફાા છે. માટે તે એ ધો સ્વાદિષ્ટ રસથાળ &4 નાના ઇજને ૨૬ કરી તે કે જેને મા પૈસ એને આરો થઈ. બેાનું અને આ શેશતા રહેર્યુ ન થયા વિના - ad. - Calad, પછ જેટલા શથેજ ૧૫૦૦૦ જેટલા લોકો અને ગાથાઓ અને એમાં ઈ લાભગ ૩૦૦૦ ગાથાએ Page #6 -------------------------------------------------------------------------- ________________ पसं0- , ce ora सभ91 25बान) भोला l ceta 21nes सोना agो -1 २बामा सभा) 0 धोका '३) ०२२ -पास ल ४ .se माता हो. ४ 0 0g 11, सभी यो hegi sava 664 किमी RITEere मारेन। स्वाहिर २सया 1- २० ते 30ो या ine मन नुला ere Aweneral टोन /20वानो सा सो 1-40, काले २d शे. RATEene 1-1 माया) RA-40 18 11-42 micascera P4 SO Rela हे. साने - 12-0 S10) साल २२सार Page #7 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગુંજન... વૈરાગ્યના ઉપદેશને. આચારના અનુષ્ઠાનોને. અધ્યાત્મના બોધને.. દ્રવ્યાનુયોગના પદાર્થોને. આત્મલક્ષી ભાવનાઓને. આત્માના વિકાસક્રમને... યોગ અને અધ્યાત્મના તત્ત્વોને. પ્રાકૃત ગાથાઓ કે સંસ્કૃત શ્લોકોમાં ગૂંથીને જ્ઞાની મહાપુરુષોએ અજબ-ગજબનો ઉપકાર કરી દીધો છે. અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલાએ મહાપુરુષોએ જે નિર્મળ અને દુર્લભ શુભ ભાવોનો સ્પર્શ કર્યો..વૈરાગ્યના જે સંવેદનો અનુભવ્યા.. આગમિક - શાસ્ત્રીય પદાર્થોને ગુરુ-પરંપરાથી ઝીલ્યા.. તે ભાવ સૌંદર્યને તેમણે સુંદર ગાથાઓમાં કે શ્લોકોમાં મઢી લીધું. આઠ-નવ ગાથાના કોઈ અષ્ટકથી માંડીને સેંકડો અને સહસ્ત્રાધિક શ્લોકોથી સમૃદ્ધ એવા વિરાટકાય અદ્ભુત ગ્રંથો આજે પણ ઉપલબ્ધ છે. ગાથાઓ કંઠસ્થ કરવાની પાવન પરંપરા છેક પ્રભુવીરના સમયથી આજ સુધી ચતુર્વિધ સંઘમાં ચાલી રહી છે. આમરાજા પ્રતિબોધક શ્રી બપ્પભટ્ટસૂરિ મ. સા. રોજની ૧ હજાર ગાથા કંઠસ્થ કરતા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યું છે કે પૂ. આત્મારામજી મ. સા. રોજની ૩૦૦ ગાથા કંઠસ્થ કરતા હતા. પેથડમંત્રી રાજદરબારમાં જતા-આવતા પાલખીમાં બેસીને ઉપદેશમાળા ગ્રંથ કંઠસ્થ કરતા હતા. આજે પણ અનેક શ્રમણ-શ્રમણી ભગવંતો એવા છે કે જેમને ૫ હજાર કે ૧૦ હજારથી પણ વધુ ગાથાઓ કંઠસ્થ છે. શ્રાવક વર્ગમાં તો બે પ્રતિક્રમણ કે પંચ પ્રતિક્રમણથી આગળ ગોખવાનું ચલણ ઘણું ઓછું છે. શ્રમણ-શ્રમણી વર્ગમાં પણ ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિમાં ઓટ આવતી જાય છે અને કંઠસ્થ કર્યા પછી નિયમિત પુનરાવર્તન દ્વારા તેને ઉપસ્થિત રાખવાનું તો વધુ મંદ બન્યું છે. ગાથા કંઠસ્થ કરવાના અને ટકાવવાના લાભો અપરંપરા છે. તે છતાં તે બાબતની જે ઉપેક્ષા દેખાય છે તેના કારણો તપાસીએ તો એક મહત્ત્વનું કારણ તરત ઊડીને આંખે વળગે છે - તે છે... સૂત્ર ગ્રંથોના વિશાળ કદ. ઉપદેશમાળા ગ્રંથ વૈરાગ્યનો અદ્ભુત ગ્રંથ છે. પૂ. ગુરુદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ઉપદેશમાળા કંઠસ્થ કરવાની ખાસ પ્રેરણા કરતાં. પરંતુ તેની ૫૪૪ ગાથાનો આંકડો જોઈને જ હિંમત બહુ ઓછી થાય. તેથી સંપૂર્ણ ગ્રંથ ગોખવાનો જેમને ઉત્સાહ ન હોય તેમને ચૂંટેલી ગાથાઓ ગોખવા કહેતાં. જૈન સાહિત્યમાં સારોદ્ધારની પણ એક સુંદર પરંપરા જોવા મળે છે. સંક્ષેપરુચિવાળા જીવો વિશાળકાય ગ્રંથના અર્કને સારોદ્વાર દ્વારા પ્રાપ્ત કરીને પચાવી શકે. સારોદ્ધારની પરંપરાને નજર સામે રાખીને વિદ્વદ્વર્ય, Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રખર શાસ્ત્રાભ્યાસી અને અધ્યાપનકુશલ મુનિપ્રવર શ્રી ભવ્યસુંદરવિજય મ. સા.એ ગ્રંથો કંઠસ્થ કરવાની પ્રવૃત્તિ જોર પકડે તે ઉમદા ભાવનાથી વિશેષરૂપે કંઠસ્થ કરવા લાયક અનેક ગ્રંથોની ચૂંટેલી ગાથાઓ સંગ્રહિત કરી છે, જે પુસ્તિકારૂપે પ્રકાશિત થઈ રહી છે. તેમની પાસે પસંદગીનો વિવેક ખૂબ સારો છે. ચોટદાર અને વિશેષ ઉપયોગી ગાથાઓને તેમણે ચૂંટી કાઢી છે. તે માટે તેમણે કેવો ભવ્ય અને સુંદર પરિશ્રમ ઉઠાવ્યો હશે, તે સમજી શકાય છે. મને અત્યંત વિશ્વાસ છે કે તેમનો આ ભવ્ય-સુંદર પરિશ્રમ લેખે લાગશે. આ નાની-નમણી પુસ્તિકાઓના માધ્યમથી ચતુર્વિધ સંઘમાં ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રવૃત્તિ ખૂબ વેગ પકડશે. હવે ચારેય બાજુ ગાથાઓના ઘોષ ગૂંજી ઉઠશે. મુનિશ્રીને હાર્દિક ધન્યવાદ. - મુક્તિવલ્લભસૂરિ શ્રાવણ સુદ ૧, ૨૦૭૨ સાબરમતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જિનશાસનના શ્રુતજ્ઞાનરૂપી સાગરમાં અગણિત ગ્રંથરત્નો છે, જે વૈરાગ્યાદિ ભાવોથી ઝળકી રહ્યા છે.. પંચમ કાળના પ્રભાવે સ્મૃતિશક્તિ ઘટતી જવાને કારણે વર્તમાનકાલીન શ્રમણો આ ગ્રંથોને કંઠસ્થ કરી શકતા નથી કે કંઠસ્થ કર્યા પછી યાદ રાખી શકતા નથી, કારણ કે ગ્રંથો વિશાળ છે. આવા અદ્ભુત ગ્રંથોના અદ્ભુત ભાવોથી અલ્પ ક્ષયોપશમવાળા શ્રમણો સર્વથા વંચિત ન રહે તે માટે, આ ગ્રંથોની વિશિષ્ટ વૈરાગ્યાદિસભર ગાથાઓને પસંદ કરીને તેનું અર્થસહિત પ્રકાશન થઈ રહ્યું છે.. પૂર્વકાલીન મહાપુરુષોએ પણ આવા પ્રયત્નો કર્યા જ છે. જેમ કે ઉપમિતિ સારોદ્ધાર (દેવેન્દ્રસૂરિજી), ઉપમિતિ સાર સમુચ્ચય (વર્ધમાનસૂરિજી), કુવલયમાલા સંક્ષેપ (રત્નપ્રભસૂરિજી), ત્રિષષ્ટિ સારોદ્વાર (શુભંકરસૂરિજી), લઘુ પ્રવચન સારોદ્વાર (ચંદ્રષિ), સમરાદિત્ય સંક્ષેપ (પ્રધુમ્નસૂરિજી), લઘુ ત્રિષષ્ટિ (મેઘવિજયજી), હૈમ લઘુ પ્રક્રિયા (મહો. વિનયવિજયજી) વગેરે... જેમ સંક્ષિપ્ત તે ગ્રંથોથી મૂળ વિસ્તૃત ગ્રંથોનું મહત્ત્વ ઘટ્યું નથી કે લોપ થયો નથી; તેમ આ સંક્ષિપ્ત પ્રકાશનથી મૂળ ગ્રંથોના લોપ થવાની કે મહત્ત્વ ઘટવાની સંભાવના રહેતી નથી. જોકે વિશિષ્ટ ક્ષયોપશમવાળા શ્રમણ ભગવંતો તો સંપૂર્ણ મૂળ ગ્રંથો ભણે જ, તેવી મારી ખાસ ભલામણ છે.. ગાથાઓની પસંદગીમાં વૈરાગ્યાદિ-જનનશક્તિ ઉપરાંત વિવિધતા, ગોખવાની સરળતા, અર્થની સુબોધતા વગેરે નજરમાં રાખ્યા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂળગ્રંથગત ક્રમને પ્રધાન ન કરતાં, સરખા વિષયવાળી ગાથાઓ એકસાથે આવે તે રીતે ક્રમ લીધો છે. મૂળ ગ્રંથનો ગાથાક્રમ, દરેક ગાથાની પૂર્વે લખેલો છે. ગાથાના અંતે ક્રમિક ક્રમ આપેલો છે. ગોખવાની સરળતા તથા સુબોધતા માટે ક્યાંક સંધિનો વિગ્રહ કર્યો છે. સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ નહીં કરી શકનારા શ્રમણ શ્રમણી ભગવંતો આ ગ્રંથોને કંઠસ્થ કરે, રાખે, તેના અર્થ સહિત પરાવર્તન દ્વારા આત્માને વૈરાગ્યાદિ ભાવોથી ભાવિત કરીને શીઘ્ર મુક્તિગામી બને એ જ આ પ્રકાશનનો ઉદ્દેશ્ય છે.. સંપાદન-અર્થસંકલનમાં કોઈ ક્ષતિ રહી હોય તો જણાવવા બહુશ્રુત ગીતાર્થોને વિનંતી છે. ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ / ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈપણ પ્રતિપાદન થયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. દ. ભવ્યસુંદરવિ. વિ. સં. ૨૦૭૨, શ્રા. સુ. ૧૦, મહાવીરનગર, હિંમતનગર. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રુત - રત્ન - નિધિ ગ્રંથમાળા પુષ્પ ગ્રંથો ૧. | વૈરાગ્યશતકાદિ, કુલકો ભાગ-૧, કુલકો ભાગ-૨ ૨. | ઉપદેશમાળા, પુષ્પમાળા, ભવભાવના ૩. | પ્રકરણાદિ, પ્રવચન સારોદ્ધાર, પિંડવિશુદ્ધિ આવશ્યકનિર્યુક્તિઆદિ, પંચવસ્તુક, યતિદિનકૃત્ય ૫. | સંબોધ પ્રકરણ, સંબોધસિત્તરિ-પંચસૂત્ર શાંત સુધારસ, પ્રશમરતિ, અધ્યાત્મકલ્પદ્રુમ જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ્ આદિ ષોડશક આદિ, યોગબિંદુ આદિ, દ્વાન્નિશ દ્વાáિશિકા વીતરાગ સ્તોત્ર, સ્તુતિસંગ્રહ યોગશાસ્ત્ર, યોગસાર આદિ, યતિલક્ષણસમુચ્ચય આદિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકારી મૂળ ગ્રંથોના કર્તા - જ્ઞાની પૂર્વ મહર્ષિઓ આશીર્વાદ - પ્રેરણા - પ્રોત્સાહન - માર્ગદર્શન આપનારા સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ભવોદધિતારક ગુરુદેવ પ. પૂ. આ. ભ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. તાર્કિક શિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. સુંદર પ્રસ્તાવના દ્વારા પ્રકાશનને અલંકૃત કરનાર શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ. સા. ગાથાઓની પસંદગી અને સંપાદનકાર્યમાં સહાય કરનાર પ. પૂ. મુનિ શ્રી મૃદુસુંદરવિ. મ. સા. પ. પૂ. મુનિ શ્રી નિર્મળસુંદરવિ. મ. સા. ૫. ઝીણવટપૂર્વક અર્થનું સંશોધન અને પ્રૂફરીડિંગ કરનારા દીક્ષાદાનેશ્વરીપ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્યો પૂ. મુ. શ્રી ત્રિભુવનરત્નવિ. મ. સા. પૂ. મુ. શ્રી હિતાર્થરત્નવિ. મ. સા. જે પ્રકાશનોમાંથી મૂળપાઠ અને ક્યાંક અર્થો પણ લીધા છે, તે પ્રકાશકો અને તેના સંપાદકો આ બધાની કૃપા પ્રેરણા - સહાયતાના ફળસ્વરૂપે આ કાર્ય સંભવિત બન્યું છે, તે સહુનો હું અત્યંત ઋણી છું. મુ. ભવ્યસુંદરવિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ગ્રંથમાળાના પ્રકાશનનો લાભ ૧. શ્રી મહેસાણા ઉપનગર જૈન સંઘ, મહેસાણા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન મંદિર, માલવીયનગર, જયપુર. શ્રી જવાહરનગર જે. મૂ. પૂ. જૈન સંઘ, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ. ૫. ૬. ૭. શ્રી દહાણુકરવાડી મહાવીરનગર થે. મૂ. પૂ. જૈન સંઘ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ. શ્રી શાંતિનગર . મૂ. પૂ. જૈન સંઘ, મીરા રોડ, જિ. થાણા. શ્રી નવજીવન જે. મૂ. જૈન સંઘ, નવજીવન સોસાયટી, મુંબઈ. શ્રી મુલુંડ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, ઝવેર રોડની શ્રાવિકા બહેનો, મુલુંડ (વેસ્ટ), મુંબઈ. એ જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. - પ્રકાશક 'આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનદ્રવ્યમાંથી થયું હોવાથી ગૃહસ્થ રૂા. ૩૦ / જ્ઞાનખાતે ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં.. Page #15 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂતરત્ન-મૂંજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા Page #16 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ : ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા (સાથે) આધારગ્રંથ : અષ્ટક, ષોડશક, ધર્મબિંદુ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય આધારગ્રંથકર્તાઃ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય... પ. પૂ. મુ. શ્રી હિતાર્થરત્નવિ. મ. સા. : સંસ્કૃત, ગુજરાતી વિષય : અનેક ભાષા Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ २ धर्मबिन्दुः ધર્મ ~~~ ३ धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥१॥ ધર્મ જ, ધનના ઇચ્છુકને ધન આપનાર, ઇન્દ્રિયના વિષયોના ઇચ્છુકને સર્વ સામગ્રી આપનાર અને પરંપરાએ મોક્ષનો સાધક કહ્યો છે. અને શ્રેષ્ઠ धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकान्ततो धर्मो, धर्म एवामृतं परम् ॥२॥ ૧ ધર્મ જ શ્રેષ્ઠ ચિંતામણિ, ઉત્તમ કલ્યાણ, એકાંત હિત અમૃત छे. यत् किञ्चन शुभं लोके, स्थानं तत् सर्वमेव हि । अनुबन्धगुणोपेतं, धर्मादाप्नोति मानवः ॥३॥ આ જગતમાં જે કાંઈ શુભસ્થાન છે, તે બધું માણસ ધર્મથી જ અનુબંધ સાથે પામે છે. वचनाद् यदनुष्ठानं, अविरुद्धाद् यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते ॥४॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા અવિરુદ્ધ એવા જિનવચનને અનુસરીને જે રીતે શાસ્ત્રમાં કહેવાયું હોય તે રીતે થતું અને મૈત્રી વગેરે ભાવથી યુક્ત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે. दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मना । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥५॥ દુર્લભ મનુષ્યપણાને પામીને આત્માએ હિત જ કરવા જેવું છે. મૃત્યુ અચાનક જ બધું હતું ન હતું કરી નાંખે છે. बीजनाशे यथाऽभूमौ, प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानां, अपात्रेषु विदुर्बुधाः ॥६॥ બીજનો નાશ થાય તો અથવા ભૂમિ ઉજ્જડ હોય તો ઊગાડવાની મહેનત નિષ્ફળ જાય. તેમ અપાત્રમાં સદ્ધર્મરૂપ બીજ ઊગતું નથી, એમ પંડિતો કહે છે. न साधयति यः सम्यग्, अज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात् कथं मूढः, स महत् साधयिष्यति ? ॥७॥ જે અજ્ઞાની, કરવા ઇચ્છેલું નાનું પણ કાર્ય સારી રીતે કરતો નથી; તે મૂઢ (સંયમ જેવું) મોટું કાર્ય કઈ રીતે કરશે ? કારણ કે અયોગ્ય જ છે. अबोधेऽपि फलं प्रोक्तं, श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन, नियमाच्छुद्धचेतसः ॥८॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિંદુ શ્રોતાને જ્ઞાન ન થાય તો પણ, શુદ્ધ ભાવવાળા વક્તાને તો ઉપદેશ આપવાથી નિયમ ફળ મળે તેમ જિનેશ્વરોએ કહ્યું नोपकारो जगत्यस्मिन्, तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदाद्, देहिनां धर्मदेशना ॥९॥ આ જગતમાં તેના જેવો કોઈ ઉપકાર નથી, જેવી જીવોના દુઃખનો નાશ કરનાર ધર્મની દેશના છે. बाहुभ्यां दुस्तरो यद्वत्, क्रूरनक्रो महोदधिः । यतित्वं दुष्करं तद्वत्, इत्याहुस्तत्त्ववेदिनः ॥१०॥ જેમ ક્રૂર મગરમચ્છોવાળો મહાસાગર હાથેથી તરવો દુષ્કર છે, તેમ સાધુપણું પણ તેના જેવું દુષ્કર છે, તેમ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. भवस्वरूपविज्ञानात्, तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च, स्यादेतन्नान्यथा क्वचित् ॥११॥ સંસારના સ્વરૂપના જ્ઞાન, તેનાથી વાસ્તવિક વૈરાગ્ય અને મોક્ષના અનુરાગથી જ એ સંયમ પાળી શકાય, અન્યથા નહીં. उक्तं मासादिपर्याय-वृद्ध्या द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥१२॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા કહ્યું છે કે - મહિના વગેરે પર્યાયની વૃદ્ધિથી બાર મહિને સંયમી સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ એવું તેજ (તેજોવેશ્યાનું સુખ) પ્રાપ્ત કરે છે. – શાહૃવાર્તાસમુચ્ચય: – ३ दुःखं पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः । ન વર્તવ્યમત: પાપં, વ્યો ઘર્મસશ્ચય: રૂા પાપથી દુઃખ અને ધર્મથી સુખ મળે, એ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે. માટે પાપ કરવું નહીં અને ધર્મનો સંગ્રહ કરવો. ७ उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्, साधुसेवाफलं महत् ॥१४॥ હંમેશાં સારો ઉપદેશ મળે, ધર્મીઓના દર્શન થાય, યોગ્યની સેવા થાય. આ બધા સાધુની સેવાના ફળ છે. ८ मैत्री भावयतो नित्यं, शुभो भावः प्रजायते । ततो भावोदकाज्जन्तोः, द्वेषाग्निरुपशाम्यति ॥१५॥ મૈત્રીભાવના ભાવનારને સદા શુભ ભાવ ઉત્પન્ન થાય છે. અને તે શુભ ભાવરૂપ પાણીથી જીવનો દ્વેષરૂપી અગ્નિ શાંત થઈ જાય છે. ९ अशेषदोषजननी, निःशेषगुणघातिनी । आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥१६॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવાર્તાસમુચ્ચય આ મારું છે' એવા પરિગ્રહથી મુક્ત થવાથી સર્વ દોષોનું જન્મસ્થાન અને સર્વ ગુણોની નાશક તૃષ્ણા પણ નાશ પામે છે. १२ अनित्यः प्रियसंयोगः, इहेाशोकवत्सलः । अनित्यं यौवनं चापि, कुत्सिताचरणास्पदम् ॥१७॥ પ્રિયનો સંયોગ અનિત્ય છે અને અન્ય જીવો પર) ઈર્ષા અને (વિયોગમાં) શોક લઈને આવે છે. યૌવન પણ અનિત્ય છે અને અસદાચારનું કારણ છે. १३ अनित्याः सम्पदस्तीव्र-क्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह, सर्वभावनिबन्धनम् ॥१८॥ તીવ્ર કષાયો કરીને મેળવેલી સંપત્તિ પણ અનિત્ય છે અને સર્વ વસ્તુના આધારભૂત જીવન પણ અનિત્ય જ છે. - રાષ્ટ્રપ્રમ્ -- ४/६ धर्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी ।। प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१९॥ ધર્મ કરવા માટે જેને ધન કમાવાની ઇચ્છા છે, તેને તો ધનની અનિચ્છા જ વધુ સારી છે. કાદવથી ખરડાઈને તેને ધોવા કરતાં તો દૂર રહેવું - ન અડવું વધુ સારું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા ~~~~ પચ્ચક્ખાણ ~~~~~ ८ / १ अपेक्षा चाविधिश्चैवापरिणामस्तथैव च । प्रत्याख्यानस्य विघ्नास्तु, वीर्याभावस्तथाऽपरः ॥२०॥ અપેક્ષા, અવિધિ, અપરિણામ અને ઉત્સાહનો અભાવ - આ બધા પચ્ચક્ખાણ કરવામાં વિઘ્નભૂત છે. ૮/૮ जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भाव - प्रत्याख्यानस्य कारणं ॥ २१ ॥ દ્રવ્યથી લીધેલું (અર્થાત્ વિશુદ્ધ નહીં તેવું) પચ્ચક્ખાણ પણ ‘આ પરમાત્માએ કહ્યું છે' એવી શુભ ભક્તિના કારણે તેની દ્રવ્યતા બાધ્યમાન થઈને ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે. જ્ઞાન ~ ९/ २ विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । વિષયપ્રતિમારૂં સ્વાત્, તન્દ્રેયત્વાદ્યવેમ્ ારા ઝેર, કાંટા કે રત્નમાં બાળકને થતા જ્ઞાન જેવું, હેયોપાદેયતાના જ્ઞાન વિનાનું વિષયપ્રતિભાસ જ્ઞાન છે. (બાળક ઝેર વગેરેને જુએ છે, પણ તેને હેયરૂપે જાણતો નથી.) ૧/૩ નિરપેક્ષપ્રવૃત્ત્તાવિ-તિ મેતવુવાદ્ભુતમ્ । अज्ञानावरणापायं, महाऽपायनिबन्धनम् ॥२३॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકપ્રકરણ 9 તે (વિષયપ્રતિભાસ જ્ઞાન) અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી (અર્થાત્ મોહનીયના ઉદય સહષ્કૃત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી) થાય છે. નિષ્ઠુર પ્રવૃત્તિ તેનું લિંગ છે અને મહાનુકસાનનું કારણ છે. ૧/૪ પાતાપિરતન્ત્રસ્ય, તદ્દોષાવાવસંશયમ્ । अनर्थाद्याप्तियुक्तं, चात्मपरिणतिमन्मतम् ॥२४॥ સદાચારથી થતા પતનને પરાધીન વ્યક્તિનું તે પાપપ્રવૃત્તિમાં (અનાચારમાં) નુકસાન છે, તેવા નિશ્ચયપૂર્વકનું અને તે નુકસાનથી યુક્ત જ્ઞાન આત્મપરિણતિમત્ જ્ઞાન છે. ९/५ तथाविधप्रवृत्त्यादि - व्यङ्ग्यं सदनुबन्धि च । ज्ञानावरणह्रासोत्थं, प्रायो वैराग्यकारणम् ॥२५॥ તે (આત્મપરિણતિમત્ જ્ઞાન) જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું છે, તેવા પ્રકારની (ડંખ સહિતની પાપ)પ્રવૃત્તિથી ઓળખાતું, સદનુબંધવાળું અને પ્રાયઃ વૈરાગ્યનું કારણ બને છે. ९/६ स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यक् यथाशक्तिफलप्रदम् ॥२६॥ સ્વસ્થ વર્તનવાળા અને પ્રશાંત જીવનું હેયોપાદેય વગેરેના નિશ્ચયવાળું જ્ઞાન તત્ત્વસંવેદન છે અને તે શક્તિ મુજબ ફળદાયક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા ९/७ न्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत् प्रकीर्तितम् । सज्ज्ञानावरणापायं, महोदयनिबन्धनम् ॥२७॥ તે (તત્ત્વસંવેદન) સજ્ઞાનાવરણ(મોહનીયના ક્ષયોપશમ યુક્ત જ્ઞાનાવરણ)ના ક્ષયોપશમથી જન્ય છે. ન્યાયી માર્ગના શુદ્ધ આચરણથી જણાનારું અને મહાન્ ઉદયનું કારણ છે. २४/७ चित्तरत्नमसक्लिष्ट, आन्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैः, तस्य शिष्टा विपत्तयः ॥२८॥ અસંક્લિષ્ટ ચિત્તરૂપી રત્ન એ આંતરિક સંપત્તિ છે. જેની તે સંપત્તિ દોષોએ ચોરી લીધી છે, તેને તો વિપત્તિઓ જ બાકી રહી છે. - વૈરાગ્ય - १०/२ इष्टेतरवियोगादि-निमित्तं प्रायशो हि यत् । यथाशक्त्यपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ॥२९॥ જે પ્રાયઃ ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિના કારણે ઉત્પન્ન થયેલું, શક્તિ અનુસાર હેયનિવૃત્તિ કે ઉપાદેયપ્રવૃત્તિથી રહિત છે.. १०/३ उद्वेगकृद्विषादाढ्यं, आत्मघातादिकारणम् । आर्त्तध्यानं ह्यदो मुख्यं, वैराग्यं लोकतो मतम् ॥३०॥ ઉગ કરાવનારું, વિષાદ ભરપૂર, આત્મહત્યા વગેરેનું કારણ છે, તે મુખ્યરૂપે તો આર્તધ્યાન છે, પણ લોકવ્યવહારથી વૈરાગ્ય મનાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકપ્રકરણ ૯ १०/६ भूयांसो नामिनो बद्धा, बाह्येनेच्छादिना मी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ॥३१॥ જીવો ઘણાં છે, પરિણામી છે. બાહ્ય ઇચ્છા વગેરેથી બંધાયેલા છે અને તેના કારણે દારુણ સંસારમાં દુઃખપૂર્વક રહે છે... १० / ७ एवं विज्ञाय तत्त्याग-विधिस्त्यागश्च सर्वथा । वैराग्यमाहुः सज्ज्ञानसङ्गतं तत्त्वदर्शिनः ॥३२॥ એ પ્રમાણે જાણીને તે(ઇચ્છાદિ)ના ત્યાગના પ્રયત્ન અને સર્વથા ત્યાગને તત્ત્વજ્ઞાનીઓ સજ્ઞાન યુક્ત વૈરાગ્ય કહે છે. ~~~ તપ ~~~~ ११/१ दुःखात्मकं तपः केचित्, मन्यन्ते तन्न युक्तिमत् । ર્માવ્યસ્વરૂપાવું, વીવવું:હવત્ રૂરૂા કેટલાક તપને કર્મોદયરૂપ માનીને બળદ વગેરેના દુઃખની જેમ દુઃખરૂપ માને છે, તે યોગ્ય નથી. ११ / ५ मनइन्द्रिययोगानां, अहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत् कथं त्वस्य युक्ता स्याद् दुःखरूपता ? ॥३४॥ જિનેશ્વરોએ અહીં (તપમાં) મન-ઇન્દ્રિય અને યોગની અહાનિ જ કહી છે, તો પછી તેની દુઃખરૂપતા શી રીતે સંગત થાય ? Page #26 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ११/६ याऽपि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् । व्याधिक्रिया समा साऽपि, नेष्टसिद्ध्याऽत्र बाधनी ॥३५॥ અનશન વગેરે તપથી જે કાંઈ થોડી શરીર પીડા ક્યારેક થાય છે, તે પણ રોગને દૂર કરવાની ચિકિત્સાક્રિયામાં થતી પીડા જેવી છે. તે (શરીર પીડા) ઇષ્ટ (કર્મનાશ)ને સિદ્ધ કરનાર હોવાથી અહીં તપને ઉપાદેય માનવામાં બાધક નથી. ११/७ दृष्टा चेष्टार्थसंसिद्धौ, कायपीडा ह्यदुःखदाः । रत्नादिवणिगादिनां, तद्वदत्रापि भाव्यताम् ॥३६॥ રત્ન વગેરેના વેપારી વગેરેને ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિમાં થતી શરીર પીડા દુઃખદાયક નથી થતી તે દેખાય છે જ. તે જ રીતે તપમાં પણ સમજવું. ११/८ विशिष्टज्ञानसंवेग-शमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयं, अव्याबाधसुखात्मकम् ॥३७॥ એટલે તપ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ અને શમ પ્રધાન છે, ક્ષાયોપથમિક છે અને અવ્યાબાધ સુખરૂપ છે; એમ જાણવું. – ભિક્ષા – ५/२ यतिानादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य, सर्वसम्पत्करी मता ॥३८॥ જે યતિ ધ્યાનાદિ યુક્ત છે, ગુર્વાજ્ઞાને પાળનાર છે, સદા આરંભરહિત છે, તેને સર્વસંપન્કરી ભિક્ષા મનાઈ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ અટકપ્રકરણ ५/३ वृद्धाद्यर्थमसङ्गस्य, भ्रमरोपमयाऽटतः । गृहिदेहोपकाराय, विहितेति शुभाशयात् ॥३९॥ બાળ-વૃદ્ધ-ગ્લાન માટે, ગૃહસ્થ અને પોતાના શરીર પર ઉપકાર માટે, “ભગવાને કહ્યું છે' એવા શુભાશયથી, ભ્રમરની જેમ થોડું થોડું લઈને ફરનાર અનાસક્તને સર્વસંપન્કરી ભિક્ષા ६/६ विभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि । सङ्कल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥४०॥ રાંધવા સમયે પોતાના માટેની વસ્તુ કરતાં આપવા માટેની વસ્તુનો જુદો સંકલ્પ હોય તો તે દુષ્ટ છે. એ આ બેનો (દુષ્ટ-અદુષ્ટનો) વિષય છે. (અદુષ્ટનો વિષય આગળ કહે છે.) ६/७ स्वोचिते तु यदारम्भे, तथासङ्कल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्, तच्छुद्धापरयोगवत् ॥४१॥ પોતાના માટે જ જે રાંધવા વગેરે આરંભ કરાય છે, તેમાં ક્યારેક લાભ લેવાનો જે સંકલ્પ કરાય છે, તે શ્રાવકના બીજા શુદ્ધ યોગોની જેમ શુભ ભાવ હોવાથી દુષ્ટ નથી. – સૂક્ષ્મબુદ્ધિ – २१/१ सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्माणिभिर्नरैः । अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते ॥४२॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ધર્માર્થી જીવે હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ જાણવો, નહીં તો ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય છે. २१/२ गृहीत्वा ग्लानभैषज्य-प्रदानाभिग्रहं यथा । तदप्राप्तौ तदन्तेऽस्य, शोकं समुपगच्छतः ॥४३॥ ગ્લાનને ઔષધ લાવી આપવાનો અભિગ્રહ કરીને તેવો અવસર જ ન મળતાં અંતે શોક પામનાર સાધુની જેમ. (ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય.) – ગુરુપરતંત્રતા – २२/१ भावशुद्धिरपि ज्ञेया, यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं, न पुनः स्वाग्रहात्मिका ॥४४॥ જે માર્ગાનુસારી છે, અત્યંત પ્રજ્ઞાપનીયતા યુક્ત છે, પોતાની વાત પરના આગ્રહવાળી નથી, તે જ ખરી ભાવશુદ્ધિ છે. २२/४ न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधकम् ॥४५॥ મોહના ઉભરા વિના ક્યારેય પોતાની વાતનો આગ્રહ આવતો નથી. ગુણવાનુની પરતંત્રતા એ મોહ/સ્વાગ્રહના નાશનો ઉપાય છે. २२/५ अत एवागमज्ञोऽपि, दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वसु कर्मसु ॥४६॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકપ્રકરણ ૧૩ એટલે જ જ્ઞાની પણ દીક્ષા આપવા વગેરે સર્વ કાર્યોમાં હંમેશાં “પૂર્વમહાપુરુષોના હાથે (હું દીક્ષા વગેરે આપું છું)” એમ કહે છે. – શાસનહીલના – २३/१ यः शासनस्य मालिन्ये-ऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वाद्, अन्येषां प्राणिनां ध्रुवम् ॥४७॥ જે અનાભોગથી પણ શાસનહીલના કરે છે, તે અન્ય જીવોને નિશ્ચિતપણે મિથ્યાત્વ પમાડવાનું કારણ હોવાથી.. २३/२ बध्नात्यपि तदेवालं, परं संसारकारणम् । विपाकदारुणं घोरं, सर्वानर्थविवर्धनम् ॥४८॥ તે મિથ્યાત્વને જ બાંધે છે, જે સંસારનું સૌથી મોટું કારણ છે, ઘોર-દારુણ વિપાકવાળું છે, સર્વ અનર્થોને વધારનાર છે. २३/३ यस्तून्नतौ यथाशक्ति, सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह, तदेवाप्नोत्यनुत्तरम् ॥४९॥ જે શાસનની યથાશક્તિ ઉન્નતિ કરે છે, તે પણ બીજાને સમ્યક્તની પ્રાપ્તિમાં કારણ બનવાથી શ્રેષ્ઠ એવા તે જ સમ્યક્તને પામે છે. २४/८ दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥५०॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા જીવદયા, વૈરાગ્ય, ગુરુવર્ગનું વિધિવત્ પૂજન, શુદ્ધ સદાચારપાલન - એ પુણ્યાનુબંધી પુણ્યના કારણો છે. – પોકેશવપ્રશરણમ્ –– – દેશના – १/१४ यद्भाषितं मुनीन्द्रैः, पापं खलु देशना परस्थाने । उन्मार्गनयनमेतद्, भवगहने दारुणविपाकम् ॥५१॥ જિનેશ્વરોએ કહ્યું છે કે પરસ્થાન દેશના (અપાત્રને કે એક જીવને યોગ્ય દેશના બીજા જીવને) કરવી તે પાપરૂપ છે. તે બીજાને ઉન્માર્ગે ચડાવવારૂપ હોવાથી સંસારમાં ભયંકર ફળને આપનાર છે. २/२ बाह्याचरणप्रधाना, कर्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारः, तदग्रतो नियमतः सेव्यः ॥५२॥ બાળને બાહ્ય આચરણ જેમાં પ્રધાન હોય તેવી દેશના કરવી અને પોતે પણ તેની સામે તે આચારનું અવશ્યપણે પાલન કરવું. २/७ मध्यमबुद्धेस्त्वीर्यासमिति-प्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैः, हितदं खलु साधुसद्वृत्तम् ॥५३॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ ૧૫ મધ્યમબુદ્ધિને આદિ-મધ્ય-અંતમાં હિતકર, ત્રિકોટિપરિશુદ્ધ એવું ઈર્યાસમિતિ વગેરે સાધુજીવન કહેવું. ૨/૮ अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ॥५४॥ (તે આ પ્રમાણે ) પરમ કલ્યાણને ઇચ્છનારા સાધુઓએ પ્રવચનની આઠ માતાને, માતાની જેમ કદી છોડવી નહીં. ૨/૧ તત્સવી સવા, साधोर्नियमान्न भवभयं भवन्ति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणम् ॥५५॥ અષ્ટ પ્રવચનમાતાથી સદા યુક્ત સાધુને સંસારનો ભય કદી લાગતો નથી અને તે સાધુનું વિધિપૂર્વકનું આગમગ્રહણ ફળદાયક થાય છે, અને અત્યંત હિતકર થાય છે. २/१० गुरुपारतन्त्र्यमेव च, तद्बहुमानात् सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं, तस्माच्च मोक्ष इति ॥५६॥ વળી (મધ્યમબુદ્ધિને કહેવું કે, ગુરુ પરના બહુમાનપૂર્વક, સદાશય યુક્ત ગુરુપારતંત્ર એ પરમગુરુ(ભગવાન)ની પ્રાપ્તિનું કારણ છે, અને તેનાથી મોક્ષ થાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા २/१२ वचनाराधनया खलु धर्मः, तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं, सर्वस्वं चैतदेवास्य ॥५७॥ (પંડિત જીવને આપવાનો ઉપદેશ -) વચનની આરાધનાથી જ ધર્મ છે અને તેની વિરાધનાથી અધર્મ છે. આ અહીં ધર્મનું રહસ્ય (સંક્ષેપ) છે. અને આ જ તેનું સર્વસ્વ (વિસ્તાર) પણ છે. २/१४ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्, नियमात् सर्वार्थसंसिद्धिः ॥५८॥ ભગવાનનું વચન હૃદયમાં હોય તો ખરેખર તો ભગવાન જ હૃદયમાં છે; અને ભગવાન હૃદયમાં હોય તો નિયમ બધા કાર્ય સિદ્ધ થાય છે. – પ્રણિધાનાદિ આશયો – ३/७ प्रणिधानं तत्समये स्थितिमत्, तदधः कृपाऽनुगं चैव । निरवद्यवस्तुविषयं, परार्थनिष्पत्तिसारं च ॥५९॥ પ્રણિધાન એ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધી રહેનારું, નીચેના (ગુણહીન) જીવો પર કરુણા યુક્ત, નિષ્પાપ વસ્તુના વિષયવાળું અને પરોપકાર જેમાં પ્રધાન છે, તેવું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ ३/८ तत्रैव तु प्रवृत्तिः, शुभसारोपायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशयाद्, औत्सुक्यविवर्जिता चैव ॥६०॥ તે જ ધર્મસ્થાનમાં પૂર્ણ પ્રયત્નપૂર્વક શુભ-શ્રેષ્ઠ ઉપાયોથી યુક્તતા અને ફળની ઉત્સુકતાનો અભાવ એ પ્રવૃત્તિ આશય છે. ३/९ विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वर-मोहजयसमः प्रवृत्तिफलः ॥६१॥ વિદનજય હીન-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો, માર્ગમાં કંટક-જવર-મોહના જય જેવો, પ્રવૃત્તિરૂપ ફળવાળો છે. ३/१० सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिः, इह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता, हीने च दयादिगुणसारा ॥६२॥ ગુણાધિક પર વિનયવાળી અને હનગુણી પર દયા વગેરેવાળી (જેનું પ્રણિધાન કર્યું હતું, તે તે ધર્મસ્થાનની તાત્વિક પ્રાપ્તિ, તે સિદ્ધિ જાણવી. ३/११ सिद्धेश्चोत्तरकार्यं विनियोगो-ऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या, सुन्दरमिति तत्परं यावत् ॥६३॥ સિદ્ધિ પછીનું કાર્ય તે વિનિયોગ છે. તે હોતે છતે, પરંપરાની પ્રાપ્તિથી તે ધર્મસ્થાન શ્રેષ્ઠ (સંપૂર્ણ) ન બને ત્યાં સુધી અખંડ રહે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા ३/१२ आशयभेदा एते, सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥६४॥ આ (પ્રણિધાનાદિ) બધા વાસ્તવિક રીતે આશયના ભેદો છે, એ જ ભાવ છે. એના વિનાની ક્રિયા, તુચ્છ દ્રવ્યક્રિયા છે. ધર્મસિદ્ધિ ૧૮ ४/२ औदार्यं दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः, प्रायेण जनप्रियत्वं च ॥६५॥ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપની જુગુપ્સા, નિર્મળ બોધ અને પ્રાયઃ લોકપ્રિયતા, આ બધા ધર્મસિદ્ધિના લિંગ છે. ૪/૨ तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः । अरुचिर्न धर्मपथ्ये, न च पापा क्रोधकण्डूतिः ॥६६॥ તેથી (ધર્મ સિદ્ધ થવાથી) એને વિષયતૃષ્ણા પરાજિત કરતી નથી. દૃષ્ટિસંમોહ થતો નથી. હિતકર એવા ધર્મમાં અરુચિ થતી નથી અને પાપી ક્રોધરૂપ ખુજલી થતી નથી. જિનમંદિરનિર્માણ ~~~ ६/६ तत्रासन्नोऽपि जनो ऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो, नियमाद् बोध्यङ्गमयमस्य ॥६७॥ ત્યાં (દેરાસરની ભૂમિમાં) નજીકના લોકો, જે કોઈ સંબંધી નથી, તેમને પણ દાન-માન-સત્કારથી શુભાશયવાળા કરવા. એ નિયમથી તેમને સમ્યગ્દર્શનનું કારણ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ ६/१६ यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्, विहितमतोऽदुष्टमेतद् ॥६८॥ જિનમંદિરનિર્માણમાં યતના હોવાથી હિંસા નથી. કારણકે તે હિંસા તેનાથી અધિક હિંસાથી અટકાવનાર હોવાથી વાસ્તવમાં હિંસાથી નિવૃત્ત કરાવનાર છે. તેથી જ જિનમંદિરનિર્માણ શાસ્ત્રમાં અદુષ્ટ કહેવાયેલ છે. – જિન-સ્તુતિ – ९/६ पिण्डक्रियागुणगतैः, गम्भीरैर्विविधवर्णसंयुक्तैः । ૩નાશયવિશુદ્ધિનનā:, સંવેવાપરાય: પુર્વે: દ્દશા (ભગવાનની સ્તુતિ) ભગવાનના શરીર-સાધના અને ગુણના વિષયવાળા, ગંભીર અર્થવાળા, વિવિધ શબ્દોવાળા, આશયને શુદ્ધ કરનારા, સંવેગભરપૂર, પવિત્ર... ९/७ पापनिवेदनग|ः, प्रणिधानपुरस्सरैर्विचित्राथैः । अस्खलितादिगुणयुतैः, स्तोत्रैश्च महामतिग्रथितैः ॥७०॥ પોતાના પાપનું નિવેદન કરનારા, જુદા જુદા અર્થવાળા, અઅલિત વગેરે શબ્દોચ્ચારના ગુણોપૂર્વક અને એકાગ્રતા બોલાયેલા, ગીતાર્થ મહાપુરુષોએ રચેલા સ્તોત્રોથી (કરવી.) – લોકોત્તરતત્ત્વ – ५/१३ न्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् । दीनतपस्व्यादौ, गुर्वाज्ञया दानमन्यत्तु ॥७१॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ન્યાયપૂર્વક મેળવેલું થોડું પણ, આશ્રિતોને પીડા ન થાય તે રીતે, દીન-દુ:ખી કે સુપાત્રને, ગુરુવર્ગની અનુજ્ઞાથી અપાય તે મહાદાન છે; બાકી બધું સામાન્ય દાન છે. ५/१४ देवगुणपरिज्ञानात्, तद्भावानुगतमुत्तमं विधिना । स्याद् आदरादियुक्तं, यत् तद् देवार्चनमिष्टम् ॥७२॥ દેવના ગુણને જાણીને, તે ગુણના ઉપયોગપૂર્વક, તેમના પ્રત્યેના બહુમાનથી યુક્ત, વિધિપૂર્વક, ઉત્તમ એવી જે પૂજા થાય; તે ખરી દેવપૂજા છે. ५/१५ एवं गुरुसेवादि च, काले सद्योगविजवर्जनया । इत्यादिकृत्यकरणं, लोकोत्तरतत्त्वसंप्राप्तिः ॥७३॥ એમ યોગ્ય અવસરે, શુભ યોગોને હાનિ ન પહોંચે તે રીતે ગુરુસેવા વગેરે કાર્યો કરવા તે લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ છે. – શાસ્ત્ર-બહુમાન - ६/५ शास्त्रबहुमानतः खलु, सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः । परपीडात्यागेन च, विपर्ययात् पापसिद्धिरिव ॥७४॥ શાસ્ત્ર પરના બહુમાન, પરપીડાના ત્યાગ અને સ&િયાથી ધર્મ સિદ્ધ થાય છે, ઊંધું કરવાથી પાપની સિદ્ધિની થાય તેમ. ७/१३ आगमतन्त्रः सततं, तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान्, शस्तः खल्वाशयविशेषः ॥७५॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ જે આગમને પરતંત્ર છે, જ્ઞાની પરની ભક્તિ વગેરે રૂપ ચિહ્નવાળો છે, ક્રિયા કરતી વખતે શાસ્ત્રને યાદ કરનાર છે; તેવો આશયવિશેષ પ્રશસ્ત છે. – પ્રીતિ વગેરે અનુષ્ઠાનો – १०/३ यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च, तत् प्रीत्यनुष्ठानम् ॥७६॥ જ્યાં ઉત્કૃષ્ટ પ્રયત્ન છે. કર્તાના હિતને લાવનારી પ્રીતિ છે અને બીજા કાર્યોના ત્યાગપૂર્વક કરે છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. १०/४ गौरवविशेषयोगाद्, बुद्धिमतो यद् विशेषतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥७७॥ ક્રિયાથી પ્રીતિ-અનુષ્ઠાન જેવું હોવા છતાં, બુદ્ધિમાનું વ્યક્તિને વિશેષ બહુમાનના કારણે જે વિશિષ્ટ યોગવાળું છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. १०/६ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ॥७८॥ સર્વત્ર ઔચિત્યપૂર્વક વચનાનુસારી જે પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. તે નિયમથી ચારિત્રધરને જ હોય છે. १०/७ यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः। तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् ॥७९॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા અતિશય અભ્યાસના કારણે જે આત્મસાત્ થઈ ગયું હોય તે રીતે સાધુઓ જે કરે છે, તે અસંગઅનુષ્ઠાન છે, અને તે વચનાનુષ્ઠાનના સંસ્કારથી થાય છે. – પાંચ પ્રકારની ક્ષમા – १०/१० उपकार्यपकारिविपाकवचन-धर्मोत्तरा मता क्षान्तिः । आद्यद्वये त्रिभेदा, चरमद्वितये द्विभेदेति ॥४०॥ ઉપકારી-અપકારી-વિપાક-વચન અને ધર્મ એ પદોથી યુક્ત ક્ષમા છે. પહેલા બે (પ્રીતિ-ભક્તિ) અનુષ્ઠાનમાં (પહેલા) ત્રણ પ્રકારની અને છેલ્લા બે (વચન-અસંગ) અનુષ્ઠાનમાં (છેલ્લા) બે પ્રકારની હોય છે. -- શુશ્રુષા - १०/१४ शृण्वन्नपि सिद्धान्तं, विषयपिपासाऽतिरेकतः पापः । प्राप्नोति न संवेगं, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥८॥ અતિશય વિષયતૃષ્ણાના કારણે જે પાપી સિદ્ધાંત સાંભળતી વખતે પણ સંવેગ ન પામે, તે અસાધ્ય છે. १०/१५ नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः ॥८२॥ આવા જીવને અર્થમાંડલીમાં બેસવા દેવું પણ સારું નથી. તેમ કરનાર ગુરુને તે (શિષ્ય) કરતાં પણ અધિક દોષ લાગે, તેમ જાણવું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ષોડશપ્રકરણ ११ / १ शुश्रूषा चेहाद्यं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावेऽपि श्रावणं, असिराऽवनिकूपखननसमम् ॥८३॥ વિદ્વાનો શુશ્રૂષાને (જ્ઞાનનું) પહેલું લિંગ કહે છે. તેના અભાવમાં પણ સંભળાવવું તે પાણી વગરની જમીનમાં કૂવો ખોદવા જેવું (નિરર્થક) છે. १२/३ यो निरनुबन्धदोषात्, श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । ૨૩ गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥८४॥ જે અનુબંધ વગરના (જ્ઞાનાવરણ કર્મરૂપ) દોષના કારણે અજ્ઞાની છે, પણ શ્રદ્ધાયુક્ત છે, પાપભીરુ, ગુરુનો ભક્ત અને પકડથી રહિત છે, તે જ્ઞાની જ છે. કારણકે જ્ઞાનનું ફળ તેને મળે છે. १२/४ चक्षुष्मानेकः स्याद्, अन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥ ८५ ॥ એક દેખતો હોય, બીજો તેને અનુસરનાર આંધળો હોય; એ બંને મુસાફરો, પોતાની મંઝિલે સાથે જ પહોંચે છે. १२ / ५ यस्यास्ति सत्क्रियायां इत्थं सामर्थ्ययोग्यताऽविकला । गुरुभावप्रतिबन्धाद्, दीक्षोचित एव सोऽपि किल ॥८६॥ જેની આ પ્રમાણે ગુરુ પરના ભાવબહુમાનના કારણે સામર્થ્યથી સન્ક્રિયાની પૂર્ણ યોગ્યતા છે, તે પણ દીક્ષાને યોગ્ય જ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ~ साधुठिया - १३/१ गुरुविनयः स्वाध्यायो, योगाभ्यासः परार्थकरणं च । इतिकर्तव्यतया सह, विज्ञेया साधुसच्चेष्टा ॥८७॥ ગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ, પરાર્થકરણ અને ઇતિકર્તવ્યતા આ બધા સાધુના આચાર જાણવા. १३/२ औचित्याद् गुरुवृत्तिः, बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता, चेति गुरुविनयः ॥८७॥ ઔચિત્યપૂર્વકનું ગુરુ પરનું બહુમાન, ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાથી યુક્ત ચિત્ત, ગુર્વાજ્ઞાનું શ્રવણ અને તેનું પાલન એ ગુરુનો વિનય १३/५ विहितानुष्ठानपरस्य, तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं, परार्थकरणं यतेहूयम् ॥८९॥ જે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં રત છે, તાત્ત્વિક યોગશુદ્ધિથી યુક્ત છે, તે સાધુનું સર્વ ભિક્ષાટન વગેરે કાર્ય, પરાર્થકરણ જ ___ - भैयाहि भावना - ४/१५ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥१०॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ ૨૫ બીજાના હિતની ચિંતા તે મૈત્રી છે. બીજાના દુઃખના વિનાશની ચિંતા તે કરુણા છે. બીજાના સુખમાં આનંદ તે મુદિતા છે અને બીજાના દોષોની ઉપેક્ષા તે ઉપેક્ષા છે. १३/९ उपकारिस्वजनेतरसामान्य-गता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥९१॥ ઉપકારી-સ્વજન-ઇતર અને સામાન્ય વિષયક ચાર પ્રકારની મૈત્રી છે. મોહ-અસુખ-સંવેગ અને અન્યહિતયુક્ત એ ચાર પ્રકારની કરુણા છે. १३/१० सुखमात्रे सद्धेतौ, अनुबन्धयुते परे च मुदिता तु । करुणाऽनुबन्धनिर्वेद-तत्त्वसारा ह्युपेक्षेति ॥१२॥ સુખમાત્ર-સદ્ધતુ-અનુબંધયુક્ત સુખ અને ઉત્કૃષ્ટ સુખમાં એમ ચાર પ્રકારની મુદિતા છે. કરુણા-અનુબંધ-નિર્વેદ અને તત્ત્વ જેમાં પ્રધાન છે, એવી ચાર પ્રકારની ઉપેક્ષા છે. १३/१५ सिद्धान्तकथा सत्सङ्गमश्च, मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाका-लोचनमथ मूलमस्यापि ॥१३॥ સિદ્ધાંતકથા, સત્સંગ, મૃત્યુનું પરિભાવન, દુષ્કત-સુકૃતના વિપાકોનું આલોચન એ(ગુરુવિનય)નું મૂળ છે. – ખેદાદિ આઠ દોષો – १४/३ खेदोद्वेगक्षेपोत्थान-भ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन् मतिमानः ॥१४॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા ખેદ-ઉદ્વેગ-ક્ષેપ-ઉત્થાન-ભ્રાન્તિ-અન્યમુદ્-રુણ્ અને આસંગ દોષથી યુક્ત ચિત્તોને પ્રયત્નપૂર્વક વર્ઝવા. १४/४ खेदे दादर्याभावात्, न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं, कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥९५॥ ખેદદોષ હોય તો દૃઢતાના અભાવના કારણે સુંદર પ્રણિધાન નથી થતું. અને અહીં (ધર્મમાં) પ્રણિધાન, ખેતીમાં પાણીની જેમ પ્રધાન છે. १४/५ उद्वेगे विद्वेषाद्, विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकं, अलमेतद् तद्विदामिष्टम् ॥९६॥ ઉદ્વેગદોષ હોય તો અરુચિના કારણે પાપી વડે અનુષ્ઠાનનું કરવું, વેઠ ઊતારવા જેવું થાય છે. જ્ઞાનીઓ તેને યોગીઓના કુળમાં જન્મ થવામાં પ્રતિબંધક માને છે. १४/६ क्षेपेऽपि चाप्रबन्धाद्, इष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः, शालिरपि फलावहः पुंसः ॥९७॥ ક્ષેપદોષ હોય તો નિરંતર - ધ્યાનપૂર્વક ન કરવાથી અનુષ્ઠાન ઇષ્ટ ફળને આપનાર નથી થતું. વારંવાર ઉખેડવાથી શાલિવૃક્ષ પણ માણસને ફળ આપતું નથી. १४/७ उत्थाने निर्वेदात्, करणमकरणोदयं सदैवास्य । अत्यागत्यागोचितं, एतत्तु स्वसमयेऽपि मतम् ॥९८॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ષોડશપ્રકરણ ૨૩ ઉત્થાનદોષ હોય તો કંટાળાને કારણે અનુષ્ઠાનનું કરણ પણ ભવિષ્યમાં અકરણને લાવનારું થાય છે. આવું કરણ, જૈનશાસનમાં પણ, ત્યાગને ઉચિત હોવા છતાં નહીં ત્યજાતું જણાવ્યું છે. १४/८ भ्रान्तौ विभ्रमयोगात्, न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं, प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥९९॥ ભ્રાન્તિદોષ હોય તો ભ્રમના કારણે કર્યું કે ન કર્યું તેના વિષયના સંસ્કાર પડતા નથી. અને સંસ્કારના અભાવના કારણે તેનું કરણ, જે પ્રયોજન માટે કરાય છે તેનું વિરોધી - અનિષ્ટ ફળને આપનાર છે. १४/९ अन्यमुदि तत्र रागात्, तदनादरताऽर्थतो महाऽपाया । सर्वानर्थनिमित्तं मुद्विषयवृष्ट्यङ्गाराभा ॥१००॥ અન્યમુદ્ દોષ હોય તો અન્ય કાર્ય પર રાગ હોવાથી અર્થાપત્તિથી કરાતા કાર્ય પર મહાનુકસાનકારી અનાદર છે, જે સર્વ અનર્થનું કારણ અને જેના પર રાગ છે તે કાર્ય પર પણ અંગારની વૃષ્ટિ જેવો છે. १४/१० रुजि निजजात्युच्छेदात्, करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं, तेनैतद् वन्ध्यफलमेव ॥ १०१ ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા રુગ્દોષ હોય તો અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાનપણું જ નીકળી જવાથી તેનું કરણ ઇષ્ટસિદ્ધિ નિયમથી કરાવતું નથી. એટલે તેનું એ અનનુષ્ઠાન છે. અને એટલે ફળ વગરનું છે. १४/११ आसङ्गेऽप्यविधानाद्, ૨૮ असङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलमुच्चैः, तदप्यसङ्गं यतः परमम् ॥१०२॥ આસંગદોષ હોય તો પણ અનુષ્ઠાન નિષ્ફળ છે. કારણકે સંગ કરવાનું વિધાન શાસ્ત્રમાં નથી, સંગરહિત સતત પ્રવૃત્તિનું વિધાન છે. અત્યંત અસંગ અનુષ્ઠાન જ વિશિષ્ટ ઇષ્ટફળ આપનારું છે. - શ્રુત-ચિંતા-ભાવના જ્ઞાન ~~~ ११/७ वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, मिथ्याऽभिनिवेशरहितमलम् ॥१०३॥ જેનો વિષય માત્ર વાક્યનો અર્થ છે, ખોટી પકડથી રહિત છે, તે શ્રુતમય જ્ઞાન કોઠારમાં રહેલ બીજ જેવું જાણવું. ११/८ यत्तु महावाक्यार्थजं, अतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दु:, विसपि चिन्तामयं तत् स्यात् ॥१०४॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ષોડશકપ્રકરણ જે મહાવાક્યાર્થથી થાય, સૂક્ષ્મ તાર્કિક વિચારણાથી યુક્ત હોય તે ચિંતામય જ્ઞાન, પાણીમાં ફેલાતા તેલના ટીપાંની જેમ વિસ્તરતું છે. ११/९ ऐदम्पर्यगतं यद्, विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत्तु भावनामयं, अशुद्धसद्रत्नदीप्तिसमम् ॥१०५॥ જે ઐદંપર્યરૂપ વિષયવાળું છે, વિધિનિષેધમાં પ્રવૃત્તિનિવૃત્તિરૂપ અત્યંત પ્રયત્નવાળું છે, તે ભાવનામય જ્ઞાન અશુદ્ધ સત્નના તેજ જેવું છે. – આગમ - १६/१२ ऐदम्पर्यं शुद्धयति, यत्रासावगमो सुपरिशुद्धः । तदभावे तद्देशः, कश्चित् स्यादन्यथाग्रहणात् ॥१०६॥ જ્યાં ઔદંપર્ય શુદ્ધ છે, તે આગમ પરિશુદ્ધ છે. ઐદંપર્ય શુદ્ધ ન હોય તો વિપરીત સમજણના કારણે તે આગમનો એક દેશ (નય) છે (આગમ નથી). १६/१३ तत्रापि न द्वेषः कार्यो, विषयस्तु यत्नतः मृग्यः । तस्यापि न सद्वचनं, सर्वं यत् प्रवचनादन्यत् ॥१०७॥ તેમાં પણ દ્વેષ ન કરવો; પણ તે કઈ અપેક્ષાનો વિષય છે, તે પ્રયત્નપૂર્વક વિચારવું. તેનું પણ જે સર્વચન છે તે બધું જિનવચનથી ભિન્ન નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ 30 ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા १६/१४ अद्वेषो जिज्ञासा, शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः, प्रवृत्तिरष्टाङ्गिकी तत्त्वे ॥१०८॥ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા, શુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ - આમ તત્ત્વમાં પ્રવૃત્તિના આઠ અંગ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ યોગદષ્ટિસમુચ્ચય સૂત-સ્ન-મૅજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા Page #48 -------------------------------------------------------------------------- ________________ : યોગબિંદુ - યોગદૃષ્ટિ સમુચ્ચય સૂક્ત - રત્ન - મંજૂષા (સાર્થ) આધારગ્રંથ : યોગબિંદુ, યોગદૃષ્ટિ સમુચ્ચય આધારગ્રંથકર્તા : સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. અર્થસંકલન : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. અર્થસંશોધન · દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય... પ. પૂ. મુ. શ્રી હિતાર્થરત્નવિ. મ. સા. : સંસ્કૃત, ગુજરાતી : યોગ ગ્રંથ ભાષા વિષય Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ - યાવિ: – १ नत्वाऽऽद्यन्तविनिर्मुक्तं, शिवं योगीन्द्रवन्दितम् । योगबिन्दुं प्रवक्ष्यामि, तत्त्वसिद्ध्यै महोदयम् ॥१॥ યોગીન્દ્રો વડે પણ નમસ્કાર કરાયેલા અને અનાદિઅનંત એવા પરમેશ્વરને નમસ્કાર કરીને, તત્ત્વની સિદ્ધિ માટે મહાલાભકારી એવા યોગબિંદુને કહીશ. – યોગમાહાભ્ય – રૂ૭ યોT: વન્યત: શ્રેષ્ઠ, યોrfશ્ચન્તામળિ: : | યો: પ્રધાને ઘમri, યોગ: સિદ્ધઃ સ્વયં: રા યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે. યોગ શ્રેષ્ઠ ચિંતામણિ છે. યોગ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. યોગ મોક્ષનો સ્વયંવર છે. ३८ तथा च जन्मबीजाग्निः, जरसोऽपि जरा परा । दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥३॥ યોગ, જન્મરૂપ બીજને બાળી નાખનાર અગ્નિ; વૃદ્ધાવસ્થાનો નાશ કરનાર શ્રેષ્ઠ “જરા'; દુઃખોનો નાશ કરનાર ક્ષયરોગ અને મૃત્યુનો પણ અંત કરનાર કહેવાયો છે. ३९ कुण्ठीभवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृते चित्ते, तपश्छिद्रकराण्यपि ॥४॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા તપને તોડી નાખનારા એવા કામદેવના તીક્ષ્ણ શસ્ત્રો પણ યોગરૂપ બખ્તરથી આવરાયેલા ચિત્ત સામે બુટ્ટા થઈ જાય છે. ४१ मलिनस्य यथा हेम्नोः, वह्नेः शुद्धिर्नियोगतः । योगाग्नेश्चेतसस्तद्वद्, अविद्यामलिनात्मनः ॥५॥ જેમ અશુદ્ધ સુવર્ણની પણ અગ્નિથી નિયમા શુદ્ધિ થાય છે, તેમ અવિદ્યા(કુસંસ્કારોથી મલિન થયેલ સ્વરૂપવાળા ચિત્તની યોગરૂપી અગ્નિથી નિશ્ચિતપણે શુદ્ધિ થાય છે. ५२ किञ्चान्यद् योगतः स्थैर्य, धैर्यं श्रद्धा च जायते । मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वभासनम् ॥६॥ વળી યોગથી સ્થિરતા, અવિચલિતતા, શ્રદ્ધા, મૈત્રી, લોકપ્રિયતા અને ક્ષયોપશમથી થતું પ્રતિભ-તત્ત્વજ્ઞાન થાય છે. ५३ विनिवृत्ताग्रहत्वं च, तथा द्वन्द्वसहिष्णुता । तदभावश्च लाभश्च, बाह्यानां कालसङ्गतः ॥७॥ અને આગ્રહરહિતપણું, ઇષ્ટ-અનિષ્ટ પર સમભાવ, ઇષ્ટ-અનિષ્ટના ભેદનો જ અભાવ, કાળને અનુરૂપ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ... ५४ धृतिः क्षमा सदाचारो, योगवृद्धिः शुभोदया । आदेयता गुरुत्वं च, शमसौख्यमनुत्तरम् ॥८॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ વૈર્ય, ક્ષમા, સદાચાર, શુભ ઉદયવાળી યોગની વૃદ્ધિ, લોકોમાં આદેયતા, ગૌરવ અને ઉત્તમ પ્રશમસુખ (યોગથી મળે ५०९ पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहितात्मनाम् ॥९॥ મૂઢ જીવોને તો પત્ની-પુત્રાદિ સંસાર છે. સદ્યોગ વિનાના વિદ્વાનોને તો શાસ્ત્ર જ સંસારરૂપ છે. ४१२ आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥१०॥ આગમ, તર્ક, ધ્યાનનો અભ્યાસ એમ ત્રણ રીતે પ્રજ્ઞાને વધારતો ઉત્તમ યોગને પામે. – ભવાભિનંદી – ८७ क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यात्, निष्फलारम्भसङ्गतः ॥११॥ ભવાભિનંદી જીવ તુચ્છ, સામગ્રીની પ્રાપ્તિમાં જ આનંદ માનનારો, લાચાર, ઈર્ષ્યાળુ, ભયભીત, કપટી, મૂર્ખ અને નિષ્ફળ કાર્ય કરનારો હોય. ८८ लोकाराधनहेतोर्या, मलिनेनान्तरात्मना । क्रियते सत्क्रिया साऽत्र, लोकपक्तिरुदाहृता ॥१२॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા મલિન અંતઃકરણથી લોકોને ખુશ કરવા માટે જે સન્ક્રિયા કરાય તે અહીં લોકપંક્તિ કહેવાયેલ છે. ८९ ૩૬ भवाभिनन्दिनो लोक - पङ्क्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्ट्योच्चैः, दुरन्तां तद्विदो विदुः ॥१३॥ ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે, તેને જ્ઞાનીઓ કટુ વિપાકવાળી કહે છે; કારણકે મહાન્ ધર્મને પણ તુચ્છ કીર્ત્યાદિ માટે કરે છે. ९० धर्मार्थं लोकपङ्क्तिः स्यात्, कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः, पापायाल्पधियामलम् ॥१४॥ ગીતાર્થ મહાત્માઓ (શાસન પ્રભાવના વગેરે) ધર્મ માટે લોકપંક્તિ આદરે તો કલ્યાણનું કારણ બને. અલ્પબુદ્ધિવાળા લોકપંક્તિ માટે ધર્મ આચરે તો પાપ માટે થાય. - યોગ-પૂર્વસેવા १०९ पूर्वसेवा तु तन्त्रज्ञैः, गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेह प्रकीर्तिता ॥१५॥ શાસ્ત્રજ્ઞાનીઓએ ગુરુ-દેવ વગેરેની પૂજા, સદાચાર, તપ અને મુક્તિ-અદ્વેષને યોગની પૂર્વસેવા કહી છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ - ગુરુવર્ગનો વિનય माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપવેટ્ટારો, ગુરુવî: સતાં મત: સાદ્દા માતા, પિતા, લૌકિક શિક્ષક અને તેમના ભાઈ-બહેન વગેરે, વડીલ વૃદ્ધો અને ધર્મના ઉપદેશક - આ બધાને સજ્જનો ‘ગુરુ’ માને છે. ११० 39 ११२ पूजनं चास्य विज्ञेयं, त्रिसन्ध्यं नमनक्रिया । तस्यानवसरेऽप्युच्चैः, चेतस्यारोपितस्य तु ॥ १७॥ તેમને ત્રણ કાળ નમસ્કાર, તેઓની અનુપસ્થિતિમાં મનથી યાદ કરીને પણ નમસ્કાર એ તેમનું પૂજન જાણવું. ११३ अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् । नामग्रहश्च नास्थाने, नावर्णश्रवणं क्वचित् ॥१८॥ તેઓ આવતાં ઊભા થવું, તેમની પાસે નમ્રતાપૂર્વક વર્તવું, અયોગ્ય સ્થાને નામ ન લેવું, તેમની નિંદા ક્યારેય ન સાંભળવી... ११४ त्यागश्च तदनिष्टानां तदिष्टेषु प्रवर्तनम् । औचित्येन त्विदं ज्ञेयं, प्राहुर्धर्माद्यपीडया ॥१९॥ તેમને અણગમતું ત્યાગવું, ગમતું કરવું, ધર્મને બાધા ન પહોંચે તેમ ઔચિત્યપૂર્વક આ બધું પૂજારૂપ જાણવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ११५ तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् । तद्विम्बन्याससंस्कार, ऊर्ध्वदेहक्रिया परा ॥२०॥ તેમના આસન વગેરે ન વાપરવા, તેમનું ધન તીર્થસ્થાનમાં વાપરી નાખવું, તેમની પ્રતિમા સ્થાપીને પૂજા કરવી, અંતિમસંસ્કાર ઉત્તમ રીતે કરવા. દાન ~ १२१ पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते । पोष्यवर्गाविरोधेन, न विरुद्धं स्वतश्च यत् ॥२१॥ સુપાત્ર અને દીન-દુઃખીને, પોતાના આશ્રિતોને તકલીફ ન પડે તે રીતે, ધર્મવિરોધી ન હોય તેવું, વિધિપૂર્વકનું દાન માન્ય છે. १२२ व्रतस्था लिङ्गिनः पात्रं, अपचास्तु विशेषतः । સ્વસિદ્ધાન્તાવિરોઘેન, વર્તને યે વૈવ દિ ારા વ્રતનું પાલન કરનાર વેશધારીઓ સુપાત્ર છે, તેમાં સ્વયં ન રાંધનારા અને પોતાના શાસ્ત્રવિરુદ્ધ આચરણ કદી ન કરનારા વિશેષથી સુપાત્ર છે. १२३ दीनान्धकृपणा ये तु, व्याधिग्रस्ता विशेषतः । નિ:સ્વા: યિાન્તરાશવતા, તોઁ હિંમૌન: રફા લાચાર, અંધ, ગરીબ, રોગી, નિર્ધન, કામ કરવા માટે અશક્ત - આ બધા દીન છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ 36 १२५ धर्मस्यादिपदं दानं, दानं दारिद्र्यनाशनम् । जनप्रियकरं दानं, दानं कीर्त्यादिवर्धनम् ॥२४॥ દાન ધર્મનું પહેલું પગથિયું છે, ગરીબીનું નાશક છે, લોકપ્રિય બનાવનાર છે, કીર્તિ વગેરે વધારનાર છે. -सहायार - १२६ लोकापवादभीरुत्वं, दीनाभ्युद्धरणादरः । कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ॥२५॥ લોકનિંદાનો ડર, દીન-દુઃખીના ઉદ્ધારમાં પ્રયત્ન, કૃતજ્ઞતા भने सुक्षिष्य - मा सहायार छे. १२७ सर्वत्र निन्दासन्त्यागो, वर्णवादश्च साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तद्वत् सम्पदि नम्रता ॥२६॥ સર્વત્ર નિંદાનો ત્યાગ, સાધુની પ્રશંસા, આપત્તિમાં महीनता भने समृद्धिमा नम्रत.... १२८ प्रस्तावे मितभाषित्वं, अविसंवादनं तथा । प्रतिपन्नक्रिया चेति, कुलधर्मानुपालनम् ॥२७॥ અવસર હોય ત્યારે જ અને અલ્પ બોલવું, જેવું હોય ते बोलj, जोडं ung, सधभर्नु सन २... १२९ असद्व्ययपरित्यागः, स्थाने चैतत्क्रिया सदा । प्रधानकार्ये निर्बन्धः, प्रमादस्य विवर्जनम् ॥२८॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ખોટા ખર્ચા ન કરવા, યોગ્ય સ્થાને ખર્ચ કરવો, (આત્મહિતકર)પ્રધાન કાર્યોને મહત્ત્વ આપવું, પ્રમાદનો ત્યાગ કરવો. १३० लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । પ્રવૃત્તિîહિત નેતિ, પ્રાગૈ: ટળતરપિ ારા શિષ્ટાચારનું પાલન કરવું, ઔચિત્યનું પાલન કરવું, પ્રાણાંતે પણ નિંઘ કાર્યો ન કરવા. (આ બધો સદાચાર છે.) ११८ सर्वान् देवान् नमस्यन्ति, नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यतितरन्ति ते ॥३०॥ ro જે એક જ દેવને પકડી ન રાખે, પણ બધા દેવને નમે; તેવા પણ ઇન્દ્રિય અને કષાયને જીતેલા લોકો દુર્ગમ સંસારને તરી જાય છે. વિષાદિ પાંચ અનુષ્ઠાન ~~~~ १५६ विषं लब्ध्याद्यपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात् तथा ॥३१॥ લબ્ધિ વગેરેની ઇચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે સચ્ચિત્તને હણવાથી, મહાન ધર્મને તુચ્છ લબ્ધિ વગેરે માટે કરીને હલકો બનાવવાથી ‘વિષ’ જાણવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ ૪૧ १५७ दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद् विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥३२॥ દેવતાઈ સુખની ઇચ્છાથી થતા અનુષ્ઠાનને ઉપરોક્ત રીતે જ ભવાંતરમાં નુકસાનકારી હોવાથી પંડિતો “ગર' કહે છે. १५८ अनाभोगवतश्चैतद्, अननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद् यथोदितम् ॥३३॥ અનાભોગવાળાનું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. તેનું મન શૂન્ય હોવાથી આવું કહેવાયું છે. १५९ एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः ॥३४॥ અનુષ્ઠાનનો રાગ હોય તો, શુભભાવનો અંશ હોવાથી યોગના જાણકારો તેને સદનુષ્ઠાનનો શ્રેષ્ઠ હેતુ કહે છે. १६० जिनोदितमिति त्वाहुः, भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तं, अमृतं मुनिपुङ्गवाः ॥३५॥ ભગવાને કહ્યું છે માટે કરવાનું છે તેવા શ્રેષ્ઠ ભાવવાળું અને અત્યંત સંવેગથી યુક્ત અનુષ્ઠાનને મુનીશ્વરો “અમૃત” કહે છે. ~ सभ्यष्टि ~ २०३ भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह, योगो योगो हि भावतः ॥३६॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા ભિન્નગ્રંથિક જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે. સંસારમાં શરીર જ હોય છે. એટલે તેની બધી જ ક્રિયા એ નિશ્ચયનયથી યોગ છે. ૪૨ २०४ नार्या यथाऽन्यसक्तायाः, तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ॥३७॥ જેમ પરપુરુષમાં આસક્ત સ્ત્રીનું મન સદા પરપુરુષમાં હોવાથી (પોતાના પતિની સેવા કરે ત્યારે પણ) પરપુરુષનો જ સંબંધ ગણાય અને પાપનો જ બંધ થાય; તેમ ભિન્નગ્રંથિક જીવનું મન મોક્ષમાં હોવાથી સંસારના કાર્યો પણ નિર્જરા જ કરાવે. २५३ शुश्रूषा धर्मरागश्च, गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं, लिङ्गमस्य महात्मभिः ॥ ३८ ॥ જિનવચન સાંભળવાની ઇચ્છા, શ્રુત-ચારિત્ર ધર્મનો રાગ, શક્તિ અનુસારે દેવ-ગુરુની ભક્તિ એ મહાત્માઓએ સમ્યગ્દર્શનનું લિંગ કહ્યું છે. - અનુષ્ઠાનશુદ્ધિ २११ विषयात्माऽनुबन्धैस्तु, त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ॥३९॥ અનુષ્ઠાનને વિષય, સ્વરૂપ અને અનુબંધ એમ ૩ પ્રકારે શુદ્ધ કહ્યું છે અને તે ત્રણેની ઉત્તરોત્તર પ્રધાનતા જાણવી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪3 યોગબિંદુ २१२ आद्यं यदेव मुक्त्यर्थं, क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेय-लेशभावाच्छुभं मतम् ॥४०॥ મોક્ષ માટે જે પર્વત પરથી ઝંપાપાત કરવો વગેરે કરાય તે પહેલું(વિષયશુદ્ધ) જાણવું.. તે મોક્ષની આંશિક ઇચ્છા હોવાથી શુભ મનાયું છે. २१३ द्वितीयं तु यमाद्येव, लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह, सम्यग्ज्ञानाद्ययोगतः ॥४१॥ સમ્યજ્ઞાન વગેરે ન હોવાથી શાસ્ત્રને નહીં અનુસરનારું એવું લોકવ્યવહારથી યમ-નિયમાદિનું પાલન તે બીજું (સ્વરૂપશુદ્ધ) અનુષ્ઠાન છે. २१४ तृतीयमप्यदः किन्तु, तत्त्वसंवेदनाऽनुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र, दृढमौत्सुक्यवर्जितम् ॥४२॥ તત્ત્વસંવેદનજ્ઞાનથી યુક્ત, સર્વત્ર ઉપશમભાવપૂર્વક અને ફળની જરાપણ ઉત્સુકતા વિનાનું યમ-નિયમનું પાલન ત્રીજું (અનુબંધશુદ્ધ) અનુષ્ઠાન છે. २१५ आद्यान्न दोषविगमः, तमोबाहुल्ययोगतः । तद्योग्यजन्मसन्धानं, अत एके प्रचक्षते ॥४३॥ અજ્ઞાનની બહુલતાના કારણે પહેલા(વિષયશુદ્ધ)થી દોષનાશ નથી થતો. કેટલાક એમ કહે છે કે - તેનાથી દોષનાશ માટેના જન્મની પ્રાપ્તિ થાય. Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા २१७ द्वितीयाद् दोषविगमो, न त्वेकान्तानुबन्धनात् । गुरुलाघवचिन्तादि, न यत्तत्र नियोगतः ॥४४॥ ગુરુ-લાઘવની વિચારણા ન હોવાથી બીજા(સ્વરૂપશુદ્ધ)થી થતો દોષનાશ એકાંતે સાનુબંધ નથી હોતો. २१९ तृतीयाद् दोषविगमः, सानुबन्धो नियोगतः । गृहाद्यभूमिकाऽऽपात-तुल्य: कैश्चिदुदाहृतः ॥४५॥ ત્રીજા (અનુબંધશુદ્ધ)થી થતો દોષનાશ નિયમા સાનુબંધ હોય છે. કેટલાક તેને મકાનના પાયાની શરૂઆત જેવો ગણે છે. १४८ सच्चेष्टितमपि स्तोकं, गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र, पादस्पर्शनिषेधनम् ॥४६॥ મોટા દોષવાળ, નાનું સારું કાર્ય કરે તોપણ તે સત્કાર્ય નથી. જેમ કે ભૌત સંન્યાસીને મારનાર ભીલનું તેના પગને નહીં અડવારૂપ સત્કાર્ય. १४४ अत एव च शस्त्राग्नि-व्यालदुर्ग्रहसन्निभः । श्रामण्यदुर्ग्रहोऽस्वन्तः, शास्त्र उक्तो महात्मभिः ॥४७॥ એટલે જ અયોગ્ય રીતે સાધુ બનવું, તે શસ્ત્ર-અગ્નિ કે સર્પને અયોગ્ય રીતે પકડવા જેવું અશુભ પરિણામવાળું શાસ્ત્રોમાં મહાત્માઓએ કહ્યું છે. १. आद्यभूमिकाऽऽपातः - दृढपीठबन्धप्रारम्भः इति टीकायां । Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ – શાસ્ત્રમાહામ્ય - २२५ पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ॥४८॥ શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, પુણ્યનું કારણ છે, બધું જ જોનારી આંખ છે, સર્વ પ્રયોજનોનું સાધન છે. २२८ यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वात्, न प्रशंसाऽऽस्पदं सताम् ॥४९॥ જેને શાસ્ત્ર પર આદર નથી તેના શ્રદ્ધા વગેરે ગુણો પાગલના (શૂરવીરતાદિ) ગુણોની જેમ સજ્જનોને પ્રશંસનીય નથી. २२९ मलिनस्य यथाऽत्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥५०॥ પાણી જેમ અત્યંત મેલા વસ્ત્રને સાફ કરનાર છે; તેમ શાસ્ત્ર અંતઃકરણરૂપી રત્નને શુદ્ધ કરનાર છે, તેમ પંડિતો કહે છે. २३० शास्त्रे भक्तिर्जगद्वन्द्यैः, मुक्तेर्दूती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्प्राप्त्यासन्नभावतः ॥५१॥ જગભૂજ્ય પરમાત્માએ શાસ્ત્ર પરની ભક્તિને મુક્તિની શ્રેષ્ઠ દૂતી કહી છે. એટલે અહીં(ચરમાવર્તમાં) જ મોક્ષ નજીક હોવાથી શાસ્ત્રભક્તિ હોવી તર્કસંગત છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા २३१ तथाऽऽत्मगुरुलिङ्गानि प्रत्ययस्त्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः ॥५२॥ બધા અનુષ્ઠાનોમાં આત્મા(પોતે), ગુરુ અને બાહ્ય શુકન એમ ત્રણ પ્રકારનો (જેનાથી કાર્યસિદ્ધિનો નિશ્ચય થાય તે) પ્રત્યય કહ્યો છે. યોગમાર્ગમાં તે વિશેષથી જાણવો. અધ્યાત્માદિ પાંચ યોગો अध्यात्मं भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद् योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥५३॥ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ મોક્ષની સાથે જોડી આપવાથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ યોગ છે. ३५८ औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तं, अध्यात्मं तद्विदो विदुः ॥५४॥ ઔચિત્યપૂર્વકના આચરણવાળાનું, મૈત્રી વગેરે ભાવો જેમાં પ્રધાન હોય તેવું અને જિનવચનને અનુસરતું તત્ત્વચિંતન તે અધ્યાત્મયોગ છે, તેમ જ્ઞાનીઓ કહે છે. ૪૬ ३१ ३६० अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसङ्गतः । મન:સમાધિસંયુત:, પૌન:પુન્ચેન ભાવના રોજ વૃદ્ધિ પામતો, મનની સમાધિથી યુક્ત એવો વારંવારનો અધ્યાત્મનો અભ્યાસ તે ભાવનાયોગ જાણવો. Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ / યોગદષ્ટિ સમુચ્ચય ४१ ३६२ शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥५६॥ સ્થિર દીપક જેવા, સૂથમ વિચારણા યુક્ત અને એક જ વિષયમાં રહેલા શુભ ચિત્તને પંડિતો ધ્યાનયોગ કહે છે. ३६४ अविद्याकल्पितेषूच्चैः, इष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात् तद्व्युदासेन, समता समतोच्यते ॥५७॥ કુસંસ્કારના કારણે ઇષ્ટ અને અનિષ્ટ મનાયેલ વસ્તુઓમાં સમ્યજ્ઞાનથી ઈષ્ટાનિષ્ટત્વનો ત્યાગ કરીને સમત્વની ભાવના તે સમતાયોગ છે. ३६६ अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥५८॥ પરપદાર્થના સંયોગજન્ય વિકલ્પોનો હવે ફરી ન થવારૂપે જે નિરોધ, તે વૃત્તિસંક્ષયયોગ મનાયો છે. ~~ योगदृष्टिसमुच्चयः - नत्वेच्छायोगतोऽयोगं, योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन, योगं तदृष्टिभेदतः ॥५९॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા અયોગી(મન-વચન-કાયાના યોગથી રહિત) અને યોગીઓ જ જેના સ્વરૂપને જાણી શકે છે તેવા વીર જિનેશ્વરને ઇચ્છાયોગથી નમસ્કાર કરીને સંક્ષેપથી યોગને, તેની દૃષ્ટિના ભેદથી કહીશ. – ઇચ્છાદિ ત્રણ યોગ - कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥६०॥ જેણે શાસ્ત્રાર્થ સાંભળ્યો છે તેવા, અને કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીનો પણ પ્રમાદથી જે અપૂર્ણ ધર્મયોગ, તે ઇચ્છાયોગ કહેવાય. ४ शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥६१॥ શક્તિ મુજબ અપ્રમત્ત અને શ્રદ્ધાયુક્તનો, ઊંડા જ્ઞાનપૂર્વકનો શાસ્ત્રાનુસારી સંપૂર્ણ યોગ, તે શાસ્ત્રયોગ જાણવો. ५ शास्त्रसन्दर्शितोपायः, तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद् विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥१२॥ જેના ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ શક્તિની પ્રબળતાને કારણે જેનું સ્વરૂપ શાસ્ત્રનો વિષય બનતું નથી, તે ઉત્તમ સામર્થ્ય યોગ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય ૪૯ – પહેલી દૃષ્ટિ - યોગબીજ – २३ जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥६३॥ વીતરાગ પર શુભ ચિત્ત, તેમને નમસ્કાર અને પ્રણામ એ શ્રેષ્ઠ શુદ્ધ યોગબીજ છે. २५ उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥६४॥ અત્યંત ઉપાદેયબુદ્ધિથી, સંજ્ઞાઓના નિરોધથી યુક્ત અને ફળની ઇચ્છા રહિત એવું આ (યોગબીજ) સંશુદ્ધ છે. २६ आचार्यादिष्वपि ह्येतद्, विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवत्, शुद्धाशयविशेषतः ॥६५॥ ભાવયોગી એવા આચાર્ય વગેરેને વિષે પણ આ (શુભચિત્ત, નમસ્કાર વગેરે) અને વિશિષ્ટ શુદ્ધ આશયથી વિધિપૂર્વક વૈયાવચ્ચ એ પણ વિશુદ્ધ યોગબીજ છે. २७ भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥६६॥ સહજ ભવવૈરાગ્ય, દ્રવ્ય-અભિગ્રહોનું પાલન, શાસ્ત્રના વિધિપૂર્વક લેખન વગેરે પણ યોગબીજ છે. (સમ્યગ્દર્શન વિનાના અભિગ્રહો દ્રવ્યઅભિગ્રહ જાણવા.) Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા – ચરમાવર્ત – ३२ दुःखितेषु दयाऽत्यन्तं, अद्वेषो गुणवत्सु च । औचित्यात् सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ॥६७॥ દુઃખી જીવો પર અત્યંત દયા, ગુણવાન પર અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન (ચરમાવર્તના લક્ષણો છે.) – બીજી દૃષ્ટિ - ગુરુપરતંત્રતા – ६८ नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तद्, इत्यस्यां मन्यते सदा ॥६८॥ અમારી બુદ્ધિ ટૂંકી છે અને શાસ્ત્રોનો વિસ્તાર ઘણો મોટો છે, એટલે શિષ્ટ પુરુષો જે અર્થ કરે તે પ્રમાણ છે, એ મુજબ આમાં(બીજી દૃષ્ટિમાં) માને છે. – ત્રીજી દૃષ્ટિ - શુશ્રુષા -- ५२ कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥६९॥ સુંદર પત્નીયુક્ત યુવાનને દિવ્ય ગાયન સાંભળવાની જેવી ઇચ્છા હોય તેવી આમાં(ત્રીજી દૃષ્ટિમાં) તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય. ५३ बोधाम्भःस्रोतसश्चैषा, सिरातल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थं, असिराऽवनिकूपवत् ॥७०॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય ૫૧ આ શુશ્રુષા, બોધરૂપી પ્રવાહ માટે પાતાળઝરણા જેવી મનાઈ છે. તેના અભાવમાં સાંભળવું નકામું છે, પાણી વિનાની જમીનમાં કૂવો ખોદવાની જેમ. ५४ श्रुताभावेऽपि भावेऽस्याः, शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्, परबोधनिबन्धनम् ॥७१॥ આ શુશ્રુષા હોય તો સાંભળવા ન મળે તો પણ શુભભાવના કારણે શ્રેષ્ઠ જ્ઞાનના કારણભૂત કર્મક્ષયરૂપ ફળ તો મળે જ. – ચોથી દૃષ્ટિ - ધર્મદઢતા – ५८ प्राणेभ्योऽपि गुरुर्धर्मः, सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थं, न धर्म प्राणसङ्कटे ॥७२॥ આ(ચોથી દૃષ્ટિ)માં નિઃશંકપણે ધર્મ પ્રાણ કરતાં પણ વધુ વહાલો લાગે. ધર્મ માટે પ્રાણ તજી દે; પણ પ્રાણ બચાવવા ધર્મ ન છોડે. ५९ एक एव सुहृद् धर्मो, मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं, सर्वमन्यत् तु गच्छति ॥७३॥ એકમાત્ર ધર્મ જ મિત્ર છે, જે મર્યા પછી પણ સાથે આવે છે. બાકી બધું તો શરીરની સાથે જ નાશ પામે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પર યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા - મિથ્યાત્વ – ७९ जन्ममृत्युजराव्याधि-रोगशोकाद्युपद्रुतम् । वीक्षमाणा अपि भवं, नोद्विजन्तेऽतिमोहतः ॥७४॥ સંસારને જન્મ-જરા-મૃત્યુ-વ્યાધિ-રોગ-શોક વગેરેથી પીડિત જોવા છતાં, અત્યંત મોહના કારણે (જીવો) વિરક્ત થતા નથી. ८० कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत् सदा । दुःखे सुखधियाऽऽकृष्टा, कच्छूकण्डूयकादिवत् ॥७५॥ (તેમને) દુષ્કાર્ય, સત્કાર્ય લાગે અને સત્કાર્ય, દુષ્કાર્ય લાગે છે. ખુજલીના રોગીને ખંજવાળમાં સુખ લાગે તેમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાય છે. ८१ यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छा परिक्षये ॥७६॥ જેમ ખુજલીવાળાને ખંજવાળવાનું મન થાય, ખુજલીના નિવારણનું નહીં, તેમ આ જીવોને ભોગસામગ્રીનું મન થાય છે, ભોગેચ્છાના નાશનું નહીં. ८४ बडिशामिषवत् तुच्छे, कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो ! दारुणं तमः ॥७७॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય માછલી પકડવાની ગલમાં રહેલ માંસ જેવા તુચ્છ, કટુ વિપાકવાળા ખરાબ સુખમાં આસક્ત થઈને સત્કાર્યને છોડી દે છે. અહો ! ઘોર અજ્ઞાનને ધિક્કાર હો ! પાંચમી દૃષ્ટિ - વૈરાગ્ય १५३ बालधूलीगृहक्रीडा - तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥७८॥ ૫૩ આ(પાંચમી દૃષ્ટિ)માં અજ્ઞાનરૂપ ગ્રંથિનો ભેદ થવાથી સંસારની બધી ક્રિયા, બાળકની ધૂળમાં ઘર બનાવવાની રમત જેવી જ્ઞાનીને લાગે. १५४ मायामरीचिगन्धर्व-नगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यन्ति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥७९॥ શ્રુતજ્ઞાનજનિત વિવેકના કારણે બાહ્ય બધા પદાર્થોને હકીકતમાં માયાજળ (ઝાંઝવાના જળ), ગંધર્વનગર કે સ્વપ્ર જેવા આભાસિક માને. १५८ धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥८०॥ ધર્મથી મળતી પણ ભોગસામગ્રી, જીવને પ્રાયઃ નુકસાનકારી થાય છે. ચંદનમાંથી પેદા થયેલ અગ્નિ પણ બાળે જ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १५९ भोगात् तदिच्छाविरतिः, स्कन्धभारानुपपत्तये । स्कन्धान्तरसमारोपः, तत्संस्कारविधानतः ॥८॥ સામગ્રી ભોગવવા દ્વારા તેની ઇચ્છાનો નાશ કરવો તે એક ખભાનો ભાર ઊતારવા બીજા ખભા પર મૂકવા જેવું છે. કારણકે ભોગથી તેના(રાગના) સંસ્કાર પડે છે | વધે છે. १६३ मायाऽम्भस्तत्त्वतः पश्यन्, अनुद्विग्नस्ततो ध्रुवम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥८२॥ માયાજળ(પાણી જેવું દેખાય, પણ હોય નહીં તે)ની વાસ્તવિકતા જાણનાર વ્યક્તિ, તેનાથી ગભરાયા વગર નિશ્ચિતપણે જરા પણ અટક્યા વગર તેમાંથી ચાલી જ જાય. १६४ भोगान् स्वरूपतः पश्यन्, तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥८३॥ તેમ માયાજળ જેવા ભોગોને સ્વરૂપથી જોનાર, તેને ભોગવવા છતાં અનાસક્ત રહીને મોક્ષને પામે છે. १७० सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥८४॥ પરાધીન બધું દુઃખરૂપ છે. સ્વાધીન બધું સુખરૂપ છે. સુખ-દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ કહ્યું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય १७१ पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्, तल्लक्षणनियोगतः ॥८५॥ આમ, પુણ્યથી મળતું સુખ પણ પરાધીન છે એ નક્કી થયું. અને તેથી તેમાં દુ:ખનું લક્ષણ હોવાથી તે દુઃખ જ છે. १०९ संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे, तदतीतार्थयायिनाम् ॥८६॥ દેવ બનવા ઇચ્છનાર સંસારી દેવોની ભક્તિ કરે. સંસારને તરવા ઇચ્છનારા, સંસારને પાર ઊતરેલા પરમતત્ત્વની જ ભક્તિ કરે. ८७ ૫૫ કદાગ્રહ ~~ बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ કુતર્ક એ જ્ઞાન માટે રોગ છે, શમને નુકસાનકારી છે, શ્રદ્ધાનો ઘાતક છે, અભિમાન કરાવનાર છે, સ્પષ્ટ રીતે જ ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. ८८ कुतर्केऽभिनिवेशस्तद्, न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८८॥ માટે મોક્ષાર્થીને કુતર્કનો આગ્રહ યોગ્ય નથી. મહાત્માને શ્રુત, શીલ અને સમાધિનો આગ્રહ યોગ્ય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૬ १४६ ग्रहः सर्वत्र तत्त्वेन, યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १२१ मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायः, त्यक्तव्या किमनेन तत् ? ॥८९॥ મુમુક્ષુઓને ક્યાંય પણ આગ્રહ વાસ્તવિક રીતે યોગ્ય નથી, કારણકે મોક્ષમાં તો (ક્ષાયોપશમિક) ધર્મો પણ લગભગ છોડવાના છે. તો પછી આગ્રહ શા માટે ? અનુષ્ઠાન આર: વરને પ્રીતિ:, અવિન: સમ્પન્નગમ: | जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ॥९०॥ આદર, કરવામાં આનંદ, વિઘ્નનો અભાવ, લાભની પ્રાપ્તિ, જિજ્ઞાસા, જ્ઞાનીની સેવા... આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે. ११९ इन्द्रियार्थाश्रया बुद्धिः, ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवच्चैतद्, असंमोहोऽभिधीयते ॥९१॥ ઇન્દ્રિયથી જણાતા અર્થમાં થાય તે બુદ્ધિ. આગમાનુસારે થાય તે જ્ઞાન. તે જ જ્ઞાન સદનુષ્ઠાનયુક્ત હોય તો અસંમોહ કહેવાય છે. १२० रत्नोपलम्भतज्ज्ञान- तत्प्राप्त्यादि यथाक्रमम् । હોવાહરનું સાધુ, શેયં વુછ્યાવિસિદ્ધયે ॥૨॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય રત્ન દેખાવું, તેને ઓળખવું અને તેને મેળવવું વગેરે અનુક્રમે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહની સિદ્ધિમાં સરસ ઉદાહરણો १२२ बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव, विपाकविरसत्वतः ॥१३॥ બુદ્ધિપૂર્વકના સર્વ કાર્યો કટુ વિપાકવાળા હોવાથી જીવને સંસાર વધારનારા જ છે. १२३ ज्ञानपूर्वाणि तान्येव, मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशाद्, अनुबन्धफलत्वतः ॥१४॥ જ્ઞાનપૂર્વકના કાર્યો, શ્રુતજ્ઞાનની શક્તિ સાથે ભળવાથી તેની પરંપરા ચાલવાથી કુલયોગીઓને મોક્ષનું કારણ બને છે. १२४ असंमोहसमुत्थानि, त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु, भवातीतार्थयायिनाम् ॥१५॥ અસંમોહથી થયેલા કાર્યો, એકાંત શુદ્ધિના કારણે મોક્ષાર્થીને શીધ્ર મોક્ષ આપનારા છે. १४८ परपीडेह सूक्ष्माऽपि, वर्जनीया प्रयत्नतः । __ तद्वत् तदुपकारेऽपि, यतितव्यं सदैव हि ॥१६॥ સૂક્ષ્મ પરપીડા પણ પ્રયત્નપૂર્વક વર્જવી. તે જ રીતે બીજા પર ઉપકાર કરવામાં સદા પ્રયત્ન કરવો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા १४९ गुरवो देवता विप्रा, यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥९७॥ માતા-પિતા, દેવ, લૌકિક શિક્ષક અને તપસ્વી સાધુઓ - આ બધા મહાત્માઓની ભાવથી પ્રયત્નપૂર્વક પૂજા કરવી. – યોગીના પ્રકારો – २०८ ये योगिनां कुले जाताः, तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥१८॥ જેઓ યોગીના કુળમાં જન્મ્યા છે, અને જેઓ તે કુળના આચારોથી યુક્ત છે; તેઓ કુળયોગી કહેવાય છે. બીજા (કુળાચારથી રહિત) કુળવાન હોય તો પણ કુળયોગી કહેવાતા નથી. २०९ सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालवो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ॥१९॥ આ કુળયોગીઓ સર્વત્ર દ્વેષ રહિત, ગુરુ-દેવ-શિક્ષકને પ્રિય, દયાળુ, વિનીત, જ્ઞાની અને જિતેન્દ્રિય હોય છે. २१० प्रवृत्तचक्रास्तु पुनः, यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ॥१०॥ વળી, પ્રવૃત્તચક્રયોગીઓ બે યમ (ઇચ્છા-પ્રવૃત્તિ)વાળા હોય છે; પછીના બે યમ(સ્થિરતા-સિદ્ધિ)ની અત્યંત ઇચ્છાવાળા અને શુશ્રુષાદિ(શ્રવણ-બોધ વગેરે) ગુણયુક્ત હોય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય - यमना पांय प्रा२ - २१३ तद्वत्कथाप्रीतियुता, तथाऽविपरिणामिनी । यमेष्विच्छाऽवसेयेह, प्रथमो यम एव तु ॥१०१॥ યમવાળાની કથામાં આનંદથી યુક્ત અને અવિચલિત એવી અહિંસાદિ યમની ઇચ્છા એ પહેલો “ઇચ્છા” યમ જાણવો. २१४ सर्वत्र शमसारं तु, यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया, द्वितीयो यम एव तत् ॥१०२॥ સર્વત્ર ઉપશમપ્રધાન એવું યમનું પાલન, તે બીજો 'प्रवृत्ति'यम एवो. २१५ विपक्षचिन्तारहितं, यमपालनमेव यत् । तत् स्थैर्यमिह विज्ञेयं, तृतीयो यम एव हि ॥१०३॥ વિદનના ડરથી રહિત જે યમનું પાલન તે “શૈર્યયમ वो. २१६ परार्थसाधकं त्वेतत्, सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम एव तु ॥१०४॥ શુદ્ધ અંતરાત્માનું, અચિંત્ય શક્તિના પ્રભાવે બીજાને પણ યોગી બનાવે તેવું યમપાલન, તે ચોથો “સિદ્ધિયમ જાણવો. २० प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतः, चरणस्योपजायते ॥१०५॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુ આદિ સૂક્ત- રત્ન - મંજૂષા પ્રયાણ અટકતું ન હોવાના કારણે, દેવના ભવથી થતો ચારિત્રનો અભાવ, (મુસાફરીમાં) રાતના આરામ કરવા જેવો છે. (પછીના ભવે ફરી પ્રાપ્ત થાય.) – ત્રણ અવંચક - २१७ सद्भिः कल्याणसंपन्नैः, दर्शनादपि पावनैः । तथादर्शनतो योग, आद्यावञ्चक उच्यते ॥१०६॥ કલ્યાણને પામેલા અને દર્શનથી પણ પવિત્ર કરનારા સંતો સાથે તેવા પ્રકારના (પવિત્ર કરનારા) દર્શન દ્વારા યોગ થવો, તે પહેલો યોગાવંચકયોગ છે. २१८ तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् । क्रियाऽवञ्चकयोगः स्यात्, महापापक्षयोदयः ॥१०७॥ તેમને જ પ્રણામ વગેરે ક્રિયાનો નિયમ તે મહાપાપનો ક્ષય કરનાર ક્રિયાવંચકયોગ છે. २१९ फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिः, धर्मसिद्धौ सतां मता ॥१०८॥ સંતો દ્વારા ધર્મસિદ્ધિના વિષયમાં નિયમાં સાનુબંધ ફળની પ્રાપ્તિ એ ફલાવંચક્યોગ મનાયો છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ હાત્રિશત્ દ્વાબિંશિકા સૂત-ત્ન-મૂંજૂષા (સાર્થ) : આધારગ્રંથકર્તા : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા Page #78 -------------------------------------------------------------------------- ________________ : દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્ત - રત્ન - (સાર્થ) આધારગ્રંથ : ઃ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણ ગ્રંથકર્તા • મહો. શ્રી યશોવિજયજી મહારાજા અર્થસંકલન અર્થસંશોધન ગ્રંથ ભાષા વિષય મંજૂષા : પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિ. મ. સા. : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય... પ. પૂ. મુ. શ્રી હિતાર્થરત્નવિ. મ. સા. : સંસ્કૃત, ગુજરાતી : અનેક વિષયોનો સંગ્રહ Page #79 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા – દાન – १/१ ऐन्द्रशर्मप्रदं दानम्, अनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु, मोक्षदं देशितं जिनैः ॥१॥ અનુકંપાથી યુક્ત દાન સ્વર્ગના સુખો આપનાર છે અને ભક્તિપૂર્વકનું સુપાત્રદાન મોક્ષ આપનાર છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે. १/२० भक्तिस्तु भवनिस्तार-वाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय, बहुकर्मक्षयक्षमम् ॥२॥ સુપાત્ર દ્વારા પોતાના સંસારના નાશની ઇચ્છા એ ભક્તિ છે. તે ભક્તિપૂર્વક સુપાત્રને આપેલું દાન ઘણાં કર્મનો ક્ષય કરવા સમર્થ છે. १/७ क्षेत्रादि व्यवहारेण, दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः, केवलः फलभेदकृत् ॥३॥ વ્યવહારનયથી ક્ષેત્ર, કાળ વગેરે ફળમાં કારણ બનતા દેખાય છે. નિશ્ચયનયથી તો માત્ર ભાવ જ ફળમાં તફાવત કરનાર કારણ છે. १/८ कालेऽल्पमपि लाभाय, नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि, कणकोटिर्वथाऽन्यथा ॥४॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા યોગ્ય કાળે કરેલું નાનું કાર્ય પણ લાભ માટે થાય. અકાળે કરેલું મોટું કાર્ય પણ લાભ માટે ન થાય. વરસાદ થયો હોય તો વાવેલા એક બીજની પણ વૃદ્ધિ થાય, અન્યથા કરોડો બીજ વ્યર્થ જાય. – પ્રણિધાનાદિ આશયો – १०/११ प्रणिधानं क्रियानिष्ठम्, अधोवृत्तिकृपाऽनुगम् । परोपकारसारं च, चित्तं पापविवर्जितम् ॥५॥ નીચેની કક્ષામાં રહેલા પર કરણાવાળું, પરોપકાર જેમાં પ્રધાન છે તેવું અને ક્રિયામાં રહેલું પાપરહિત ચિત્ત તે પ્રણિધાન १०/१२ प्रवृत्तिः प्रकृतस्थाने, यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता, चेतःपरिणति स्थिरा ॥६॥ પ્રકૃતિ ધર્મસ્થાનમાં નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી ઉત્પન્ન થતી, બીજા કાર્યની ઇચ્છા વિનાની સ્થિર ચિત્ત પરિણતિ એ પ્રવૃત્તિ છે. १०/१३ बाह्यान्तर्व्याधिमिथ्यात्व-जयव्यङ्ग्याशयात्मकः । कण्टकज्वरमोहानां, जयैर्विघ्नजयः समः ॥७॥ બાહ્ય પ્રતિકૂળતા, આંતરિક રોગ અને મિથ્યાત્વ પરના વિજયથી જણાતો આશયરૂપ વિનજય - કંટક, તાવ અને મોહના જય જેવો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા १०/१४ सिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ॥८॥ સાક્ષાત્ અનુભવ રૂપ, હીન-સમાન-અધિક પર અનુક્રમે કરુણા-ઉપકાર(સહાય)-વિનયથી યુક્ત એવી તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ તે સિદ્ધિ છે. १०/१५ अन्यस्य योजनं धर्मे, विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्यफलं मतम् ॥९॥ બીજાને ધર્મમાં જોડવારૂપ વિનિયોગ સિદ્ધિ પછીનું કાર્ય છે, અને પરંપરા ચલાવવા દ્વારા તે નિશ્ચિતપણે ફળ આપનાર છે. १०/१६ एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ॥१०॥ આ આશયો વિનાની ક્રિયા ધર્મ માટે નથી થતી, ઊલટી લોભ-ક્રોધથી થતી ક્રિયાની જેમ નુકસાન કરનાર થાય છે. १०/१६ शिरोदकसमो भावः, क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिरतो ध्रुवा ॥११॥ ભાવ એ પાતાળઝરણા જેવો છે, ક્રિયા ખોદવા જેવી છે. એટલે ભાવપૂર્વક ક્રિયા કરવાથી નિશ્ચિતપણે ભાવની વૃદ્ધિ थाय छे. १०/१६ मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः । तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१२॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા માત્ર ક્રિયાથી થયેલ કષાયનો નાશ, દેડકાના ચૂર્ણ જેવો (ફરી ઉત્પન્ન થાય તેવો) છે. ભાવપૂર્વકની ક્રિયાથી થયેલ કષાયનાશ દેડકાની ભસ્મ જેવો (ફરી ઉત્પન્ન ન થાય તેવો) છે. – ગુણાનુરાગ – ३/३० गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः ॥१३॥ ગુણી, ગુણરાગી અને સાધુ પર ગુણદ્વેષી એ અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ-અધમ બુદ્ધિવાળા કહ્યા છે. ३२/५ सज्जनस्य विदुषां गुणग्रहे, दुषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥१४॥ જેમ ચક્રવાકની દૃષ્ટિ સૂર્યપ્રકાશમાં અને ઘુવડની દૃષ્ટિ અંધકારમાં શક્તિમાનું બને છે તેમ સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણના ગ્રહણમાં અને દુર્જનની બુદ્ધિ દોષના ગ્રહણમાં પ્રવર્તે છે. ५/४ अप्रीति व कस्यापि, कार्या धर्मोद्यतेन वै । इत्थं शुभानुबन्धः स्याद्, अत्रोदाहरणं प्रभुः ॥१५॥ ધર્મમાં ઉદ્યત વ્યક્તિએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું, તો જ શુભ અનુબંધ થશે. અહીં (અપ્રીતિ નિવારવા વિહાર કરી જનાર) પ્રભુ વીરનું ઉદાહરણ સમજવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વાવિંશિકા સૂક્તરત્નમંજૂષા – જિનમહત્ત્વ – ४/२० अपरस्त्वाह राज्यादि-महाऽधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चार्हन्, महत्त्वं कथमृच्छति ? ॥१६॥ બીજો કહે છે . રાજ્ય વગેરે મોટા અધિકરણ(પાપ સાધન)ને આપનારા, શિલ્પ વગેરે બતાવનારા અરિહંતમાં મહાનપણું શી રીતે ઘટે ? ४/२१ तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् । शक्तौ सत्यामुपेक्षाया, अयुक्तत्वान्महात्मनाम् ॥१७॥ તે બરાબર નથી, કારણકે એ રીતે જ (રાજ્ય આપવા, શિલ્પ બતાવવા વગેરેથી જ) મોટા દોષનું નિવારણ શક્ય હતું. અને મહાત્માઓ (મોટા દોષના નિવારણની) શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે, તે યોગ્ય નથી. ४/२२ नागादे रक्षणायेव, गाद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि, स स्यात् परनयोद्भावनात् ॥१८॥ સર્પ વગેરેથી રક્ષણ કરવા માટે ખાડામાંથી ખેંચવામાં (કદાચ વાગે તો પણ) જેમ દોષ નથી, તેમ આમાં (રાજ્ય પ્રદાન વગેરેમાં) પણ નથી. બાકી તો ઉપદેશ આપવામાં પણ (પ્રભુને) દોષ લાગશે, કારણકે તેમાંથી જ અન્યદર્શનો ઉત્પન્ન થયા. ४/२८ अर्हमित्यक्षरं यस्य, चित्ते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्द-ब्रह्मणः सोऽधिगच्छति ॥१९॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા જેના ચિત્તમાં સદા “અહમ્” એવા અક્ષરો સ્ફરે છે, તે શબ્દબ્રહ્મથી પરબ્રહ્મ(મોક્ષ)ને પામે છે. ४/२९ सारमेतन्मया लब्धम्, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ॥२०॥ શ્રતરૂપી સમુદ્રના મંથનથી મને સાર એ મળ્યો કે ભગવાનની ભક્તિ પરમ આનંદ(મોક્ષ)રૂપી સંપત્તિનું કારણ છે. १/३१ शुभयोगेऽपि यो दोषो, द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनः, नानिष्टो यतनावतः ॥२१॥ શુભ યોગમાં દ્રવ્યથી જે કોઈ પણ દોષ થાય છે, તે યતનાવાળાને નુકસાનકારક નથી. અહીં કૂવો ખોદવાનું દૃષ્ટાંત જાણવું. १४/२७ आत्मनेष्टं गुरुर्ब्रते, लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः, सम्पूर्ण सिद्धिसाधनम् ॥२२॥ પોતાની ઇચ્છા છે, ગુરુ કહે છે, બાહ્ય શુકનો પણ અનુકૂળ છે. આ ત્રણ પ્રકારનો પ્રત્યય સિદ્ધિનું સંપૂર્ણ કારણ કહેવાયો છે. - મંદમિથ્યાત્વ – २०/३१ मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः । मार्गाभिमुखभावेन, कुर्वते मोक्षयोजनम् ॥२३॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્તરત્નમંજૂષા મિથ્યાત્વ મંદ થયા પછી, માર્ગાભિમુખતા આવવાથી મિત્રાદિ દૃષ્ટિઓ મોક્ષ તરફ લઈ જાય છે. २०/३२ प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । सूत्रे मिथ्यादृगप्युक्तः, परमानन्दभागतः ॥२४॥ એટલે જ શાસ્ત્રમાં સ્વભાવથી ભદ્રિક, શાંત, વિનીત, નમ્ર અને ઉત્તમ (સંતોષી) મિથ્યાત્વીને પણ પરમાનંદવાળો કહ્યો છે. સમ્યક્ત્વ — /? લક્ષ્યને પ્રન્થિમેવેન, સમ્યવૃત્તિ: સ્વતન્ત્રત: । शुश्रूषाधर्मरागाभ्याम्, गुरुदेवादिपूजया ॥२५॥ ૬૯ ગ્રંથિભેદ થવાથી (૧) જિનવચન શ્રવણની ઇચ્છા, (૨) ચારિત્રધર્મનો રાગ અને (૩) ગુરુ-દેવની ભક્તિથી, સમ્યગ્દષ્ટિ આગમોક્ત રીતે ઓળખાય છે. १५/२ भोगिकिन्नरगेयादि - विषयाधिक्यमीयुषी । शुश्रूषाऽस्य न सुप्तेश - कथाऽर्थविषयोपमा ॥२६॥ ભોગીને કિન્નરોના સંગીતમાં હોય તેના કરતાં પણ અધિકતાને પ્રાપ્ત કરનારી જિનવચનના શ્રવણની શુશ્રુષા સમકિતીને હોય; સૂતેલા રાજાને વાર્તા સાંભળવાની ઇચ્છા જેવી ન હોય. १५/३ अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ॥२७॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા પહેલા નહીં સાંભળેલા ભગવાનના વચનમાં તેનું (સમકિતીનું) મન જેવું લાગે છે, તેવું પૂર્વે અનેકવાર પ્રાપ્ત કરેલા ધન-ઇન્દ્રિયના વિષયો વગેરેમાં લાગતું નથી; કારણકે બંને વચ્ચેનો ફરક તે જાણે છે. १५/४ धर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया ॥२८॥ ભોગીને સ્ત્રી વગેરેનો રાગ હોય તેના કરતાં પણ અધિક ચારિત્રધર્મની ઇચ્છા ભાવથી હોય. (ચારિત્ર મોહનીય)કર્મ બળવાન હોય તો પ્રવૃત્તિ સંસારની પણ હોય. १५/५ तदलाभेऽपि तद्राग-बलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद् भुक्ते, घृतपूर्णप्रियो द्विजः ॥२९॥ ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં તેનો બળવાન રાગ હોવો અશક્ય નથી. જેમ ઘેબર ખૂબ ભાવતા હોય તેવો બ્રાહ્મણ પણ (ઘેબર ન મળે તો) લૂખું-સૂકું ખાય છે. १५/६ गुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥३०॥ સમકિતી બીજા કાર્યના ત્યાગપૂર્વક, અત્યંત બહુમાન પૂર્વક, પોતાની શક્તિ ગોપવ્યા વિના ગુરુ-દેવની ભક્તિ કરે તેમ કહ્યું છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા १५/११ तप्तलोहपदन्यास-तुल्या वृत्तिः क्वचिद् यदि । इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥३१॥ જો ક્યારેક તે(સમકિતી) પાપપ્રવૃત્તિ કરે તો તે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી ઇચ્છા વિનાની હોય તેમ કહ્યું છે. એટલે તે કાયપાતી હોય, ચિત્તપાતી નહીં. १५/२९ मिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु, सम्यग् मिथ्येति नः स्थितिः ॥३२॥ મિથ્યાદૃષ્ટિનું સભ્ય શ્રત પણ મિથ્યા છે અને સમકિતીનું મિથ્યાશ્રુત પણ સમ્યગુ છે, એવી આપણી માન્યતા છે. - ચારિત્ર - १७/३० औचित्येन प्रवृत्त्या च, सुदृष्टिर्यत्नतोऽधिकात् । पल्योपमपृथक्त्वस्य, चारित्रं लभते व्ययात् ॥३३॥ સમકિતી જીવ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી, પલ્યોપમપૃથક્ત જેટલી કર્મસ્થિતિનો નાશ કરીને ચારિત્ર પામે. १७/३१ मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपिचास्य हि ॥३४॥ (૧) માર્થાનુસારિતા, (૨) શ્રદ્ધા, (૩) જ્ઞાનીના હિતવચનમાં રુચિ, (૪) ગુણાનુરાગ અને (૫) શક્યનો આરંભ એ ચારિત્રધરના લિંગ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २८/३ यस्य क्रियासु सामर्थ्य , स्यात् सम्यग् गुरुरागतः । योग्यता तस्य दीक्षायाम्, अपि माषतुषाकृतेः ॥३५॥ જેને ગુરુ પરના રાગથી ક્રિયામાં સમ્યક સામર્થ્ય છે, તેવા માષતુષ જેવા પણ દીક્ષા માટે યોગ્ય છે. ~ भावसाधु ~ २७/२ पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः । गणयित्वाऽऽत्मतुल्यान्, यो महाव्रतरतो भवेत् ॥३६॥ પૃથ્વીકાય વગેરે ષટ્કાયના જીવોને પોતાના જેવા જ સુખને ઇચ્છતાં, દુઃખને ન ઇચ્છતાં ગણીને જે મહાવ્રતમાં રત २४... २७/५ न यश्चागामिनेऽर्थाय, सन्निधत्तेऽशनादिकम् । साधर्मिकान् निमन्त्र्यैव, भुक्त्वा स्वाध्यायकृच्च यः ॥३७॥ ભવિષ્ય માટે જે આહારાદિનો પરિગ્રહ ન કરે, સાધર્મિક સાધુઓને આમંત્રીને જ પછી ગોચરી વાપરે અને વાપરીને स्वाध्याय ४३... २७/६ न कुप्यति कथायां यो, नाप्युच्चैः कलहायते । उचितेऽनादरो यस्य, नादरोऽनुचितेऽपि च ॥३८॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વાબિંશિકા સૂક્તરત્નમંજૂષા વાતચીતમાં જે ગુસ્સે ન થાય, મોટેથી ઝઘડો ન કરે, જેને ઉચિત કાર્યમાં અનાદર(ઉપેક્ષા) કે અનુચિત કાર્યમાં આદર (ઇચ્છા) ન હોય... २७/७ आक्रोशादीन् महात्मा यः, सहते ग्रामकण्टकान् । न बिभेति भयेभ्यश्च, स्मशाने प्रतिमास्थितः ॥३९॥ જે મહાત્મા આક્રોશવચનો વગેરે ઇન્દ્રિયના પ્રતિકૂળ વિષયો સહન કરે, સ્મશાનમાં પ્રતિમામાં રહેતો પણ કોઈ પણ પ્રકારના ભયથી ડરે નહીં... २७/८ आक्रष्टो वा हतो वाऽपि, लुषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो यो-ऽनिदानश्चाकुतूहलः ॥४०॥ આક્રોશ કરાયે છતે, લાકડીથી મરાયે છત કે કપાયે છતે પણ જે પૃથ્વીની જેમ સહન કરે; શરીર પરની મમતા અને તેની વિભૂષા જેણે તજી દીધી છે, જે નિયાણા અને કુતૂહલ વગરનો છે... ૨૭/૬ યશ નિર્મભાવેન, શાથે રોષેપસ્તુતે | जानाति पुद्गलान्यस्य॑, न मे किञ्चिदुपप्लुतम् ॥४१॥ જે મમતા વિનાનો હોવાથી શરીરમાં રોગ વગેરે આવે તો “શરીરરૂપ પુગલથી ભિન્ન એવા મારા આત્માનું કંઈ બગડયું નથી”, એમ વિચારે. ૧. પુનાચસ્થ = પુકૂલાત્ fમન્ની | Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્તરત્નમંજૂષા २७/१२ अज्ञातोञ्छं चरन् शुद्धं, अलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥४२॥ ૪ ‘સાધુ આવવાના છે’, તેવી ખબર નથી તેવા ઘરોમાંથી જ નિર્દોષ ગોચરી લેનાર, લોલુપતા કે સ્વાદની આસક્તિ વિનાનો, ઋદ્ધિ, સન્માન, પૂજા કે અસંયત જીવનની જે ઇચ્છા ન કરે... २७ / १३ यो न कोपकरं ब्रूयात्, कुशीलं न वदेत् परम् । प्रत्येकं पुण्यपापज्ञो, जात्यादिमदवर्जितः ॥४३॥ જે બીજાને ગુસ્સો આવે તેવું ન બોલે, બીજાને ‘તું કુશીલ છે' તેવું ન કહે, બધા પુણ્ય-પાપના ફળ છે તેવું જાણનાર, જાતિ વગેરેના મદથી રહિત... २७ / १५ उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चापि कदाचन ॥४४॥ ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, આક્રંદ, જુગુપ્સા અને ક્રીડા જેને કદી ન હોય... २७ / १६ इदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् । अशाश्वतं च मत्वा यः, शाश्वतार्थं प्रवर्तते ॥४५॥ શુક્ર-શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર અશુચિ અને અનિત્ય છે” એમ માનીને જે શાશ્વત એવા મોક્ષ માટે પુરુષાર્થ કરે... Page #91 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २७/१७ स भावभिक्षुर्भेतृत्वाद्, आगमस्योपयोगतः । भेदनेनोग्रतपसा, भेद्यस्याशुभकर्मणः ॥४६॥ તે આગમના ઉપયોગથી, ઉગ્ર તપ વડે, નાશ કરવા યોગ્ય એવા અશુભકર્મનો નાશ કરતો હોવાથી ભાવસાધુ છે. २७/२३ संवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राराधना विनयस्तपः ॥४७॥ સંવેગ, ઇન્દ્રિયના વિષયનો ત્યાગ, સુશીલ સાધુનો સંગ, शान-शन-यात्रिनी आराधना, विनय, त५.. २७/२४ क्षान्तिर्दिवमृजुता, तितिक्षा मुक्त्यदीनते । आवश्यकविशुद्धिश्च, भिक्षोलिङ्गान्यकीर्तयन् ॥४८॥ क्षमा, नम्रता, स२णता, सहिष्णुता, निमिता, महीनता, શુદ્ધ આવશ્યક ક્રિયા. આ સાધુના લિંગો કહેલા છે. २८/१४ इन्द्रियाणां कषायाणां, गृह्यते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या, तां सद्दीक्षां प्रचक्षते ॥४९॥ ઇન્દ્રિય અને કષાયના મુંડન પછી, માથાના મુંડનથી ઓળખાતી જે દીક્ષા લેવાય છે, તે સદ્દીક્ષા કહેવાય છે. २८/१७ शरीरेणैव युध्यन्ते, दीक्षापरिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य, व्यावृत्ता बाह्ययुद्धतः ॥५०॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા દીક્ષા અંતરમાં પરિણત થયા પછી બાહ્ય યુદ્ધથી અટકેલા એવા જ્ઞાનીઓ, દુર્લભ વૈરી એવા શરીરનો ભેટો થતાં તેની સાથે જ યુદ્ધ કરે છે. २८/१९ शरीराद्यनुरागस्तु, न गतो यस्य तत्त्वतः । तेषामेकाकिभावोऽपि, क्रोधादिनियतः स्मृतः ॥५१॥ જેનો શરીર વગેરે પરનો રાગ પરમાર્થથી ગયો જ નથી, તેઓ એકલા રહે તો પણ ક્રોધાદિ કષાયો નિયમા થવાના છે. ૨૮/૨૨ સક્પ્રતિપત્તિર્દિ, મમતાવાસનાત્કિ | असङ्गप्रतिपत्तिश्च, मुक्तिवाञ्छाऽनुरोधिनी ॥५२॥ આસક્તિ સહિત (શરીરની) કાળજી, મમતા-વાસનારૂપ છે. આસક્તિ વિનાની શરીરની કાળજી મોક્ષની ઇચ્છાને કારણે લેવાય છે. (કારણકે શરીર પણ મોક્ષનું સાધન છે.) २८/२४ नारत्यानन्दयोरस्याम्, अवकाशः कदाचन । प्रचारो भानुमत्यभ्रे, न तमस्तारकत्विषोः ॥५३॥ જેમ સૂર્ય હોય ત્યારે આકાશમાં અંધકાર કે તારાનો પ્રકાશ ફેલાતો નથી તેમ સાધુને (સમતા હોવાથી) અરતિ કે આનંદની શક્યતા જ નથી. – શિથિલાચાર – २/७ गृहत्यागादिकं लिङ्गं, बाह्यं शुद्धि विना वृथा । न भेषजं विनाऽऽरोग्यं, वैद्यवेषेण रोगिणः ॥५४॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા આંતરશુદ્ધિ વિના ગૃહત્યાગ વગેરે બાહ્ય લિંગ વ્યર્થ છે. ઔષધ વિના માત્ર વૈદ્યના વેશથી રોગી સાજો નથી થતો. दर्शयद्भिः कुलाचार-लोपादामुष्मिकं भयं । वारयद्भिः स्वगच्छीय-गृहिणः साधुसङ्गतिम् ॥५५॥ કુલાચારના લોપમાં દુર્ગતિનો ભય દેખાડનારા, પોતાના ગચ્છના શ્રાવકોને (અન્ય)સાધુઓના સત્સંગથી અટકાવનારા... ३/१० द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानम्, स्थापयद्भिर्यथा तथा ॥५६॥ સાધુઓને પણ દ્રવ્યસ્તવ સારું(ઉપાદેય) માનનારા, જેમ તેમ કરીને વિવેકરહિત દાનને પણ કર્તવ્યરૂપે સિદ્ધ કરનારા... ३/११ अपुष्टालम्बनोत्सिक्तैः, मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैः, हहा ! विश्वं विडम्बितम् ॥५७॥ અપુષ્ટ આલંબનોએ અપવાદ આચરનારા, મુગ્ધ શ્રાવકોને માછીમારની જેમ ફસાવનારા અસંવિગ્નોએ આ રીતે દોષોથી આખી દુનિયામાં ત્રાસ ફેલાવ્યો છે. ३/१२ अप्येष शिथिलोल्लापो, न श्राव्यो गृहमेधिनाम् । सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं, सूत्रे तद्गुणवर्णनात् ॥५८॥ ગૃહસ્થોને સૂમ અર્થ ન કહેવો” આવો શિથિલોનો પ્રલાપ અયોગ્ય છે, કારણકે શાસ્ત્રમાં શ્રાવકના ગુણ (ત્ની સાહિત્ય - અર્થ ભણેલા) કહ્યા છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા ३/१५ समुदाये मनाग् दोष-भीतैः स्वेच्छाविहारिभिः । संविग्नैरप्यगीतार्थैः, परेभ्यो नातिरिच्यते ॥५९॥ સમુદાયમાં સંભવિત આંશિક દોષોથી ડરીને સ્વતંત્ર વિચરતાં સંવિગ્ન એવા પણ અગીતાર્થો, અસંવિગ્નો કરતાં જરાપણ સારા નથી.. ३/१७ गीतार्थपारतन्त्र्येण, ज्ञानमज्ञानिनां मतम् । વિના રક્ષMાધારમ્, ન્ય: પથિ શર્થ વ્રનેત્ ? I૬ ના અજ્ઞાનીઓને ગીતાર્થના પાતંત્ર્યથી જ જ્ઞાન મનાયેલું છે. દેખતાના સહારા વિના આંધળો કઈ રીતે માર્ગ પર ચાલે? ૩/૨૮ તસ્યાનોનાનં તેષાં, શુદ્ધો ચ્છામિપ્યો ! I विपरीतफलं वा स्याद्, नौभङ्ग इव वारिधौ ॥६१॥ ગીતાર્થપાતંત્ર્યના ત્યાગથી તેઓ(સ્વછંદવિહારીઓ)ના નિર્દોષ ગોચરી વગેરે આચાર પણ અહો ! નિષ્ફળ કે વિપરીત ફળવાળા થાય. દરિયામાં નાવ તૂટી જવાની જેમ. ३/१९ अभिन्नग्रन्थयः प्रायः, कुर्वन्तोऽप्यतिदुष्करम् । बाह्या इवाव्रता मूढा, ध्वांक्षज्ञातेन दर्शिताः ॥२॥ (આ સ્વચ્છંદવિહારીઓને) અતિદુષ્કર તપ વગેરે કરવા છતાં પણ, પ્રાયઃ અભિન્નગ્રંથિક, અન્યદર્શનીઓની જેમ વિરતિરહિત અને કાગડાના દષ્ટાંતથી અજ્ઞાની કહેલા છે. (પંચાશક - ૧૧/૩૮) Page #95 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વાવિંશિકા સૂક્તરત્નમંજૂષા 96 – સંવિઝપાક્ષિક – ३/२१ ये तु स्वकर्मदोषेण, प्रमाद्यन्तोऽपि धार्मिकाः । संविग्नपाक्षिकास्तेऽपि, मार्गान्वाचयशालिनः ॥६३॥ જે પોતાના કર્મને વશ થઈને પ્રમાદ કરતા હોવા છતાં ધાર્મિક બુદ્ધિવાળા છે, તે સંવિગ્નપાક્ષિકો પણ માર્ગની પાછળ ચાલનારા(અનુસરનારા) છે. ३/२२ शुद्धप्ररूपणैतेषां, मूलमुत्तरसम्पदः । सुसाधुग्लानिभैषज्य-प्रदानाभ्यर्चनादिकाः ॥६४॥ શુદ્ધ પ્રરૂપણા તેમનો મૂળગુણ છે. સુસાધુઓને બિમારીમાં ઔષધ લાવી આપવા, તેમની પૂજા વગેરે તેમના ઉત્તરગુણ છે. ३/२३ आत्मार्थं दीक्षणं तेषां, निषिद्धं श्रूयते श्रुते । ज्ञानाद्यर्थाऽन्यदीक्षा च, स्वोपसम्पच्च नाहिता ॥६५॥ શાસ્ત્રમાં તેમને પોતાની સેવા માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ કરેલો છે; પણ જ્ઞાનાદિના અવ્યવચ્છેદ વગેરે માટે બીજાને દીક્ષા આપવી કે ઉપસંપદા સ્વીકારવી અહિતકર નથી. १३/६ गुरुदोषवतः स्वल्पा, सत्क्रियाऽपि गुणाय न । भौतहन्तुर्यथा तस्य, पादस्पर्शनिषेधनम् ॥६६॥ મોટા દોષવાળાની નાની સલ્કિયા ગુણ માટે ન થાય. જેમ ભૌત સંન્યાસીને મારનારા(ભીલ)ની તેના પગને ન અડવારૂપ સલ્કિયા. Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २/८ गुरुदोषकृतां वृत्तम्, अपि त्याज्यं लघुत्यजाम् । जाड्यत्यागाय पतनं, ज्वलति ज्वलने यथा ॥१७॥ સૂક્ષ્મ દોષોને તજનારા અને મોટા દોષો આચરનારાનું આચરણ ઠંડી ઊડાડવા માટે સળગતા અગ્નિમાં પડવા જેવું ત્યાજ્ય છે. २/१६ एतेनैवोपवासादेः, वैयावृत्त्यादिघातिनः । नित्यत्वमेकभक्तादेः, जानन्ति बलवत्तया ॥६८॥ એટલે જ, વૈયાવચ્ચ વગેરેને ઘટાડનાર ઉપવાસ વગેરે કરતાં એકાસણાં વધુ સારા હોવાથી તેને નિત્ય કરવાના કહ્યા છે. ७/२९ यत्नतो जीवरक्षाऽर्था, तत्पीडाऽपि न दोषकृत् । अपीडनेऽपि पीडैव, भवेदयतनावतः ॥१९॥ પ્રયત્નપૂર્વક જીવરક્ષા કરવામાં તે જીવને પીડા થાય તો પણ દોષ ન લાગે. અયતનાવાળો પીડા ન આપે તો ય પીડા (કરવામાં થતો દોષ) થાય. ७/३० रहस्यं परमं साधोः, समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं, निश्चयैकाग्रचेतसः ॥७०॥ સમગ્ર શ્રતને ધારણ કરનારા, નિશ્ચયનયથી જ વિચારનારા સાધુનું આ પરમ રહસ્ય છે કે પરિણામ એ જ પ્રમાણ (કર્મબંધાદિનું કારણ) છે. (બાહ્ય ક્રિયા નહીં). Page #97 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા ७/३१ तिष्ठतो न शुभो भावो, ह्यसदायतनेषु च । गन्तव्यं तत् सदाचार-भावाभ्यन्तरवर्त्मना ॥७॥ (હિંસા વગેરે રૂ૫) અશુભ સ્થાનમાં રહેનારને શુભ ભાવ થતો નથી. એટલે સદાચાર અને શુભભાવરૂપ આત્યંતર માર્ગે ચાલવું. ८/२८ हिंस्यकर्मविपाके यद, दष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं, वैद्यस्य स्याद् रिपोरिव ॥७२॥ મરનારા જીવનું આયુષ્યકર્મ પૂરું થતાં જ તે મરે છે. પણ તેમાં મારનારનો દુષ્ટ આશય નિમિત્ત બને છે. તેનાથી જ તે હિંસક કહેવાય છે. એટલે જ શત્રુની જેમ વૈદ્ય (તેની દવાથી દર્દી મરી જીય તો પણ) હિંસક નથી બનતો. (કારણકે મારવાનો આશય નથી હોતો). – માર્ગ – ३/१ मार्गः प्रवर्तकं मानं, शब्दो भगवतोदितः । संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥७३॥ પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત પ્રમાણ (જ્ઞાનનું કારણ) એ માર્ગ છે. તે (૧) ભગવાનનું વચન અને (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થોનું આચરણ, એમ બે પ્રકારે છે. રૂ/ર દ્વિતીયાના ઇંન્ત !, પ્રથમસ્યાણનાર: ! जीतस्यापि प्रधानत्वं, साम्प्रतं श्रूयते यतः ॥७४॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા બીજા (સંવિજ્ઞાચરણરૂપ) માર્ગનો અનાદર કરાય તો પહેલા(ભગવાનના વચન)નો પણ અનાદર જ છે; કારણકે વર્તમાનમાં જીત (આચરણ રૂપ માર્ગ)નું પ્રધાનપણું કહેવાય ३/३ अनुमाय सतामुक्ताचारेणागममूलताम् । पथि प्रवर्तमानानां, शक्या नान्धपरम्परा ॥७५॥ સંવિગ્નના આચરણથી “આ આગમમાં કહ્યું હશે એવું અનુમાન કરીને તે માર્ગ પર ચાલનારા સજ્જનો આંધળું અનુકરણ કરી રહ્યા છે તેવી શંકા ન કરવી. રૂ/, નિષેધ: સર્વથા નાસ્તિ, विधिर्वा सर्वथाऽऽगमे । आय व्ययं च तुलयेत्, लाभाकाङ्क्षी वणिग् यथा ॥७६॥ આગમમાં સર્વથા નિષેધ કે વિધાન નથી. નફાના ઇચ્છુક વેપારીની જેમ લાભ-નુકસાનને સરખાવીને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવા. ३/६ प्रवाहधारापतितं, निषिद्धं यन्न दृश्यते । अत एव न तन्मत्या, दूषयन्ति विपश्चितः ॥७७॥ એટલે જ જે પરંપરાથી ચાલતું હોય અને આગમમાં નિષિદ્ધ ન હોય, તેનું જ્ઞાનીઓ સ્વમતિથી ખંડન કરતા નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશદ્ દ્વામિંશિકા સૂક્તરત્નમંજૂષા -– ઉપદેશ – ९/१६ स्तोकस्यापि प्रमादस्य, परिणामोऽतिदारुणः । वर्ण्यमानः प्रबन्धेन, निर्वेजन्या रसः स्मृतः ॥७८॥ થોડા પણ પ્રમાદનો અતિ દારુણ વિપાક વિસ્તારથી વર્ણવવો એ નિર્વેદની કથાનો રસ છે. २/२४ वचनाराधनाद् धर्मो-ऽधर्मस्तस्य च बाधनात् । धर्मगुह्यमिदं वाच्यं, बुधस्य च विपश्चिता ॥७९॥ વચનની આરાધનાથી ધર્મ અને તેની વિરાધનાથી અધર્મ થાય - ધર્મનું આ રહસ્ય પંડિત કક્ષાના જીવને જ્ઞાનીએ કહેવું. २/२८ आदौ यथारूचि श्राव्यं, ततो वाच्यं नयान्तरम् । ज्ञाते त्वेकनयेऽन्यस्मात्, परिशिष्टं प्रदर्शयेत् ॥८॥ પહેલા રુચિ પ્રમાણે સંભળાવવું, પછી બીજા નયની (વિરુદ્ધ) વાત કરવી. એક નયનું જ્ઞાન હોય તો બીજા નયથી બાકીનું જણાવવું. २/२९ संविग्नभाविता ये स्युः, ये च पार्श्वस्थभाविताः । मुक्त्वा द्रव्यादिकं तेषां, शुद्धोञ्छं तेन दर्शितम् ॥८१॥ એટલે જ જે સંવિગ્નભાવિત છે અને જે પાર્થસ્થભાવિત છે, તેમને દ્રવ્યાદિ અપવાદને છોડીને નિર્દોષ ગોચરી કહેવાનું જણાવ્યું છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા (સંવિન્રભાવિતો નિર્દોષ ગોચરી જાણે છે, તેમને દ્રવ્યાદિ અપવાદ જણાવવાના છે. પાર્થસ્થભાવિતો અપવાદ જાણે છે, તેમને નિર્દોષ ગોચરી જણાવવાની છે.) २/३० दुर्नयाभिनिवेशे तु, तं दृढं दूषयेदपि । दुष्टांशछेदतो नाङ्घी, दूषयेद् विषकण्टकः ॥८२॥ (શ્રોતાને) દુર્નયની પકડ હોય, તો તેનું આક્રમક ખંડન પણ કરે. દુષ્ટ અંશને કાપી નાખવાથી જ ઝેરી કાંટો બંને પગમાં ઝેર ફેલાવતો નથી. २/३१ जानाति दातुं गीतार्थो, य एवं धर्मदेशनाम् । कलिकालेऽपि तस्यैव, प्रभावाद् धर्म एधते ॥८३॥ જે ગીતાર્થ આ રીતે ધર્મદેશના આપી જાણે છે, તેના પ્રભાવથી જ કલિકાળમાં ધર્મ વધે છે. ३/१ विधिना कथयन् धर्म, हीनोऽपि श्रुतदीपनात् । वरं तु न क्रियास्थोऽपि, मूढो धर्माध्वतस्करः ॥८४॥ વિધિપૂર્વક ધર્મ કહેનાર, આચારમાં હીન હોય તો પણ જ્ઞાનને શોભાવનાર હોવાથી સારો છે. આચારનો પાલક એવો પણ જે અજ્ઞાની અને ધર્મમાર્ગનો લોપક છે, તે સારો નથી. २/३ अनुग्रहधिया वक्तुः, धर्मित्वं नियमेन यत् । भणितं तत्तु देशादि-पुरुषादिविदं प्रति ॥८५॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૫ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા ઉપકાર કરવાની બુદ્ધિથી બોલનારને જે નિયમ ધર્મીપણું બતાવ્યું, તે દેશ-કાળ-પુરુષ વગેરેને જાણનાર વક્તા માટે જ છે. २/५ अज्ञातवाविवेकानां, पण्डितत्वाभिमानिनाम् । विषं यद् वर्तते वाचि, मुखे नाशीविषस्य तत् ॥८६॥ વાણીનો વિવેક ન જાણનારા અને પોતાને પંડિત માનનારાની વાણીમાં જે ઝેર છે, તે સર્પના મુખમાં પણ નથી. ३/२६ मार्गभेदस्तु यः कश्चिद्, निजमत्या विकल्प्यते । स तु सुन्दरबुद्धयाऽपि, क्रियमाणो न सुन्दरः ॥८७॥ સ્વમતિથી જે કોઈ માર્ગનો ભેદ વિચારાય છે, તે સારા આશયથી કરાય તો પણ સારો નથી. – યોગમાહાસ્ય – २६/१ शास्त्रस्योपनिषद् योगो, योगो मोक्षस्य वर्तनी । अपायशमनो योगो, योगः कल्याणकारणम् ॥४८॥ યોગ શાસ્ત્રોનો સાર છે, મોક્ષનો માર્ગ છે, દુઃખનો નાશક છે, સુખનું કારણ છે. २६/२ संसारवृद्धिर्धनिनां, पत्रदारादिना यथा । शास्त्रेणापि तथा योगं, विना हन्त ! विपश्चिताम् ॥८९॥ ધનવાનને જેમ પત્ની-પુત્રાદિથી સંસાર વધે છે, તેમ અરે ! શાસ્ત્રથી પણ પંડિતોનો સંસાર વધે છે, જો યોગ ન હોય તો. Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २६/२९ योगस्पृहाऽपि संसार-तापव्ययतपात्ययः । महोदयसरस्तीर-समीरलहरीभवः ॥१०॥ યોગની ઇચ્છા પણ મહોદયરૂપી સરોવરના કિનારે વાતા પવનની લહરીથી થતાં સંસારના તાપનું શમન કરનાર એવા ગ્રીષ્મઋતુના અંત જેવી છે. – વિનય – २९/१ कर्मणां द्राग विनयाद्, विनयो विदुषां मतः । अपवर्गफलाढ्यस्य, मूलं धर्मतरोरयम् ॥११॥ કર્મનો ઝડપથી નાશ કરતો હોવાથી વિદ્વાનોએ “વિનય' એવું નામ આપ્યું છે. એ મોક્ષરૂપ ફળથી લચેલા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. २९/४ अभिग्रहासनत्यागौ, अभ्युत्थानाञ्जलिग्रहौ । कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ॥१२॥ (૧) ગુરુએ કહેલું કરવાની ઇચ્છા, (૨) ગુરુને આસન આપવું, (૩) ઊભા થવું, (૪) હાથ જોડવા, (૫) વંદન કરવું, (૬) સેવા, (૭) જતા હોય તો પાછળ જવું, (૮) આવતા હોય તો સામે જવું. २९/५ कायिकोऽष्टविधश्चायं, वाचिकश्च चतुर्विधः । हितं मितं चापरुषं, ब्रुवतोऽनुविचिन्त्य च ॥१३॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા આ આઠ પ્રકારનો કાયિક વિનય છે. હિતકર, પ્રમાણસર, કઠોર નહીં તેવું અને વિચારીને બોલવું તે ચાર પ્રકારનો વાચિક વિનય છે. २९/६ मानसश्च द्विधा शुद्ध-प्रवृत्त्याऽसन्निरोधतः । छद्मस्थानामयं प्रायः, सकलोऽन्यानुवृत्तितः ॥९४॥ શુદ્ધ પ્રવૃત્તિ અને અસથી નિવૃત્તિ એ બે પ્રકારનો માનસિક વિનય છે. આ બધો વિનય પ્રાયઃ છદ્મસ્થોને, અન્યોને (ગુણાધિકને અનુસરવાથી હોય છે. २९/७ अर्हत्सिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । TUT--દિ-ધર્મ-જ્ઞાન-જ્ઞાનિ-ગ[િધ્વપિ શેકા (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) કુળ, (૪) આચાર્ય, (૫) ઉપાધ્યાય, (૬) સ્થવિર, (૭) ગણ, (૮) સંઘ, (૯) ક્રિયા, (૧૦) ધર્મ, (૧૧) જ્ઞાન, (૧૨) જ્ઞાની અને (૧૩) ગણિ. २९/८ अनाशातनया भक्त्या, बहुमानेन वर्णनात् । द्विपञ्चाशद्विधः प्रोक्तो, द्वितीयश्चौपचारिकः ॥१६॥ એ તેરની અનાશાતના, ભક્તિ, બહુમાન અને અનુમોદનારૂપ બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય કહ્યો २९/९ एकस्याशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः । अन्योऽन्यमनुविद्धा हि, तेषु ज्ञानादयो गुणाः ॥१७॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા અહીં એકની આશાતના પણ વાસ્તવિક રીતે બધાની આશાતના છે. કારણકે તેમનામાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા २९/१० नूनमल्पश्रुतस्यापि, गुरोराचारशालिनः । हीलना भस्मसात् कुर्याद्, गुणं वह्निरिवेन्धनम् ॥९८॥ ઓછું ભણેલા એવા પણ આચારસંપન્ન ગુરુની હીલના પણ ગુણને બાળી નાખે છે, જેમાં અગ્નિ ઇંધણને બાળે તેમ. २९/११ शक्त्यग्रज्वलनव्याल-सिंहक्रोधातिशायिनी । अनन्तदुःखजननी, कीर्तिता गुरुहीलना ॥१९॥ ભાલાની અણી, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ ગુરુની હીલના અધિક-અનંત દુઃખની જનક કહી છે. २९/१२ पठेद् यस्यान्तिके धर्म-पदान्यस्यापि सन्ततम् । कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥१००॥ જેની પાસે ધર્મશાસ્ત્રો ભણીએ, તેમનો પણ સતત મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક વિનય કરવો. २९/१३ पर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः । ज्ञानप्रदानसामर्थ्याद, अतो रत्नाधिकः स्मृतः ॥१०१॥ એટલે જ પર્યાયમાં નાના એવા પણ શુદ્ધજ્ઞાનરૂપી ગુણમાં જે અધિક છે, તેમને જ્ઞાન આપવાની શક્તિના કારણે રત્નાધિક કહ્યા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ દ્વાદિંશ દ્વાબિંશિકા સૂક્તરત્નમંજૂષા ૮૯ २९/१७ विनयेन विना न स्याद्, जिनप्रवचनोन्नतिः । પથ:સેવં વિના વિવી, વધે તે મુવિ પાપ: ?li૨ ૦૨ાા વિનય વિના જિનશાસનની ઉન્નતિ ન થાય. શું ધરતી પર પાણીના સિંચન વિના વૃક્ષ વધે ખરું ? २९/१८ विनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्ती, दण्डेनापनयत्यसौ ॥१०३॥ મૃદુ ઉપાયો વડે વિનય કરાવાતો પણ જે ગુસ્સે થાય, તે આવી રહેલ લક્ષ્મીને લાકડી મારીને પાછી કાઢી રહ્યો છે ! २९/१३ इत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्निक्षुजो रसः ॥१०४॥ આ પ્રમાણે સર્વ ગુણોમાં અનુગત હોવાથી વિનય, સર્વ મીઠાઈમાં પડતાં શેરડીના રસ(સાકર કે ગોળ)ની જેમ મુખ્ય છે. २९/२९ श्रुतस्याप्यतिदोषाय, ग्रहणं विनयं विना । यथा महानिधानस्य, विना साधनसन्निधिम् ॥१०५॥ વિનય વિના, શ્રુતનું ગ્રહણ પણ અત્યંત દોષ માટે થાય છે. જેમ યોગ્ય સાધનો પાસે ન હોય તો મહાનિધાનનું ગ્રહણ કરવા જતાં નુકસાન થાય તેમ. २९/३० विनयस्य प्रधानत्व-द्योतनायैव पर्षदि । तीर्थं तीर्थपतिर्नत्वा, कतार्थोऽपि कथां जगौ ॥१०६॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા વિનયની પ્રધાનતા બતાવવા જ કતાર્થ એવા તીર્થકરે પણ સમવસરણમાં તીર્થને નમસ્કાર કરીને દેશના આપી. 29/31 छिद्यते विनयो यैस्तु, शुद्धौञ्छादिपरैरपि / तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते // 107 // નિર્દોષ ગોચરી વગેરે શુદ્ધ આચારવાળા પણ જેઓ વિનયનો નાશ કરે છે, તેઓ સામે ચડીને મોક્ષમાર્ગનો નાશ કરે 32/32 यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्तारात् जन्मसिन्धोः शिवपदपदवी प्राणिनो यान्ति यस्मात् / अस्माकं किञ्च यस्माद् भवति शमरसैनित्यमाकण्ठतृप्तिः, जैनेन्द्र शासनं तद् विलसति परमानन्दकन्दाम्बुवाहः // 108 // જેમાં (1) પરમતરૂપી ઘોર અંધકારના નાશક સૂર્યકિરણોની શ્રેણિ જેવી સ્યાદ્વાદની વિદ્યા છે; (2) જેનાથી જીવો સંસારસમુદ્રથી તરીને સિદ્ધિપદવીને પામે છે; વળી (3) જેનાથી અમને પ્રશમરસથી સદા આકંઠ તૃપ્તિ થાય છે; તે પરમાનંદરૂપી મૂળ માટે પાણીના પ્રવાહ સમાન જિનશાસન શોભે છે.